જલદી જાણી લો આ ખુશખબર, Driving License બનાવનાર લોકોને થશે હવે આ મોટો ફાયદો, જાણી લો જલદી કામની વાત

ડ્રાઇવિંગ લાઇસન્સ માટ RTOમાં શનિ-રવિવારે પણ લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ? જાણો વિગત

ડ્રાઇવિંગ લાઇસન્સ ન બનાવવા પર ભારે નુકસાન થઈ શકે છે. તો જાણીએ આ રાજ્યોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જોડાયેલા નિયમોમાં કેટલો ફેરફાર થયો. દિલ્હી પરિવહન વિભાગે 13 RTOમાં રવિવારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની સુવિધા શરૂ કરી છે. તેનો લાભ એ લોકોને મળશે જેમને રવિવારે જ રજા હોય છે.

image source

ડ્રાઈવિંગ લાયસન્સને બનાવવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે તમે જાણો જ છો. તમે પણ આવી મુશ્કેલીઓ અનુભવી હશે. ડ્રાઈવિંગ લાયસન્સ બનાવડાવતી સમયે હવે તમને રાહત મળી શકે છે. દિલ્હીમાં તમે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવડાવવા ઈચ્છઓ છો તો તમારે તેને માટે રજા લેવી પડશે નહીં કેમકે દિલ્હી સરકારે નવા આદેશ બાદ હવે તમને રવિવારે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની સુવિધા આપી છે. તો જાણો તમને શું ફાયદો થશે.

નવો મોટર વ્હિકલ એક્ટ (New motor vehicle act) લાગૂ થયા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence) વગર વાહન ચલાવવા પર મોટો દંડ થઈ શકે છે. એવામાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ગૂમ થઈ ગયું હોય, એક્સપાયર (મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય) કે પછી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવ્યું જ નથી તો આ કામ તમારે ફટાફટ કરી લેવું જોઈએ.

image source

કારણ કે અનેક રાજ્ય જેવા કે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમો હળવા કરવામાં આવ્યા છે. આમ છતાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી બનાવતા તો તમને મોટો દંડ થઈ શકે છે. તો જાણીએ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમમમાં કેટલો ફેરફાર કરવામાં આવ્યો છે.

13 આરટીઓ ઓફિસમાં થશે ડ્રાઈવિંગ ટેસ્ટ

દિલ્હી પરિવહન વિભાગની 13 આરટીઓ ઓફિસમાં તમે રવિવારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. સરકારના આ નિર્ણયથી એ લોકોને ફાયદો થશે જેમને ફક્ત રવિવારે જ રજા મળે છે. હવે આ લોકો રવિવારે પોતાનો ડ્રાઈવિંગ ટેસ્ટનો સ્લોટ બુક કરી શકશે.

image source

લોકોની સુવિધા માટે લેવાયો નિર્ણય

દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે ડ્રાઈવિંગ લાયસન્સના અરજદારોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. તેઓએ કહ્યું કે રવિવારે ડ્રાઈવિંગ ટેસ્ટના સિવાય આરટીઓમાં કોઈ સુવિધા ચાલુ રહેશે નહીં.

RTO ઓફિસના કર્મચારીઓને આ દિવસે મળશે રજા

મંત્રીએ એમ પણ કહ્યું કે જે કર્મચારીઓ રવિવારના દિવસે આરટીઓ ઓફિસમાં કામ કરશે તેઓ સોમવારે રજા લેશે. જે લોકો રવિવારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા ઈચ્છે છે તેઓએ ઓનલાઈન રીતે પોતાનો સ્લોટ બુક કરાવવાનો રહેશે. અહીં આપને એમ પણ જણાવવામાં આવે છે કે જે લોકો સોમવારે સ્લોટ બુક કરાવે છે તેઓ આ દિવસે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકે છે. તેના માટે વૈકલ્પિક નિરિક્ષક અને કર્મચારીઓની નિમણૂક કરાશે. આ નિયમ હાલમાં ફક્ત દિલ્હી માટે લાગૂ કરાયો છે જલ્દી જ તેને અન્ય રાજ્યોમાં પણ લાગૂ કરવામાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

image source

ઑફલાઇન અને ઑનલાઇન બનાવો ડ્રાઇવિંગ લાઇસન્સ: આ રાજ્યોમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ઑનલાઇન અને ઑફલાઈન બંને રીતે બનાવી શકો છો. જો તમે ઑફલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માંગો છો તો તમારે શહેરમાં આવેલી આરટીઓ ઓફિસમાં જવું પડશે. ઑનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટ તમારે રાજ્ય પરિવહન વિભાગ અથવા કેન્દ્ર પરિવહન મંત્રાલયની વેબસાઈટ પર જઈને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવાની રહેશે.

દિલ્હીમાં નવી RTO ખોલવામાં આવી: દિલ્હી અને એનસીઆરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે વધી રહેલી ભીડને જોતા કેજરીવાલ સરકારે ચાર નવી આરટીઓ ઑફિસ શરૂ કરી છે. અહીં તમે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકો છો તેમજ તમારું જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ પણ કરાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!