ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર હવાઈ હુમલો કરવા આપ્યો અનોખો આઈડિયા, સંભાળીને બધા રહી ગયા દંગ

પોતાની વિચિત્ર હરકતો અને નિવેદનોને કારણે અવારનવાર વિવાદોમાં રહેતા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક એવી વાત કહી છે જે રશિયા અને ચીનને ભાગ્યે જ ગમ્યું હોય. ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બિડેનને રશિયા-યુક્રેન યુદ્ધ અંગે સૂચન આપ્યું છે. તેણે કહ્યું છે કે અમેરિકાએ F-22 ફાઈટર જેટ પર ચીનનો ધ્વજ લગાવીને રશિયા પર બોમ્બ ફેંકવો જોઈએ.

પુતિનને સ્માર્ટ ગણાવ્યો

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો રશિયાએ ક્યારેય યુક્રેન પર હુમલો કર્યો ન હોત. તેણે એમ પણ કહ્યું કે બિડેન અને નાટો મૂર્ખની જેમ વર્તી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વખાણ કર્યા અને તેમને સ્માર્ટ રાજનેતા ગણાવ્યા.

image source

‘તેઓ લડે છે અને અમે તેમને જોઈએ છીએ’

ટ્રમ્પે રિપબ્લિકન નેશનલ કમિટીના મુખ્ય દાનદાતાઓ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમેરિકાએ એફ-22 યુદ્ધ વિમાનો પર ચીનનો ઝંડો લગાવીને રશિયાને બોમ્બથી ઉડાવી દેવું જોઇએ. પછી એવું જાહેર કરી દેવું જોઇએ કે આ હુમલો ચીન દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી રશિયા અને ચીન વચ્ચે તકરાર વધે.

હાલ રશિયા અને ચીન બન્ને મિત્ર દેશ બની ગયા છે જેને પગલે ટ્રમ્પે આ પ્રકારની સલાહ આપી હતી. નાટો હાલ યુક્રેનની મદદ કરવામાં નિષ્ફળ રહ્યું છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે નાટો કાગળના વાઘ જેવુ સંગઠન છે. ટ્રમ્પે સાથે જ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેનની ટિકા કરી હતી અને રશિયાના વડા પુતિનના વખાણ કર્યા હતા.

ટ્રમ્પે કહ્યું હતું કે રશિયાના પ્રમુખ પુતિન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને ઢોલની જેમ વગાડી રહ્યા છે. પુતિન જરૂર હોશિયાર છે પણ મૂળ સમસ્યા એ છે કે આપણા નેતા જો બાઇડેન મૂર્ખ છે. બહુ જ મૂર્ખ છે. એવા અહેવાલો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી ફરી લડવાની તૈયારી કરી રહ્યા છે અને જેના ભાગરૂપે જ આ પ્રકારના નિવેદનો આપવા લાગ્યા છે.