“ન્યુયોર્કના આરોગ્ય કમિશનર તરીકે ગુજરાતી મૂળના ડો. ચોકસીની નિમણુંક, ખરેખર ગુજરાતીઓ માટે ગર્વની છે વાત “

ગુજરતીઓ માટે ગર્વ: ન્યુયોર્કના આરોગ્ય કમિશનર તરીકે ગુજરાતી મૂળના ડો. ચોકસીની નિમણુંક

ડરનું બીજું નામ બની ગયેલા કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ભયભીત છે. અત્યાર સુધી દેશમાં લાખો લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. જ્યારે વિશ્વમાં ૧ કરોડ ૮૮ લાખથી વધુ લોકો કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોના વાઇરસ હવે એ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે કે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિક અને ડોક્ટર ભેગા મળીને તેને રોકવાના ઉપાયો શોધી રહ્યાં છે.

image source

વૈજ્ઞાનિકો શોધી રહ્યાં છે કે કોરોના વાઇરસ હવા અને કોઇ પણ વસ્તુ પર કેટલો સમય જીવિત રહી શકે છે. તમે કોરોનાથી બચવા માંગો છો, તો પછી આ વસ્તુઓ કારમાં સેનિટાઇઝ કરવી આવશ્યક છે .કોરોના વાયરસના આ કટોકટી દરમિયાન સૌથી મોટો પડકાર એ છે કે જે નિયમિતપણે ઉપયોગમાં લેવામાં આવે છે તે બધી સપાટીઓને સેનિટાઇઝ કરવી છે. સેનિટાઇઝની આ પ્રક્રિયા પણ લોકોએ કરવી જોઈએ.

image source

જાહેર આરોગ્ય આરોગ્ય સાથે સંકળાયેલા ૩૯ વર્ષના ગુજરાતી મૂળના ડોકટર દેવ ચોકસીને ન્યુયોર્ક સિટિના નવા આરોગ્ય કમિશનર તરીકે નિમવામાં આવ્યા હોવાની જાહેરાત મેયર બિલ ડી બ્લાસિઓએ કરીને શહેરમાં જોવા મળેલી કોરોનાની મહામારી દરમિયાન ડો.ચોકસીએ ભજવેલી મહત્તવની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

image source

ડોકટર ઓક્સિ બારબોટે રાજીનામું આપતા તેમની જગ્યાએ ચોકસીને જાહેર આરોગ્ય અને મેન્ટલ હાઇજીન વિભાગના વડા તરીકે નિમ્યા હતા. બ્લાસિઓએ કહ્યું હતું કે ડો.ચોકસીએ ત્યજી દીધેલા અનેક દર્દીઓની સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.’કોરોનાની મહામારી દરમિયાન ક્યારે પણ આના કરતા સારી સેવા અમે જોઇ નહતી જ્યાં તેમણે શહેરના જાહેર આરોગ્ય વિભાગનું નેતૃત્વ કરી અસાધારણ નેતૃત્વનો પરિચય આપ્યો હતો. મને ખબર છે કે તેઓ મોટો પડકાર ઉપાડવા તૈયાર છે અને તમામ માટે આ શહેર શ્રેષ્ઠ બની રહે તેવા પ્રયાસો કરશે’એમ મેયરે કહ્યું હતું.

image source

એક પત્રકાર પરિષદમાં મેયર બ્લાસિઓએ કહ્યું હતું કે ડો.ચોકસીનો એક અનોખો ઇતિહાસ છે અને એક વસાહતીના બાળક તરીકે તેઓ અનેક ક્ષમતા સાથે જન્મ્યા હતા અને પોતાની ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ કરવા ખુબ મહેનત કરી હતી. ડો.ચોકસીએ ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું કે બે પેઢીઓ પહેલા મારા દાદા ગુજરાતના એક ગામડેથી મુબંઇ ગયા હતા.પરિવારમાં તેમના પિતા અમેરિકા આવનાર પ્રથમ હતા , તેઓ બાટોન, લુઝીઆનામાં સ્થાયી થયા હતા જ્યાં ડો.ચોકસીનો જન્મ થયો હતો.

કોરોના વાયરસ માટે ડોક્ટર દ્વારા કેટલીક જણાવવામાં આવ્યા સાવધાનીના પગલાઓ:-

– સ્વચ્છ રહો અને તમારી આસ-પાસ ગંદકી ન ફેલાવા દો. આશરે ૨૦ સેકન્ડ સુધી સાબુથી સારી રીતે હાથ સાફ કરો.

– ૧ લીટર ગરમ પાણીમાં મુસ્તા, પર્પટ, ઉશીર અને ચંદન જેવી વસ્તુઓ ભેળવીને બોટલમાં રાખી લો અને તરસ લાગે ત્યારે પીવો.

– આંખ, નાક કે મોઢા પર હાથ લગાવ્યા બાદ તુરંત હાથ ધોવો.

image source

– રોગી વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચો.

– ઉધરસ કે છીંકતા સમય પર મોઢા પર હાથ જરૂર રાખો. ત્યારબાદ સાબુથી હાથને સારી રીતે ધોઈલો.

– જાહેર સ્થળ અને કાર્ય સ્થળ સિવાય બહાર ફરતા સમયે મોઢા પર N-95 માસ્ક જરૂર પહેરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત