દૂધીનો ઓળો – બાળકોને રીંગણનો ઓળો પસંદ નથી તો હવે દૂધીનો ઓળો બનાવો અને આનંદ માણો પરિવાર સાથે..

દૂધીનો ઓળો:-

• રોજ એકના એક શાકભાજી ખાઈને કંટાળીએ ત્યારે ઘણીવાર બધાને એવું મન થાય કે આજે તો હોટલમાં બનેએવું પંજાબી સબ્જી મળી જાય તો મજા પડી જાય.અને એમાં પણ દૂધી નું શાક પંજાબી સ્ટાઇલ માં મળી જાય તો મજા પડી જાય. તો તમે બધાયે રીંગણ નો ઓળો તો ટેસ્ટ કર્યો જ હશે પણ આજે હું દૂધીનો ઓળો ની રેસિપી લઈને આવી છું. જે લોકો ને દૂધી નું શાક પસંદ નથી એ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો જોઈએ દૂધી નો ઓળો કેવી રીતે બનાવવો..

• સામગ્રી :-

  • • 500 ગ્રામ સમારેલી દૂધી
  • • પાણી (દૂધી ને બાફવા)

• ગ્રેવી માટે –

  • • 3 ચમચી તેલ
  • • ½ ચમચી રાઈ
  • • ½ ચમચી જીરું
  • • ચપટી હિંગ
  • • 4 ડુંગળી ઝીણી સમારેલી (1 મોટો બાઉલ)
  • • આદું, મરચાં અને લસણની પેસ્ટ
  • • 3 ઝીણા સમારેલા ટામેટાં

• વઘાર કરવા માટે –

  • • 2 ચમચી તેલ
  • • ½ ચમચી જીરું
  • • ½ ચમચી હળદર
  • • 1 ચમચી લાલ મરચું પાવડર
  • • 1 ચમચી ધાણાજીરું પાવડર
  • • મીઠું ટેસ્ટ પ્રમાણ
  • • ½ ચમચી ગરમ મસાલો

• રીત :-

સ્ટેપ 1 :-

સૌપ્રથમ દૂધીની છાલ ઉતારીને એને સમારી લેવી.

સ્ટેપ 2 :- સમારેલી દૂધીને કુકરમાં 3 સીટી વગાડી બાફી દો.

સ્ટેપ 3: –

દૂધી બફાઈ જાય ત્યારે ઠંડી થવા દઈને મેસ કરી લો.

સ્ટેપ 4:-

હવે એક નોનસ્ટિક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરો.

સ્ટેપ 5:-

તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે ત્યારે એમાં જીરું અને હિંગ નાખો.

સ્ટેપ 6:-

ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ઠોડું મીઠું નાખીને સાતળી લેવી.

સ્ટેપ 7 :-

આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવી.

સ્ટેપ 8:-

હવે ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી અને 7 મિનીટ સુધી કુક થવા દો.

સ્ટેપ 9:-

હવે એમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું,સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લઈશું.અને મેશ કરેલી દૂધી ઉમેરી મિક્સ કરીશું અને તેલ છૂટે ત્યાં સુધી કુક થવા દઈશું.

સ્ટેપ 10:-

તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી એવો દૂધીનો ઓળો. સવિઁગ બાઉલમાં સવૅ કરી લઈશું.

આઈહોપ તમને મારી આ રેસિપી ગમી હશે.

નોંધ:-

આદું, લસણ અને મરચાં ની પેસ્ટને તમે પ્લસ,માઈનસ કરી શકો છો.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.