અમેરીકામાં કોરોના દર્દીઓનો ઈલાજ કરી રહેલા ડોક્ટર ઉમા બોલ્યા, ‘પરિવારજનોના સ્મિતથી દરેક મુશ્કેલી થઈ સરળ.

સંયુક્ત રાજ્ય અમેરીકાના કનેક્ટિક્ટ શહેરની એક સડકની કિનારે સફેદ કોટ પહેરેલી એક મહિલા ઊભી છે.

image source

સડક પર એક પછી એક પસાર થતી ગાડીઓ મહિલાની આગળ પસાર થતા પહેલા બે પળ અટકે છે અને ગાડીમાં બેઠેલા દરેક વ્યક્તિ તાળીઓ પાડીને મહિલાનું અભિવાદન કરે છે. સામે પ્રત્યુત્તરમાં તે મહિલા હાથ હલાવીને દરેક વ્યક્તિનું અભિવાદન ઝીલે છે. દરેક પસાર થતી ગાડીઓને જોઈ તે મહિલાના હોઠોનું સ્મિત અને આંખોમાં અભિમાન ઘાટું થતું જાય છે.

આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી. ના તે કોઈ રાજ્ય કે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. હા, પણ એક વાત ચોક્કસ છે કે તેનું કામ કોઈ પણ રાષ્ટ્રીય હીરોથી કમ નથી કે જેમને આપણે માત્ર ફિલ્મોમાં અને કોમિક્સમાં જોતા હોઈએ છીએ. આ મહિલા છે કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં અમેરીકાના અનેક નાગરીકોનો જીવ બચાવનાર ડોક્ટર ઉમા મધુસુદન. તેમની સામે પસાર થતી આ ગાડીઓ પોલીસ, સરકારી અધિકારીઓ અને તેમના હાથ કોરોનાથી ઠીક થયેલા દર્દીઓ તથા તેમના પરિવારજનો છે, જે ભારતની આ બહાદૂર મહિલા ડોક્ટરને તેની નિષ્ઠા માટે અનોખી રીતે સરાહના આપી રહ્યાં છે.

image source

આ દ્રશ્ય પોતાની રીતે જ આગવું અદ્દભૂત હતું. જ્યારે નાની-મોટી ડઝન જેટલી ગાડીઓ ગાડીની લાઈટ્સ ચાલુ-બંધ કરીને મધુના ઘર પાસેથી પસાર થાય છે. કેટલીક ગાડીઓમાં ફુગ્ગાઓ ટાંગેલા હતા. કેટલીક ગાડીઓમાં પોસ્ટર, જેમાં વિવિધ પ્રકારની રીતે અંગ્રેજીમાં “આભાર” વ્યક્ત કરતા શબ્દો લખેલા હતા. કેટલીક ગાડીઓના રૂફટોપ ખુલ્લા હતા અને લોકો તેમાંથી બહાર આવીને તાળીઓ વગાડીને મધુનું અભિવાદન કરી રહ્યા હતા. દરેક ગાડી જ્યારે થોડો સમય માટે મધુની સામે ધીમી પડે તો તે ક્યારેક હાથ હલાવીને તો ક્યારેક ફ્લાઈંગ કિસ કરીને તેમનું અભિવાદન સ્વીકાર કરતી હતી.

image source

કોવિડ-19 ની વિરુદ્ધની જંગની સૈનિક ડોક્ટર મધુસુદને જણાવ્યું કે આ આયોજન સાઉથ વિંડસર વિસ્તારમાં રહેલા લોકોએ કર્યું હતું અને તેઓ કોવિડ-19 ના દર્દીઓનો ઈલાજ કરતા લોકોનું અભિવાદન કરવા ઈચ્છતા હતા. તેમણે કોવિજ-19 ની વિરુદ્ધ મોર્ચો સંભાળી રહેલા લોકોનું સન્માન કરવાનું નક્કી કર્યું. સૌભાગ્યની વાત એ હતી કે તે સન્માન પામનારમાંથી એક હું હતી.

ડોક્ટર ઉમા મધુસુદન કર્નાટકના મૈસુરથી આવે છે. તેમણે જેએસએસ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રીસર્ચથી જોડાયેલી મૈસુરની શિવરાત્રીશ્વરા નગર મેં જેએસએસ મેડિકલ કોલેજથી 1990 માં ગ્રેજ્યુએશન કર્યું.

image source

ડોક્ટર ઉમા મધુસુદને પોતાની પોતાની સફળતાનો શ્રેય પોતાના પરિવારને આપ્યો. સાઉથ વિંડસરના હાટકોર્ટ હેલ્થકેર ગ્રુપમાં પાછલા કેટલાંક સપ્તાહથી સતત દર્દીઓની સારવાર અને દેખભાળ કરી રહેલા ડોક્ટર મધુસુદનનું કહેવું છે કે કોરોના મહામારીની સામે ઢાળ બનીને ઊભા રહેલા દુનિયાભરના ડોક્ટર માટે આ પરિક્ષાની પળ છે અને અનેકવાર ભાવાત્મક અને શારીરિક રૂપથી હિંમત જવાબ આપી દે છે. પણ આ કઠણ સમયમાં એમના પરિવારના લોકોના ચહેરા પર સ્મિત તેમને પોતાની ફરજ નિભાવવાની પ્રેરણા આપે છે. તેમની દીકરીઓ, પતિ અને પિતાથી મળતી મદદ તેમને મજબૂત બનાવી રાખે છે.