લેબનાનના બેરૂતમાં બ્લાસ્ટના કારણે થયું મોટું નુકસાન, જુઓ દુલ્હના ફોટોશૂટનો વાયરલ વીડિયો

લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે અચાનક થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 137 લોકોના મોત નીપજ્યા છે અને સાથે જ 5000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સંખ્યા હજુ પણ વધે તેવી શક્યતાઓ રાખવામાં આવી રહી છે. આ બ્લાસ્ટ બેરૂત બંદરગાહ પાસે વેયરહાઉસમાં થયો હતો. તેમાં 2500 કિલોથી વધારે એમોનિયમ નાઈટ્રેટ રાખવામાં આવ્યું હતું.

image source

બ્લાસ્ટ બાદ સોશ્યિલ મીડિયા પર અનેક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં લોકો દ્વારા અલગ અલગ જગ્યા અને એન્ગલથી આ વીડિયોમાં બ્લાસ્ટની તીવ્રતા બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક વીડિયો એવો પણ જે ખાસ અને ઝડપથી શેર થઈ રહ્યો છે.

image source

જી હા આ વીડિયોમમાં જોઈ શકાય છે કે એક દુલ્હન બ્લાસ્ટ પહેલાં સફેદ ગાઉનમાં પોતાનું પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવી રહી છે અને અચાનક આ બ્લાસ્ટનો અવાજ આવે છે અને તેના શોક વેવની જેમ બધું જ વિખેરાઈ જાય છે. બ્લાસ્ટ અને તેમાંથી નીકળેલી લહેરો એટલી તીવ્ર હોય છે કે કેમેરામેન સહિત અનેક લોકો ઘણા દૂર જઈને ફંગોળાઈને પડે છે. આ વીડિયોમાં બ્લાસ્ટના કારણે જે અફરાતફરકી મચી છે તેનો માહોલ સાફ રીતે જોઈ શકાય છે.

અત્યારે બ્લાસ્ટની જગ્યા સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે અને બચાવનું કામ શરૂ કરવા માટે સેના કાર્ય કરી રહી છે. 2750 કિલોના અમોનિયમ નાઈટ્રેટથી થયેલા બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેના કારણે આસપાસના મકાન, સડકો, હોસ્પિટલ અને ગાડીઓ પણ નુકસાન પામી હતી. એટલું જ નહીં આ બ્લાસ્ટનો અવાજ પણ 250 કિમી દૂર સાયપ્રસમાં સંભળાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત