પરિવારથી અલગ પડી ગયો છે આ વેપારી, પોતાના પરિવારને એક કરવા જાણો કેટલા રૂપિયાની કરી ઓફર

આપણે કોરોના વાયરસના લીધે લોકડાઉનમાં સતત લોકોને પોતાના ઘર સુધી પહોચવાના પ્રયત્ન વિષે સાંભળી રહ્યા છીએ. આવો જ એક અન્ય મામલો સામે આવ્યો છે પરંતુ આ થોડોક અલગ મામલો છે. કેરળના રહેવાસી દુબઈના એક બિઝનેસ મેનએ ત્યાના લોકોને ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપવાની વાત કહી દીધી છે જે તમિલનાડુ અને કર્ણાટકમાં ફસાયેલ તેમની પત્ની અને બે બાળકોને મળવામાં મદદ કરે છે.

image source

એક સમયે તો એવું પણ થયું કે, સંયુક્ત અરબ અમીરાતમાં રાસાયણિક વ્યવસાય કરનાર કે.આર શ્રીકુમાર તેમને એરલિફ્ટ કરવા માટે એક હેલીકોપ્ટર ભાડે લેવા માટે તૈયાર હતા અને એક વિમાન કંપની સાથે લગભગ ૧૦ લાખ રૂપિયામાં ડીલ નક્કી કરી લીધી હતી. પરંતુ અધિકારીઓએ તેમને આm કરવાથી અટકાવી દીધા. પોતાના બધા પ્રયત્નો પછી પણ તેઓ અસફળ થઈ ગયા તો તેમણે ૫ મેના રોજ ફેસબુક પર એક અસામાન્ય ઘોષણા કરતા પોસ્ટ કરી. આ પોસ્ટ કરતા લખે છે કે, ‘જે પણ મારા પરિવારને કેરળ પરત લાવવામાં મદદ કરશે, તે વ્યક્તિને તેઓ ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપવાનો દાવો કરી શકે છે. આ પ્રસ્તાવ ૧૨ મેની મધ્ય રાત્રી સુધી માન્ય છે. તેમણે દુબઈથી હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું છે. પરંતુ તેમણે ભાર આપતા કહે છે કે, આ યોગ્ય માધ્યમથી થવું જોઈએ.

image source

તેમણે કહ્યું છે કે, મારો મોટો દીકરો તમિલનાડુમાં તિરુચિરાપલ્લીમાં સીએનો અભ્યાસ કરી રહ્યો છે અને પત્ની અને સૌથી નાના દીકરો કર્ણાટકના મેંગલુરુંમાં રહે છે. હું ઈચ્છું છું કે, તેઓ કેરળમાં અલાપ્પુઝામાં મારા ઘરમાં એકસાથે રહે. મેં મારા બધા પ્રયત્નો કર્યા પરંતુ કોઈ ફાયદો થયો નથી. જો કોઈ પણ સુરક્ષિત રીતે તેમને પાછા લાવી શકે છે તો આ ધનરાશી તે વ્યક્તિને આપવા માટે તૈયાર છું. તેમણે કહ્યું છે કે, તેમના મોટા દીકરાએ તિરુચિરાપલ્લીથી ૧૫ હજાર રૂપિયા ચૂકવી દીધા પછી એક કેબ બુક કરવાનો પ્રયત્નો કર્યો, પરંતુ કાર ક્યારેય ચાલી નહી અને પૈસા વ્યર્થ થઈ ગયા.

image source

તેમનું કહેવું છે કે, મેં કેરળ અને તમિલનાડુ એમ બન્ને રાજ્યના કેટલાક સરકારી અધોકરીઓ અને રાજનેતાઓ સાથે વાત કરી. બધાએ મદદ કરવાનો વાયદો કર્યો પણ તેઓએ કઈ જ કર્યું નહી. તેમણે કહ્યું કે, મેં પોતાની સોશિયલ મીડિયા વોલ પર આ પ્રસ્તાવ રાખ્યો, ‘તેઓનું કહેવું છે કે, પોસ્ટ કર્યા પછી કેટલાક શુભચિંતકો અને મિત્રોએ તેમને ફોન કર્યો. તેઓનું કહેવું છે કે, આ કોઈ પબ્લિસિટી સ્ટંટ હતો નહી પણ પોતાના પરિવારના સભ્યોને ફરીથી મળવવા માટે એક નિરાશ પિતાનો પ્રયત્ન હતો.’

આપને જણાવીએ કે, ભારતમાં લોકડાઉન ચાલુ જ છે કેમ કે, અહિયાં કોરોના વાયરસ સંક્રમણની ઝડપ હજી પણ એટલી જ છે, લોકડાઉનના ત્રીજા ચરણનો પ્રથમ અઠવાડિયું પૂરું થવાનું છે, પણ કોરોના વાયરસના મામલાઓમાં હજી સુધી સંતોષકારક ઓછપ જોવા નથી મળી રહી. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના ૩૩૨૦ નવા કેસ સામે આવ્યા છે અને ૯૫ વ્યક્તિઓએ કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે પોતાના જીવ ગુમાવી દીધા છે.

image source

શનિવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, આખા દેશમાં નોવેલ કોરોના વાયરસના કેસ વધીને અંદાજીત ૬૦ હજાર એટલે કે ૫૯૬૬૨ કેસ થઈ ગયા છે અને કોવિડ-19ના અત્યાર સુધી ૧૯૮૧ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવી દીધા છે. કોરોના વાયરસના સંક્રમણના કુલ ૫૯૬૬૨ કેસો માંથી ૩૯૮૩૪ કેસ એક્ટીવ છે, ત્યાં જ ૧૭૮૪૭ વ્યક્તિઓને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે કે પછી તેઓ સ્વસ્થ થઈ ગયા છે.

કોરોના વાયરસ સંક્રમણ અત્યાર સુધીમાં સૌથી વધુ ૭૩૧ વ્યક્તિઓના મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. અહિયાં હવે કોરોના વાયરસ સંક્રમણની મહામારીના દર્દીઓની સંખ્યા ૧૯૦૬૩ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત