Site icon News Gujarat

દારુડીયાએ દીકરા અને વહૂને મારી નાંખવા કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ, જાણો શું છે સમગ્ર ઘટના

લોકડાઉનના ત્રીજા તબક્કામાં કેટલીક જગ્યાઓએ દારૂની દુકાનો ખુલી છે. તેવામાં અચાનક જ ઘરેલુ હિંસાની ઘટનાઓ પણ વધી ચુકી છે.

image source

દારુ પીને ઘરમાં હોબાળો કર્યાની એક ઘટના હરદોઈ જિલ્લામાં બની છે. અહીં એક નિવૃત્ત વહીવટી અધિકારીએ દારૂ પીધા બાદ ઘરમાં ભારે હોબાળો કર્યો હતો. તેણે દારુના નશામાં પોતાની ગનમાંથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાથી પાડોશીઓ પણ એટલા ડરી ગયા કે તેમણે પોલીસને જાણ કરી.

જો કે ઘટનાસ્થળ પર પોલીસ પહોંચતાં જ આરોપીનો નશો ઉતરી ગયો અને ડરના કારણે તે ઘરના બાથરૂમમાં છુપાઈ ગયો હતો. પોલીસે તેને દરવાજો તોડી અને બહાર કાઢવો પડ્યો હતો. પોલીસે આરોપીના ઘરેથી કેટલીક ગેરકાયદેસર વસ્તુઓ પણ જપ્ત કરી હતી.

શું હતો બનાવ ?

image source

અહીં વિષ્ણુપુરીમાં રહેતા પરિવહન વિભાગના નિવૃત્ત વહીવટી અધિકારી રતન બાબુ ગુપ્તાએ દારૂ પીધો હતો અને પછી પોતાના પુત્ર અને પુત્રવધૂની હત્યા કરવા માટે તેણે લાઇસન્સ વાળી પિસ્તોલ વડે તેમના ઉપર 6 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. જો કે સસરાના ઈરાદા જાણી ગયેલી પુત્રવધૂ એક રુમમાં જઈ રુમ લોક કરી બેસી ગઈ હતી. ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા.

પાડોશીઓએ આ અંગેની માહિતી પોલીસને આપી હતી. થોડા જ સમય પછી પોલીસ ત્યાં આવી તો ફાયરિંગ કરનાર રતન બાથરૂમમાં પુરાઈ ગયો. પોલીસે પહેલા તેને જાતે બહાર આવી જવા કહ્યું પરંતુ તે ન આવતાં પોલીસે ઘરનો દરવાજો તોડી અંદર આવવું પડ્યું અને પછી બાથરુમનો દરવાજો તોડી આરોપીને બહાર કાઢ્યો. પોલીસે તેની ગન અને અન્ય કેટલાક દસ્તાવેજ કબ્જે કર્યા અને આરોપીને પણ કસ્ટડીમાં લીધો છે. તે પોતાના દીકરા અને પૂત્રવધૂથી નારાજ હતો અને આ કારણે જ તેણે ફાયરિંગ કર્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

image source

રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષએ આ અંગે જણાવ્યું હતું કે રાજ્યના 75 જિલ્લાઓમાંથી લગભગ દરેક જિલ્લામાંથી 20થી વધુ ઘરેલુ હિંસાના કેસ સામે આવી રહ્યા છે. આ કેસ સામાન્ય દિવસો કરતા વધારે છે. લોકડાઉન લાગુ થયા પહેલા ઘરેલુ હિંસા વિશે આયોગ સમક્ષ આટલી ફરિયાદ આવતી ન હતી. પરંતુ હવે તેમાં આશ્ચર્યજનક રીતે વધારો થયો છે. તેમણે કહ્યું કે લોકડાઉન લાગુ થયા પહેલા કમિશનને ઘરેલુ હિંસાની 123 ફરિયાદો મળી હતી જ્યારે લોકડાઉન લાગુ થયા પછી તે વધીને 250 જેટલી થઈ ગઈ છે.

source: Divya Bhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version