2020માં ગુજરાતમાં બની એક નવી જ ઘટના, અહીં કન્યા વરરાજાને ત્યાં પહોંચી ગઇ જાન લઇને, કારણ જાણીને તમે પણ….

2020 તો એકથી એક અનોખી ચડિયાતી ઘટનાઓ આપણને સાંભળવા મળી છે. ત્યારે હજુ પણ એક ઘટના સામે આવી છે અને ભારે ચર્ચામાં આવી રહી છે. કારણ કે આ કેસ લગ્ન સાથે જોડાયેલ છે અને એમાં પણ લગ્નમાં એવી અનોખી રીત જોવા મળી કે આખું ગામ ચોંકી ગયુ છે. સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં વરરાજો કન્યાના ઘરે જાન લઇને પરણવા માટે જાય છે અને આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. ત્યારે આદિવાસી સમાજની એક પરંપરા એક દમ અલગ છે. ત્યાં કન્યા વરરાજાના ઘરે લગ્ન કરવા માટે જાન લઇને આવે છે.

image source

જો વિગતે વાત કરીએ તો આવી અનોખી પરંપરા વર્ષોથી ત્યાં ચાલી આવે છે. પરંતુ વર્તમાન સમયમાં આ પરંપરા લૂપ્ત થઇ રહી છે. ત્યારે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં બે આદિવાસી ડૉક્ટર ભાઈઓએ પોતાના લગ્નમાં આ પરંપરાને જીવંત કરી છે. બંને ભાઈઓના લગ્ન દરિમયાન કોરોનાની મહામારી વચ્ચે સામાજિક અંતર માસ્કના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

image source

તો આવો જાણીએ કે આવું કોણે કરી બતાવ્યું છે. તો વર્ષો જૂની પરંપરાને જીવંત કરનાર ડૉક્ટરનું નામ છે ધીરુ જાદવ. રિપોર્ટ અનુસાર વાત કરીએ તો મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાદડવેરા ગામના માની ફળિયામાં ડૉક્ટર ધીરુ જાદવ પરિવારના સભ્યોની સાથે રહે છે. મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો ડૉક્ટર ધીરુ જાદવ તુતખેડાના PHC સેન્ટરમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના ભાઈ ધરમપુર તાલુકાની હેલ્થ કચેરીમાં RBSK મેડીકલ ઓફિસર તેરીકે ફરજ બજાવી છે.

image source

લગ્ન વિશેની વાત કરવામાં આવે તો બંને ભાઈને લગ્ન ખાનપુર અને ભેસદરા PHC સેન્ટરની હેલ્થ વર્કર કાજલ માહલા અને પંગારબારીની Msc લતાની સાથે થયા નક્કી થયા હતા. લગ્નમાં ડૉક્ટર ધીરુ જાદવને જૂની પરંપરા યાદ આવી અને તેમને આ પરંપરાને જીવંત કરીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પછી વડીલોની પાસેથી આ જૂની પરંપરાની તમામ માહિતી મેળવીને જૂની પરંપરા અનુસાર લગ્ન કરવાનું મન બનાવી લીધું. જેથી બંને ડૉક્ટર ભાઈના ઘરે કન્યા જાન લઇને પરણવા માટે આવી હતી. ત્યારબાદ તમામ વિધિ વિધાન અનુસાર બંને ભાઈઓના લગ્ન સંપન્ન થયા હતા.

image source

બધી જ વાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે લગ્ન પ્રસંગ યોજાયો હોવાના કારણે સામાજિક અંતર અને માસ્કના નિયમોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જો આ લગ્ન વિશે ડૉક્ટરના દાદા સકારામભાઈએ જણાવ્યું હતું એની વાત કરીએ તો તેણે કહ્યું હતું કે-આદિવસી સમાજમાં આગાઉ કન્યા વરના ઘરે પરણવા માટે જતી હતી.

image source

છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા બંધ થઇ ગઈ હતી. પરંતુ આજે ડૉક્ટર પૌત્રોના લગ્નમાં આ પરંપરા ફરીથી જીવંત થતા અમને તેમના પર ખૂબ ગર્વ છે. એ જ રીતે આ બાબતે ધરમપુર આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષો પહેલાની આ પરંપરા ધીમે-ધીમે ભૂલાઈ ગઈ હતી. સાદડવેરાના બે તબીબી ભાઈના ઘરે કન્યા પરણવા આવી તેનાથી ફરીથી આ પરંપરા જીવંત થઇ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત