ડોકટર એટલે સંવેદના અને કરુણાનાં વહેતાં ઝરણાં, વાંચો ડોક્ટર અશોક પટેલ કેવી રીતે લોકોને આપે છે પોતાની સેવા

આજે ડોકટરે દિવસે સવાર-સવારમાં સાૈ પહેલું સ્મરણ થયું બોસ્ટન સ્થિત ડોકટર અશોક પટેલનું. 30 વર્ષમાં ગુજરાતના ખૂણે ખૂણે ફરીને સેવાભાવી અને માનવતાવાદી ડોકટરોને મળવાનું, તેમનું કામ જોવાનું અને તેમના વિશે લખવાનું બન્યું છે, પણ ડેન્ટિસ અશોક પટેલે ડાંગના આદિવાસીઓ માટે જે સંવેદના સાથે ઝૂઝારું બનીને 10 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવી છે તે તેમને મૂઠી ઊંચેરા સાબિત કરે છે.

image source

અમેરિકાના બોસ્ટનથી ગુજરાત-ડાંગના આહવા તેઓ સેંકડો વખત આવ્યા છે. અનેક અવરોધોને અતિક્રમીને તેમણે પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. હવે તો ડાંગ જિલ્લાના આદિવાસીઓને તેમણે સ્થાપેલા આરોગ્ય મંદિરનો લાભ મળી રહ્યો છે. એટલું જ નહીં, તેઓ અમેરિકાના નિષ્ણાત ડોકટરોને લઈને દર વર્ષે આહવા આવે છે અને વિવિધ આરોગ્ય કેમ્પ પણ કરે છે.

image source

એકદમ ઓછાબોલા. હસે અને હસાવે. કાર્યનિષ્ઠ. મક્કમ એવા કે જે કાર્ય હાથ પર લીધુ તે કાર્ય છોડે નહીં. અમદાવાદ આવે તો એકદમ સાદી હોટલમાં ઉતરે અને કોઈ પણને સરળતાથી મળે. સરળ સ્વભાવ અને ગમે ત્યાં ગોઠવાઈ જાય. તેમની હાજરી વર્તાય જ નહીં તેવું તેમનું અસ્તિત્વ. નાનામાં નાની ગણાતી વ્યક્તિને પણ પૂરો સમય આપે. તેમનાં જીવન સાથી અને બન્ને દીકરીઓ પણ ખડે પગે અને ભરેલા હૃદયે તેમના સામાજિક કાર્યોમાં સાથ આપે. મોટી દીકરી ડોકટર બની અને પિતાના પગલે ઘણી વખત આહવા આવીને આરોગ્ય કેમ્પમાં ફરજ બજાવી ગઈ છે.

ડો. અશોકભાઈ નિરાશાને તો ગાંઠે જ નહીં. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ફર્યા પછી તેમને કોઈ પ્રતિસાદ ના મળ્યો ત્યારે તેમને પૂછ્યું હતું કે નિષ્ફળતા મળે તો દુઃખ ના થાય.. તો હસતાં હસતાં કહે, નિષ્ફળ શબ્દમાંય ફળ શબ્દ તો છે જ… આવા તો પોઝિટિવ.

image source

આજે ડોકટર દિવસે હું ડો. અશોક પટેલને વંદન કરું છું. આપનાં માતા-પિતાને પણ વંદન કે આપને જન્મ આપ્યો અને આવા ઉચ્ચ સંસ્કાર પણ આપ્યા. તમે ડાંગના સેંકડો આદિવાસીઓ માટે ફરિશ્તા બન્યા છો.

image source

આરોગ્ય મંદિરના પરિસરમાં જ તમે (ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સૂચનને માન આપીને) આદિવાસી બાળાઓ માટે હોસ્ટેલ કરી છે તે પણ મોટી વાત છે. અમને પાકો વિશ્વાસ છે કે એક દિવસ આ છાત્રાલયમાં રહીને ભણેલી કન્યા ડોકટર બનશે અને આ જ આરોગ્ય મંદિરમાં કામ કરશે.

ડોકટર એટલે અરધો ઈશ્વર એ પંક્તિને આપે સાર્થક કરી છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે આપને નિરામય દીર્ઘાયુ આપે.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત