અમદાવાદના આ વિદ્યાર્થીએ દૂધમાં થતી મિલાવટ અને ચોરીના સોલ્યુશનનો આખરે શોધી કાઢ્યો રસ્તો, જાણી લો જલદી તમે પણ

બનાસડેરીને દૂધમાં થતી મિલાવટ અને ચોરીની સમસ્યાનો અમદાવાદના વિદ્યાર્થીએ આપ્યો ઉકેલ, શોધ્યું જોરદાર ડિવાઈસ

દૂધ એ એક એવું કુદરતી ખાદ્ય પદાર્થ છે કે જેમાં સરળતાથી ભેળસેળ કરી શકાય છે. કેટલાક હોંશિયાર લોકો દૂધમાં એકસાથે એકથી વધારે પદાર્થો કે રસાયણોનો સુમેળ કરી ભેળસેળ કરે છે અને તેની દૂધમાં ચકાસણી મુશ્કેલ બનાવે છે. તાજેતરનાં વર્ષોમાં કેટલાક નવીન તત્વો-રસાયણોની દૂધમાં ભેળસેળ કરવામાં આવી હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમના પરીક્ષણ માટેની અસરકારક પદ્ધતિઓ શોધાયેલ નથી, તેથી આવા કિસ્સાઓમાં ભેળસેળ ની પરખ ખાતરીપૂર્વક થઈ શકતી નથી.

image source

એન્જીનીયરીંગના વિદ્યાર્થી મિહિર પંડ્યાએ જીઓ સેફ ડિવાઇસ તૈયાર કરીને લાખો લિટર દુધમાં થતી ચોરી અને મિલાવટને અટકાવી છે. મિહીરએ સ્ટાર્ટ અપ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીની મદદથી જીઓ સેફ ડિવાઇસ તૈયાર કર્યુ છે. દુધમાં થતી મિલાવટ અને ચોરીના સોલ્યુશનો વિકલ્પ અમદાવાદના વિદ્યાર્થીઓ શોધી કાઢ્યો છે. જેમાં તેણે એવુ ડિવાઇસ તૈયાર કર્યુ છે જેનાથી દુઘની ચોરી અને મિલાવટ થતા રોકી શકે છે. સાથે સાથે ONGCમાં પણ પંપની પ્રોડક્ટિવીટી વધારવાનો વિકલ્પ પણ તૈયાર કર્યો છે. ત્યારે શું છે આ ડિવાઇસ અને હાલમાં ક્યા તેને ઇન્સ્ટોલ કરવામા આવ્યુ છે.

image source

દુધમાં થતી મિલાવટ અને ચોરીના સોલ્યુશનો વિકલ્પ શોધનાર અમદાવાદના વિદ્યાર્થીનું નામ મિહીર પંડ્યા છે. જેઓએ જીઓ સેફ ડિવાઇસ તૈયાર કરીને લાખો લિટર દુધમાં થતી ચોરી અને મિલાવટને અટકાવી છે. મિહીર એક એન્જીનિયરિંગના વિદ્યાર્થી હતાં અને તેઓએ સ્ટાર્ટ અપ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીની મદદથી જીઓ સેફ ડિવાઇસ તૈયાર કર્યુ છે. જીઓ સેફ ડિવાઇસને દુધના ટેન્કરની કેપમાં ફીટ કરવામા આવે છે અને એક ડિવાઇસ ટ્રકની ડેસબોર્ડ પર મુકવામાં આવે છે. જેનાથી ટેન્કરનું લોકેશન ટ્રેક કરી શકાય છે.

ઉપરાંત જો કોઇ મિલાવટ કે ચોરી કરવા માટે કેપને ઓપન કરે એટલે સર્વરમાં એલાર્મ વાગે છે અને તેમાં મિલાવટ થતી રોકી શકાય છે. ટ્રેડિશ્નલી ટેકનિક 100 ટકા કારગત નથી. ત્યારે બનાસ ડેરીનો મંતવ્ય પુછ્યા બાદ આ પ્રકારનું ડિવાઇસ બનાવવાની પ્રેરણા મીહીરને મળી અને તેઓએ આ ડિવાઇસ તૈયાર કર્યુ છે..હાલમા બનાસ ડેરીના 500થી વધુ ટ્રક્સમાં આ ડિવાઇસ ફીટ કરવામા આવ્યુ છે.બનાસ ડેરી ઉપરાંત પણ ઓએનજીસી સાથે મિહીર કામ કરી રહ્યા છે.

image source

ઓએનજીસી દ્વારા રિમોટ એરિયામાં શક્કર રોટ પંપ કે જે જમીનમાંથી ઓઇલ કાઢે છે.. આ પંપ ચાલુ છે કે બંધ છે તે જોવા માટે કંપનીના એમ્પલોઇએ પર્સનલી વિઝીટ કરવી પડે છે જેમાં નાણા અને સમયનો બગાડ થાય છે ત્યારે પરંતુ આ ડિવાઇસ લગાવવાથી પંપના વોલ્ટેજ, કરન્ટ, પાવર કન્ઝમ્પશન કેટલુ છે ઉપરાંત પંપ ચાલુ છે કે નહી તે જાણી શકાય છે અને તેવી પ્રોડક્વીટીવી વધારી શકાય છે.હાલ તો મીહીર દ્વારા વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરવામા આવ્યા છે અને બનાસ ડેરીએ પણ 500થી વધુ ટ્રકોમાં આ ડિવાઇસ ઇન્સટોલ કરાવ્યુ છે ત્યારે આગામી સમયમાં ઓઇલ કંપનીઓ પણ જો આ પ્રકારના ડિવાઇસ નંખાવે તો ચોરી થતી અટકી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!