કોરોના વેક્સિનમાં ડુક્કરનું માંસ અને નપુંસકનો મેસેજ આવ્યો હોય તો ખાસ વાંચો, ICMRના પૂર્વ ચીફે કર્યો ખુલાસો

હાલમાં ભારતમાં કોરોનાની બે રસીને મંજૂરી છે અને સાથે સાથે જ લોકોમાં રાહત દેખાઈ રહી છે. પણ એક તરફ નેતાઓ અને બીજા લોકો કોરોના રસીને આડી અવળી વાતો કરી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે લોકોમાં સારા સમાચાર જાય એ પણ એટલું જ મહત્વનું છે. ત્યારે આવા સમયે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના પૂર્વ ચીફ ડૉ. આર. ગંગાખેડકરેએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં કોરોનાની જે 2 વેક્સિનને પરવાનગી આપવામાં આવી છે, તેમાં પૉર્ક એટલે કે ડુક્કરનું માંસ નથી અને સ્પષ્ટ કહ્યું કે જરાય નથી. એક વાતચીતમાં તેમણે આ અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી એવું કહ્યું અને આવી અફવાઓ પાયાવિહોણી અને બકવાસ છે એવું કહ્યું હતું.

image source

ડૉ. આર. ગંગાખેડકર કોરોનાથી જંગમાં એક મોટો ચહેરો રહ્યા છે. લૉકડાઉન દરમિયાન ડૉ. ગંગાખેડકર કોરોનાથી જોડાયેલી અપડેટ સતત આપ્યા કરતા હતા, ત્યારથી જ લોકો વચ્ચે તે ભારે ફેમસ થઈ ગયા છે અને લોકો તેના નિવેદનનું પાલન પણ કરતા રહે છે. ડૉ. આર. ગંગાખેડકરે વેક્સિન અને લોકોના ભ્રમ વિશે વાત કરી હતી કે કોરોના વેક્સિનથી જોડાયેલા સોશિયલ મીડિયા મેસેજો સાચા છે કે ખોટા એની તપાસ કર્યા વગર આગળ કોઈને પણ ફોરવર્ડ ન કરવા. ડૉ. આર. ગંગાખેડકરે કહ્યું કે, લોકોએ એ સમજવાની ખાસ જરૂર છે કે આ વેક્સિનને મંજૂરી આપવા માટે એક સિસ્ટમ બની છે. આના પર સંપૂર્ણ રીતે વિચાર કર્યા બાદ જ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.

image source

ડોક્ટરે કહ્યું કે વેક્સિનને લેવાની ના પાડનારા લોકોએ એક વખત શાંતિથી વિચારવું જોઇએ કે આનું નુકસાન ફક્ત તેમને જ નહીં, પરંતુ તેમના પરિવારે પણ ભોગવવું પડી શકે છે. તેમના સંબંધીઓ અને દોસ્ત પણ મુશ્કેલીમાં મુકાઈ જાય તો નક્કી ના કહેવાય. આગળ વાત કરતાં ડોક્ટરે કહ્યું કે હાલમાં કુલ સંખ્યા વિશે વાત કરીએ તો દુનિયાભરમાં લગભગ એક કરોડ લોકોને વેક્સિન લીધી છે પરંતુ આનાથી અત્યાર સુધી કોઈનું મોત થયું હોય એવા કિસ્સા સામે નથી આવ્યાં. કેટલાક લોકોને મુશ્કેલી જરૂર થઈ છે, પરંતુ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો એ પણ એક સત્ય હકીકત છે. જો લોકો આ જ ઘટનાને યાદ રાખે છે તો તેમને મુશ્કેલી થશે.

image source

આ બધાની સાથે જ ઈન્ટરનેટની જનતાને પણ અપીલ કરી કે જો તમારી પાસે આવો કોઈ શંકાસ્પદ મેસેજ આવે છે તો તમે કોરોના હેલ્પલાઇન પર ફોન કરીને આની હકીકતની તપાસ કરાવી શકો છો અને પછી તમને લાગે તો જ તેને ફોરવર્ડ કરવો જોઈએ. કોઈ જગ્યાએ એવી વાત સામે નથી આવી કે વેક્સિનમાં પૉર્કના અંશ છે, આ બિલકુલ ખોટી વાત છે. આ બંને વેક્સિનમાં આવી કોઈ ચીજ નથી.

image source

આગળ વાત કરતાં અને નપુંસકતાથી જોડાયેલી વાતને અફવા ગણાવી ડોક્ટરે કહ્યું કે એક એવી પણ અફવા ચાલી રહી છે કે વેક્સિન લેનારા લોકો નપુંસક થઈ જશે, પરંતુ આવો દાવો કરનાર પાસે કોઈ જ આધાર પુરાવો નથી અને આ કારણે કોઈ નપુંસક નહીં થાય. ICMRના પૂર્વ ચીફે કહ્યું અત્યારે ઇમરજન્સી જેવી સ્થિતિ છે. આ કારણે લોકોને ખોટી અને ડરામણી માહિતી આપવા કરતાં સાચી અને પોઝિટીવ વાતો ફેલાવવા વિનંતી કરી હતી.

image source

આ સાથે જ એક મોટો ખુલાસો થયો એના વિશે વાત કરીએ તો કોરોના વાયરસને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વાયરસ જે તે વ્યક્તિમાંથી નિકળ્યા બાદ હવામાં તરતો રહીને લોકોને સંક્રમિત કરી રહ્યો હોવાની વાત સામે આવતા ફફટાટ મચી ગયો છે. એક સભ્યાસમાં આ બાબત હાથ ધરવામાં આવી હતી અને ખુલાસો કરવામાં આવ્યો હતો.

image source

આ અભ્યાસમાં હોસ્પિટલોમાં તૈયાર કરવામાં આવેલા કોરોના વોર્ડ્સમાં રહેલી હવામાં કોરોના વાયરસના સેમ્પલ મળ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ખુલ્લામાં તરતા આ કણ 2 કલાકથી વધારે સમય સુધી હવામાં જ ટકી રહે છે. જોકે એસિમ્પ્ટોમૈટિક એટલે લક્ષણો વગરના દર્દીના મામલામાં ખતરો થોડો ઓછો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તો એના કારણે એ પણ એક વાત લોકોને ફફડાટ મચાવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત