ઢોસા સીધા તવા પરથી તમારી પ્લેટમાં, એ પણ વિમાનની સ્ટાઈલમાં ઉડીને, પીરસવાની આ રીત જોઈને આંખો દગો ખાઈ જશે!

ભારતના લોકો નવા નવા અજીબ જુગાડ કરવામાં માહેર છે. તેમના આ જુગાડને દુનિયાભરમાં લોકો વખાણે છે. ત્યારે આવા જ જુગાડના વીડિયો પણ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા હોય છે. હાલ એવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાત છે દક્ષિણ મુંબઈના મંગલદાસ માર્કેટની, જ્યાં શ્રી બાલાજી ઢોસા સેન્ટર આવેલ છે. અહીંની ખાસ વાત એ છે કે, ઢોસા સીધા જ સ્કિલેટથી પ્લેટમાં પહોંચી જાય છે. ઢોસા બનાવનાર આ વ્યક્તિનો વીડિયો ખુબ જ આશ્ચર્ય પામાડનારો છેવ અને પ્રકાશની ગતિએ વાયરલ થઈ રહ્યો છે.

image source

સામાન્ય રીતે વાત કરીએ તો આ વીડિયોને ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો છે અને તેને ચોંકવાનારા 101.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને વાત કરીએ તો, આ જુગાડ કોઈ ટેક્નિકથી નહિ પરંતુ ઢોસા બનાવનારો એક વ્યક્તિ કરી રહ્યો છે. જે પહેલા ઢોસા બનાવતા જોવા મળે છે અને ઢોસો બની ગયા બાદ તેને કાપી અને હવામાં ઉડાડીને ગ્રાહકની પ્લેટ સુધી પહોંચાડી રહ્યો છે. તાજેતરમાં આ વીડિયો સ્ટ્રીટ ફૂડ રેસિપી નામના એક ફેસબુક પેઝ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક ઢોસાવાળાની વિશેષ ટેક્નિકથી ઢોસા બનાવતો દેખાય રહ્યો છે.

image source

તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઢોસા બનાવનાર વ્યક્તિ એ પ્રકારથી ઢોસાને હવામાં ઉછાળીને બનાવી રહ્યો છે કે ઢોસા સીધા ગ્રાહકની ખાવાની થાળીમાં જઈને જ પડે છે. સોશિયલ મીડિયા પર આ ઢોસાનો સ્ટંટ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

image source

આ કલાને એટલી સ્પષ્ટતાની સાથે અંજામ આપી દેવામાં આવે છે કે તમે આને જોઇને તમે પણ હૈરાન રહી જશો. ફેસબુક પેજ પર આ ઉડતા ઢોસા બનાવનાર વ્યક્તિના વિડિયોને શેર કર્યા બાદ આ વીડિયો પર ખૂબ જોરદાર કોમેન્ટ પણ આવી રહી છે. એક યૂઝર સર્વિસ ઢોસા લાઇક એ બૉસ લખતા આ પોસ્ટને શેર પણ કરી છે.

એક અઠવાડીયા પહેલાં જ ફેસબુક પર પોસ્ટ કરાયા બાદથી આ વીડિયોને હજારો કોમેન્ટની સાથે 101600000 વ્યૂઝ અને 1.2M લાઇક મેળવી રહ્યો છે. યૂઝર્સે કોમેન્ટમાં લખ્યું કે, આ તો કમાલનો માણસ છે. તેની કારીગરી ખરેખર ગજબની છે. તેની પીરસવાની સ્ટાઇલ જબરજસ્ત છે કે જે રીતે ગ્રાહકોની સેવા માટે હવામાં ઢોસા ફેંકી રહ્યા છે. તો આ વિશે બીજા એક યૂઝર લખે છે કે, ભોજનને કલાત્મક રીતે પીરસવામાં આવી રહ્યું છે. જો કે, કેટલાક લોકોએ ઢોસા બનાવનારની આ પધ્ધતિની ટિકા કરતા પણ દેખાઈ રહ્યાં છે.

image source

આવા લોકો કહે છે કે, હવામાં ઢોસાને ફેંકવા ભોજન પ્રત્યે અરૂચિ દર્શાવે છે. આને અન્નપૂર્ણાનું અપમાન કહેવાય છે. કેટલાક એવું કહ્યું કે, આ ટેક્નિક ખાસ ગમી નહીં. લોકોન એ આવી પણ કોમેન્ટ કરી છે કે, ભોજન સાથે આવી રમત!!!…ખરાબ માર્કેટિંગ સ્ટંટ. મળતી માહિતી મુજબ, વાયરલ થઇ રહેલા આ વીડિયોને ફેસબુક પેજ “સ્ટ્રીટ ફૂડ રેસિપી”ના પેજ ઉપરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યારસુધી લાખો લોકોએ નિહાળ્યો છે અને હજારો લોકો તેમાં કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!