લોકડાઉનમાં દારૂની દુકાન ખુલતા જ લોકો ગટગટાવી ગયા આટલો બધો દારુ, અને બની ગયો એક નવો રેકોર્ડ

4 દિવસમાં ભારતના આ રાજ્યના લોકો પી ગયા 600 કરોડનો દારૂ – બની ગયો એક નવો જ રેકોર્ડ

image source

લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકારે ઘણા બધા રાજ્યોમાં કે જ્યાં દારૂબંદી નથી ત્યાં દારૂના વિતરણની મંજૂરી આપી છે. જેથી કરીને જે તે રાજ્યો પોતાની આવક ફરી શરૂ કરી શકે. તમને જણાવી દઈએ કે દારૂ પર દીલ્લી સરકારે 70 ટકા જેટલો કર લાદ્યો છે જેથી કરીને લોકે દારૂ ઓછો પીવે અને સરકારની આવકમાં પણ વધારો થાય.

લોકડાઉન દરમિયાન જેવી જ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી કે તરત જ દારૂની દુકાનો આગળ લાંબી લાંબી લાઈનો લાગી ગઈ અને આ રીતે લોકડાઉનના અત્યંત મહત્ત્વના નિયમ એવા સોશિયલ ડિસ્ટન્સિંગના ચીથડા ઉડી ગયા. જેના કારણે કેટલાક રાજ્યોમાં તો દારૂની દુકાનો પણ બંધ કરવી પડી હતી અને કેટલાક રાજ્યોએ પોતાના નિયમો પણ બદલવા પડ્યા હતા.

image source

આ દરમિયાન દારૂના વેચાણમાં અધધ વધારો જોવા મળ્યો છે. ગયા ચાર દિવસોમાં જ તેલંગાણાના લોકોએ 600 કરોડો રૂપિયાનો દારૂ પી લીધો છે. લગભગ દોઢ મહિનાના લોકડાઉન બાદ દારૂની દુકાનો ખોલવામાં આવી તો દારૂ પ્રેમીઓનું દારૂની દુકાનો પર જાણે મોજું જ ફરી વળ્યું. લોકોએ દારૂની એટલી ખરીદી કરી કે દારૂના વેચાણનો એક નવો જ રેકોર્ડ બનાવી દીધો.

મળેલી માહીતી પ્રમાણે તેલંગાણામાં 6 મેના રોજ 72.5, 7 મેના રોજ 188.2, 8 મેના રોજ 190.47 અને 9 મેના રોજ 149 કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું છે. એવું પણ કેહવામાં આવી રહ્યું છે કે બીજા રાજ્યોની સરખામણીએ તેલંગાણામાં દારુના ભાવ પણ ખૂબ ઓછા છે. આજ કારણસર અહીં દારૂનું વેચાણ વધારે જોવા મળ્યું છે. બીજી બાજુ આંધ્ર પ્રદેશમાં દારૂને 75 ટકા મોંઘો કરવામાં આવ્યો છે. આ બાબતે આંધ્ર પ્રદેશ સરકારનું કહેવું છે કે દારૂના ભાવ એટલા માટે વધારવામાં આવ્યા છે કે જેનાથી લોકો દારૂની આદત છોડી શકે. સરકારનું કહેવું છે કે આવનારા પાંચ વર્ષમાં રાજ્યને દારૂ મુક્ત બનાવવામાં આવશે.

image source

તેલંગાણામાં દારૂનું વેચાણ વધવા પાછળ એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે લોકોનું એવું માનવું છે કે લોકડાઉન હજુ પણ લંબાઈ શકે છે. તેવામાં લોકોને દારૂની કમી ન વર્તાય તે માટે અત્યારથી જ સ્ટોક કરવા લાગ્યા છે. તાજેતરમાં દારૂના વેપારીઓએ 450 કરોડ રૂપિયાનો સ્ટોક મંગાવ્યો જે થોડાક સમયમાં પુરો થઈ ગયો. સામાન્ય દિવસોમાં આટલા દારૂનું વેચાણ 10-12 દિવસમાં થતું હોય છે.

image source

લોકડાઉન દરમિયાન દારૂની છૂટ મળવાના બીજા-ત્રીજા દિવસે જ સમગ્ર દેશમાં વિવિધ પ્રકારની ઘટનાઓ ઘટી હતી જેની વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. કેટલીક વિડિયોમાં બે દારૂડિયા ઝઘડતા જોવા મળ્યા હતા તો કેટલીક વિડિયોમાં દારૂ પીને વાહન ચલાવવાના કારણે થયેલા અકસ્માતો પણ જોવા મળ્યા હતા. દારૂની દુકાનો ખોલવાની મંજુરી બાદ દેશમાં કોઈ હકારાત્મક અસર તો જોવા મળી જ નથી. ઉલટાનું સોશિયલ ડિસ્ટન્સિંગ કે જે હાલના સંજોગોમાં અતિ અનિવાર્ય છે તેની સદંતર અવગણના જોવા મળી હતી.

Source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત