દુબઈમાં રહેતા પતિએ લુણાવાડાની મહિલાને ત્રણ વખત તલાક કહીને આપી દીધા છુટાછેડા, પત્ની પોલીસ સ્ટેશન જઈને બોલી- મારું અને મારા બાળકોનું શું?

તલાક, ત્રણ તલાક, બહુવિવાહ મુસ્લિમ પર્સનલ લો, હિન્દુ કોડ બિલ અને યૂનિફોર્મ સિવિલ કોડ આ શબ્દો એક સમયે લોકોના કાનમાં ખુબ ગૂંજી રહ્યા હતા. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે બધાને વિચારવા મજબૂર કરી દીધા છે. તો આવો જાણીએ કે આ કિસ્સામાં શું ખાસ છે. મહીસાગરના લુણાવાડાની મહિલાને દુબઇ રહેતા પતિએ ત્રિપલ તલાક આપી દીધાનો કિસ્સો હાલમાં ચારેય બાજુ ચર્ચાઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે લઘુમતી મહિલાને લુણાવાડાના દુબઇ રહેતા પતિએ પત્નીને ફોન પર જ ત્રિપલ તલાક આપ્યા છે.

image source

પતિ ફોન પર ત્રણ વખત તલાક, તલાક અને તલાક બોલી ગયો અને છૂટાછેડા લઈ લીધા છે. હવે પત્ની માટે આ આકરું થઈ ગયું છે. વિગતે વાત કરીએ તો દુબઇ રહેતા પતિ તોસિફખાન બીસ્મીલ્લાખાને લુણાવાડામાં રહેતી પત્ની ને ફોન પર ટ્રિપલ તલાક આપ્યા છે. તલાક આપતા મહિલા પોતાના બાળક સાથે પિતાના ઘરે આવી ગઈ છે. તલાક આપતા લઘુમતી મહિલાએ મહિલા પોલીસ મથકે અરજી આપી છે. મહિલા બાળક સાથે પિતાના ઘરે આવીને કહી રહી છે કે, હવે હું જાઉં તો ક્યાં જાઉં. તેમણે તો ત્યાં બેઠા બેઠા લગ્ન તોડી નાંખ્યા. હવે મારુ અને મારા પુત્રનું શું? ભરણપોષણ કેમ કરવું. આવા અનેક સવાલો થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં વસનારા જુદા જુદા સમુહો વચ્ચે લગ્ન, છુટાછેડા ઉત્તરાધિકારના શુ નિયમ છે. દેશમાં શુ કોઈ વ્યક્તિ પોતાની કઝીન(પિતરાઈ બહેન) સાથે લગ્ન કરી શકે છે. શુ કોઈ મામા પોતાની ભાણી સાથે લગ્ન કરી શકે છે. પુત્રીઓના પોતાના પિતાની મિલકતમાં અધિકાર છે ? તલાકની ચર્ચા પર પહોંચતા પહેલા આપણે એ જાણવુ પડશે કે ઈસ્લામમાં લગ્નનો કૉન્સ્પેટ શુ છે ? ઈસ્લામમાં લગ્ન જન્મ જન્માંતરનુ બંધન નથી હોતુ. પણ એક પાકી સમજૂતી (સિવિલ કોંટ્રેક્ટ) હોય છે જે એક પુરૂષ અને એક સ્રીની પરસ્પર સહમતિથી પછી યોગ્યતા પામે છે. ઈસ્લામે પતિ પત્નીને આ કોંટ્રેક્ટને ભજવવા માટે હજારો સલાહ આપી છે. મતલબ તેને તોડવાની ના પાડી છે.

આ સાથે જ વાત કરીએ તો ઈસ્લામી શરીઅતમાં તેની ભરપૂર કોશિશ કરવામાં આવી છે કે સ્ત્રી અને પુરૂષ જ્યારે એક વાર રિશ્ત-એ-નિકાહમાં જોડાય જાય તો એક ખાનદાન બનાવે અને અંતિમ સમય સુધી તેને કાયમ રાખવાની પૂરી કોશિશ કરે. કુરાને નિકાહને મીસાક-એ-ગલીઝ (મજબૂત સમજૂતી) કરાર આપ્યો છે. પણ જીંદગીના સફરમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. નરમ ગરમ પરિસ્થિતિ પેદા થતી રહે છે અને ક્યારેક ક્યારેક એવા પણ હાલત ઉભા થઈ જાય છે કે નિબાહના તમામ રસ્તા બંધ થઈ જાય છે તો આવી સ્થિતિમાં ઈસ્લામે શાદી (કોંટ્રેક્ટ)ને તોડવાની મંજૂરી આપી છે પણ સખત તાકીદ સાથે કે જ્યારે સાથે સાથે રહેવાની બિલકુલ કોઈ આશા ન બચી હોય ત્યારે લગ્ન તોડવામાં આવે. તેથી ઈસ્લામમાં સારા કાર્યોમાં તલાકને સૌથી ખરાબ કામ કહેવામાં આવ્યુ છે.

image source

કયા કિસ્સામાં લગ્ન તોડી શકાય એના વિશે વાત કરીએ તો, જ્યારે મિયા બીબી એવુ સમજે છે કે ઈખતિલાફાત (મતબેદ-ઝગડા) એટલા થઈ ગયા છે કે સાથે રહેવુ અશક્ય છે તો તેમને જુદા થવાની છૂટ છે. પણ તેમા પહેલા તેમણે પોતાના ખાનદાનએ આ મતભેદ વિશે બતાડવુ પડશે. મિયા બીવી બંનેના ખાનદાનમંથી એક એક હકમ (પંચ) પસંદ કરવામાં આવે તો હમદર્દ અને ખૈરખાહ હો. જેનો અસલી હેતુ ઝગડો ખતમ કરવાનો હોય છતા પણ વાત ન બને તો જુદા થવું પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત