Site icon News Gujarat

દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ અંગે સામે આવી સૌથી મોટી ચોંકાવનારી વાત

કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 1.65 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. 2.4 મિલિયનથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે.

આ વાયરસ અંગે દાવો કરવામાં આવે છે કે તે ચામાચીડીયામાંથી મનુષ્યમાં ફેલાયો છે. કેટલાક દાવા એવા છે કે તે ચીનના વુહાનની લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ વાયરસની શોધ આજથી 56 વર્ષ પહેલા કરવામાં આવી હતી ? આ વાયરસ વિશે સૌથી પહેલા એક મહિલા વૈજ્ઞાનિકએ જાણકારી આપી હતી.

image source

56 વર્ષ પહેલાં એટલે કે 1964માં. એક મહિલા વૈજ્ઞાનિક તેના ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાંથી એક વાયરસ જોયો જે આકારમાં ગોળ હતો અને તેની આજુબાજુ કાંટા હતા. તેનું નામ કોરોના વાયરસ રાખવામાં આવ્યું. જે મહિલાએ આ શોધ કરી તેનું નામ ડો જૂન અલમેડા હતું.

16 વર્ષની ઉંમરે તેમને લેબ ટેક્નિશિયનની નોકરી મળી હતી. ત્યારબાદ તે લંડન આવ્યા અને સેન્ટ બર્થોલોમિયૂઝ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે ડો ડેવિડ ટાયરેલ સાથે રિસર્ચ પર કામ કરવાની શરુઆત કરી. તે સમયે તેની ટીમ સામાન્ય શરદી-ઉધરસ પર સંશોધન કરતી હતી. ડો ટાયરેલએ બી-814 નામના ફ્લૂ જેવા વાયરસના સેમ્પલ શરદી-ઉધરસથી પીડિત લોકોમાંથી એકત્ર કર્યા હતા. પરંતુ પ્રયોગશાળામાં તેને કલ્ટીવેટ કરવા મુશ્કેલ થઈ રહ્યા હતા.

તેથી તેમણે આ સેમ્પલને તપાસ માટે જૂન અલ્મેડા પાસે પહોંચાડ્યા. અલ્મેડાએ વાયરસની ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપથી તસવીર કાઢી, તેમણે કહ્યું હતું કે તેમને એક જેવા બે વાયરસ મળ્યા. પહેલું મરઘાના બ્રોકાંઈટિસમાં અને બીજું ઉંદરના લીવરમાં. પરંતુ તે રિજેક્ટ થઈ ગયું. અન્ય વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ તસવીરો ધુંધળી છે. પરંતુ ડો અલમેડા જાણતી હતી કે તે એક વાયરસની પ્રજાતિ સાથે કામ કરી રહી છે. તેણે આ વાયરસનું નામ કોરોના વાયરસ રાખ્યું. આ શોધ વર્ષ 1964માં થઈ હતી.

Exit mobile version