સપનામાં શનિદેવના દર્શન થાય તો આ લોકોને એટલો થાય છે લાભ કે ના પૂછો વાત, જ્યારે આ લોકોને તો..

શનિદેવને બીજા બધા જ ગ્રહોથી વધારે શક્તિશાળી અન્ર પ્રભાવક માનવામાં આવે છે.

image source

તે મનુષ્યને પોતાના કર્મ પ્રમાણે ફળ આપે છે અને પ્રકોપ કરતાં પણ અચકાતા નથી. જીવનમાં સુખ અને સમૃદ્ધિ જોતી હોય તો શનિદેવના પ્રકોપથી બચીને રહેવું તેવું માનવામાં આવે છે, આ કારણોસર માનવી શનિદેવથી ખૂબ ડરે છે. ચાલો આજે તમને જણાવીએ કે શનિદેવના સપના તમારા જીવન ઉપર શું પ્રભાવ પાડે છે.

૧. તમને માલામાલ કરી શકે છે શનિદેવના સપના

image source

શનિદેવને બધા ગ્રહોમાં ન્યાયધીશનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમને ન્યાય અને કર્મનો હિસાબ રાખનાર માનવામાં આવે છે, આ વર્ષે શનિ જયંતી ૨૨ મેના રોજ આવવાની છે, શનિ જયંતીના રોજ ભક્તો દેવની કૃપા પામવા જાત જાતના ઉપાયો અજમાવતા જોવા મળે છે, પરંતુ શનિદેવ પાસે દરેકના કર્મનો હિસાબકિતબ હોય છે. તેઓ જેનાથી પ્રસન્ન થાય છે તેમને અલગ પ્રકારના શુભ સંકેતો આપી પોતાની કૃપા વરસાવે છે. એ સંકેતોમાંથી એક છે શનિદેવના સપના.

૨. સપનામાં શનિ મહારાજ અલગ અલગ સ્વરૂપમાં દેખાય છે.

image source

શનિ મહારાજની એક નહીં પણ ઘણા વિવિધ પ્રકારના વાહનો હોય છે, તે સપનામાં અલગ અલગ વાહન ઉપર આવે છે અને દરેકનો ભિન્ન અર્થ થાય છે. દરેક વાહન પોતાની સાથે કઈક સંકેત લાવે છે.

૩. જો સપનામાં શનિ મહારાજ હાથી ઉપર સવાર થઈ ને આવે

image source

શનિદેવ જો સપનામાં હાથી ઉપર સવાર થઈને આવે તો એ સપનાંને ઉતમ ફળદાયી માનવામાં આવે છે, સાડાસાતી દરમ્યાન જો સપનામાં શનિ મહારાજ હાથી સાથે દેખાય તો સમજી લો કે તમારું ભાગ્ય બદલાઈ ગયું. એવું માનવામાં આવે છે કે હાથી ઉપર શનિ દેવ પુષ્કળ ધન લઈને આવે છે. હાથી ઉપર સવાર શનિ દેવ લક્ષ્મી લઈને આવે છે.

૪. જો શનિ મહારાજ મોર ઉપર બેસીને દેખા દે

image source

સપનામાં મોર ઉપર આવેલા શનિ દેવ તેમની સાથે શુભ સમાચાર લાવે છે. સાડાસાતી દરમ્યાન મોર ઉપર સવાર થઈ શનિદેવ જો તમારા સપનામાં પધારે તો સમજો તમને દરેક તરફથી સારા સમાચાર મળશે.

૫. જો શનિ મહારાજ ભેંસ ઉપર દેખાય

image source

સંબંધમાં શનિ મહારાજ અને યમ બંને ભાઈઓ થાય છે એ કારણે શનિ દેવ ક્યારેક ભેંસ ઉપર સવાર થાય છે, જ્યોતિષ શસ્ત્રોને અનુસાર જો શનિદેવ ભેંસ ઉપર દેખાય તો કર્મ અનુસાર મિશ્ર ફળ આપે છે, ક્યારેક ખુશી ક્યારેક ગમ.

૬. કાગડા ઉપર જો આવે શનિ દેવ

image source

જો કોઈને સપનામાં કાગડા ઉપર બેઠેલા શનિ દેવ દેખાય તો સમજો એના જીવનમાં હવે બધુ અશુભ જ થવાનું છે, તે વ્યક્તિના સુખ, શાંતિ, માનપાન હણાય જશે.

૭. ગીધ ઉપર જો આવે શનિ દેવ

image source

જો કોઈને સપનામાં શનિ મહરાજ ગીધ ઉપર દેખાય તો એ બહુ મોટું અપશુકન ગણાય છે. તે વ્યક્તિના જીવનમાં કોઈ મોટો શોક આવશે એ નિશ્ચિત છે. જો એવું સપનું આવે તો શાંતિના ઉપાય કરવા જોઈએ.

૮. ગધેડા ઉપર જો દેખાય જો શનિ દેવ

image source

જો શનિ દેવ તમને ગધેડા ઉપર બેઠેલા દેખાય તો એને મારક યોગ ગણવામાં આવે છે, બધા ઉપાયો કરવા જોઈએ.

source : Navbharat

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત