આખા ભારતમાં સૌ પ્રથમ વખત અ’વાદમાં શરૂ થયું ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ, કારમાં બેસીને જ 5 મિનિટમાં થઈ જાય RT-PCR ટેસ્ટ

હાલમાં અમદાવાદમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. કાલે જ 2200થી વધારે લોકોને કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. ત્યારે સરકારે પણ જરૂરી પલગા લીધા છે અને કોરોનાને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. એ જ અરસામાં અમદાવાદમાં વધારે એક નવી વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે દેશમાં પહેલીવાર અમદાવાદ શહેરમાં આજે બુધવારથી જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે કે જેની ચારેકોર પ્રશંસા કરવામાં આવી રહી છે.

આ પ્રોસેસમાં એ જ રીતે ટેસ્ટ કરવામાં આવે છે કે જેમ લોકો જે રીતે ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં લાઈનો લાગે છે એને ઓછી કરવા માટે શરૂ કરવામાં આવેલા આ કલેક્શન સેન્ટરમાં સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા માટે પહોંચી ગયા હતા જેના ફોટો અને વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

image source

જો આ આખી પ્રોસેસની વાત કરવામાં આવે તો ટેસ્ટ કરાવવા આવનારા લોકોએ સૌથી પહેલા લેબ દ્વારા આપવામાં આવેલા મોબાઈલમાં QR કોડ સ્કેન કર્યો હતો. મોબાઈલમાં સ્કેન કર્યા બાદ તેમની તમામ માહિતી સાથે રજિસ્ટ્રેશન કર્યા બાદ કાર અંદર કલેક્શન સેન્ટર પર આવી હતી. કારમાંથી નીચે ઊતર્યા વગર જ શંકાસ્પદ વ્યક્તિનાં સેમ્પલ PPE કિટ પહેરેલી વ્યક્તિએ લીધાં હતાં.

જો કેટલીક ભીડ હતી એ વિશે વાત કરવામાં આવે તો સવાર 8 વાગ્યાથી 50 જેટલી ગાડીમાં લોકો ટેસ્ટ કરાવવા પહોંચી ગયા હતા. માત્ર 5 મિનિટમાં જ સેમ્પલ આપી લોકો પરત ફરતા હતા. ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરી દ્વારા 10 જેટલાં કલેક્શન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. ઉપરાંત વોકિંગ ટેસ્ટ સેન્ટર પણ ઊભાં કરવામાં આવ્યાં છે, જ્યાં લોકો જાતે આવી લાઈનમાં આવીને ટેસ્ટ કરાવતા હતા.

image source

આ પદ્ધતિ વિશે વાત કરતાં ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીના ડાયરેક્ટર ડો. સંદીપ શાહે વાત કરી હતી કે લેબોરેટરીમાં લોકોની લાઈનો લાગતી હતી, જેથી ડો. રાજીવ ગુપ્તાએ લાઈનો ઓછી કરવા માટે ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવે, એના માટે ન્યૂબર્ગ સુપ્રાટેક લેબ સાથે સુફલામ સોફ્ટવેરના માધ્યમથી આખું કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવ્યુ છે.

આ સુવિધામાં કેટલી સારી વાત કહેવાય છે કે લોકો અહીં આવીને અથવા ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે. માત્ર 5થી 10 મિનિટમાં જ તેમનાં સેમ્પલ કલેક્ટ કરી લેવામાં આવે છે. સમય પણ બચે અને સેફ્ટી પણ વધારે છે. જો આ ડ્રાઈવના નિયમો વિશે વાત કરીએ તો આ ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટનો સેમ્પલ આપવા માટેનો સમય દરરોજ સવારે 8.00 વાગ્યાથી રાતના 8.00 વાગ્યા સુધીનો રહેશે.

image source

તમારે પણ લાભ લેવો હોય તો જાણી લો આ વાત

આ સેવાનો ઉપયોગ કરવા માટે ડ્રાઈવ થ્રુની એન્ટ્રી વખતે લોકો તેમના મોબાઈલ ફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધણી કરાવી શકશે. એકવાર તમારી નોંધણી થઈ જાય એટલે તેનો ટોકન જનરેટ થશે, જે કલેક્શન સેન્ટર ખાતે બતાવવાનો રહેશે. ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ માટે 5 કલેક્શન સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યાં છે, જ્યાં લોકો તેમના RT-PCR ટેસ્ટના સેમ્પલ તેમની કારમાં બેઠાં બેઠાં જ આરામથી મિનિટોમાં આપી શકશે..

image source

સૈથી મોટો સવાલ લોકોને એ થતો હશે કે કેટલા સમયમાં રિપોર્ટ આવી જાય તો જણાવી દઈએ કે ટેસ્ટ અંગેનો રિપોર્ટ 24થી 36 કલાક પછી વ્હોટ્સએપ, એસએમએસ અથવા ઈ-મેલ દ્વારા સરળતાથી મેળવી શકાય છે. ખર્ચ વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં ‌આવ્યા મુજબ, આ પરીક્ષણનો ખર્ચ રૂપિયા 800 રહેશે. જેમાં પણ ડ્રાઈવ થ્રુ RT-PCR પરીક્ષણ અંગેનાં નાણાંની ચુકવણી ઓનલાઈન અને રોકડથી સ્થળ પર જ કરી શકશે.

image source

સારી સુવિધા એ પણ છે કે ટેસ્ટ માટે આવનારી વ્યક્તિઓ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી આવશ્યક નથી, ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ માટે પ્રાઈવેટ કેબથી પણ આવી શકાય છે. આ અનોખી પહેલથી ઝડપી સેવા અને સગવડ મેળવનારા શારીરિક રીતે વિકલાંગ, વૃદ્ધ અને માંદા દર્દીઓ લેબોરેટરીમાં લાઈનમાં રાહ જોયા વિના ઝડપથી ટેસ્ટના નમૂના આપી શકશે. હવે આ ટેસ્ટના આખા દેશમાં વખાણ કરવામાં આવી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે વાહ વાહ શું વાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!