આ રિક્ષામાં 5 લોકો થઈ શકે છે સવાર પરંતુ તેમ છતાં જળવાય છે સામાજિક અંતર

જ્યારથી દેશમાં કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારથી સરકાર અને આરોગ્ય વિભાગ એક જ વાત કરી રહ્યું છે કે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે સતર્કતા, સ્વચ્છતા અને સામાજિક અંતર.

image source

કારણ કે આ રોગની કોઈ દવા હજુ સુધી શોધી શકાય નથી. તેથી આ રોગનું સંક્રમણ લાગતું અટકે તે વાત પર જ ધ્યાન આપવું જરૂરી થાય છે. એટલા માટે જ તો દેશમાં વડાપ્રધાન મોદીએ પહેલા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું અને ત્યારબાદ જરૂર જણાતા લોકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે. જો હે હાલ લોકડાઉનનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે તેવામાં આજે પણ વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી અને લોકડાઉન અંગે ચર્ચા કરી હતી.

image source

જો કે લોકડાઉનમાંથી લોકોને મુક્તિ મળશે કે કેમ તે તો હવે 3 મેના રોજ જ ખબર પડશે પરંતુ જો લોકડાઉમાંથી મુક્તિ મળે તો પણ લોકોએ આગામી થોડા સમય સુધી તો સામાજિક અંતર જાળવવું પડશે. આ વાતનું ઉદાહરણ અત્યારથી જ એક રિક્ષા ચાલકે પુરું પાડ્યું છે. આ રિક્ષા ચાલકની સતર્કતાના વખાણ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશભરમાં થઈ રહ્યા છે. આ રિક્ષા ચાલકની ચતુરાઈ અને સતર્કતાનો વીડિયો સૌથી પહેલા ટ્વીટર પર આનંદ મહિન્દ્રાએ શેર કર્યો હતો.

આનંદ મહિદ્રાએ જે રિક્ષાનો વીડિયો શેર કર્યો છે તેમાં જોઈ શકાય છે કે ઈ-રિક્ષામાં લોકો વચ્ચે અંતર જળવાય તે માટે કેવા ફેરફાર રિક્ષા ચાલકે કર્યા છે. આ રિક્ષામાં પણ રિક્ષા ચાલક સહિત 5 લોકો બેસી શકે છે પરંતુ ખાસ વાત એ છે કે બેસવાની વ્યવસ્થા એવી છે કે લોકો એકબીજાના સંપર્કમાં આવે જ નહીં.

image source

રિક્ષામાં સામાજિક અંતર જળવાઈ તે માટે રિક્ષા ચાલકે કરેલા ફેરફારના વખાણ આનંદ મહિન્દ્રાએ કર્યા છે એ સાથે જ આ વ્યક્તિને નોકરી પણ ઓફર કરી છે. તેમણે આ વ્યક્તિની નિમણૂક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમમાં સલાહકાર તરીકે કરવાની વાત પણ કરી છે.