દુનિયાના આ દેશોમાં માસિક ધર્મ સાથે જોડાયેલી માન્યતાઓ વિશે જાણીને તમારો પણ છૂટી જશે પરસેવો

વિશ્વના આ દેશોમાં માસિક ધર્મ સાથે જોડાયેલી માન્યતા સાંભળીને આત્મા પણ કંપી ઉઠશે

image source

માસિક સ્રાવ અથવા મહાવારી કહેવતો આ સમય દરેક સ્ત્રીના જીવન ચક્રનો એક મહત્વનો ભાગ ગણાય છે, જે નિર્ધારિત સમય પછી સ્ત્રીના જીવનમાં આવતો જ રહે છે. આ પીડામાંથી દરેક સ્ત્રીએ પસાર થવું જ પડે છે. વર્તમાન સમયમાં માસિકને લઈને હવે લોકો ખુલીને વાતો કરતા થયા છે. જો કે આજે પણ એવા ઘણા બધા દેશ છે અને એમની માન્યતાઓ છે જેને સમર્થન આપવામાં આવે છે. શું તમે જાણો છો કે અલગ અલગ દેશોમાં મહિલાઓએ કઈ કઈ માન્યતાઓમાંથી પસાર થવું પડે છે. તો આજના આર્ટીકલમાં અમે આપને આ વિશે જણાવી રહ્યા છીએ.

ઈઝરાઈલ

image source

જો ઇઝરાઇલની વાત કરીએ તો અહી જ્યારે કોઈ છોકરી પહેલી વાર માસિક ધર્મમાં આવે છે, તો એના ગાલ પર થપ્પડ મારવામાં આવે છે. આ પાછળ માન્યતા એવી છે કે માસિકમાં પ્રવેશ કરવા પર છોકરીને થપ્પડ મારવામાં આવશે, જેથી એના ગાલ પર દરેક સમયે લાલાશ રહશે અને એ હંમેશા સુંદર લાગશે. ઇઝરાઇલમાં માસિકને લઈને એવી મૂંઝવણ છે કે માસિક સ્રાવમાંથી પસાર થતી કોઈ છોકરી અથવા સ્ત્રી આ સમય દરમિયાન ગરમ પાણીથી નહાય છે, તો તેને રક્તસ્ત્રાવની સમસ્યા વધારે થાય છે.

ભારત

image source

ઉલ્લેખનીય છે કે ભારતમાં જ્યારે માસિકની વાત આવે છે ત્યારે મહિલાઓ રસોડામાં પ્રવેશ કરી સકતી નથી, રસોઈમાં પ્રવેશ કરી સકતી નથી, વડીલોને સ્પર્શ કરી સકતી નથી, અથાણાંને સ્પર્શ કરી સકતી નથી, તેમજ મંદિરોમાં દર્શન અને પ્રાથના કરવા માટે પણ જઈ સકતી નથી.

ફિલિપાઇન્સ

image source

ફિલિપાઈન્સમાં સ્ત્રીઓ જ્યારે પ્રથમ વખત માસિકમાં આવે છે. ત્યારે એ સ્ત્રીઓ એમના જ લોહીથી પોતાનો ચહેરો ધોઈ લેતી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે એમની માન્યતા મુજબ આમ કરવાથી ચહેરો સાફ થાય છે.

દક્ષિણ આફ્રિકા

દક્ષીણ આફ્રિકામાં જ્યારે કોઈ સ્ત્રી પ્રથમ વખત માસિકમાં થાય છે તો એ સ્ત્રીએ સુર્યાસ્ત સુધી પોતાના માથાને ચાદરથી ઢાંકીને રાખવાનું હોય છે. આ ત્યાની માન્યતા છે.

image source

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનમાં પણ એવી વિચિત્ર માન્યતા છે કે અહીંની મહિલાઓ માસિકના સમયગાળા દરમિયાન નહાતી જ નથી. ત્યાના લોકોનું માનવું છે કે જો આ સમયે સ્નાન કરવામાં આવે તો એમને વંધ્યત્વ ભોગવવું પડે છે.

નેપાળ

ભારતની જેમ જ નેપાળમાં પણ માસિકના સમયગાળા દરમિયાન મહિલાઓને મંદિરમાં દર્શન કરવાની મનાઈ હોય છે. આ સમય દરમિયાન તેને અશુદ્ધ માનવામાં આવે છે. અહીની માન્યતા એવી છે કે માસિકના સમયગાળા દરમિયાન તે પોતાના ઘરમાં પણ રહી નથી સકતી. એટલું જ નહી પણ આ સમય દરમિયાન તે પોતાના પરિવારના કોઈ પણ સભ્યને સ્પર્શી સકતી નથી, પછી એ એનું પોતાનું બાળક જ કેમ ન હોય.

image source

જાપાન

જાપાનની માન્યતા થોડી અલગ છે. જાપાની લોકો માને છે કે સ્ત્રીઓ જ્યારે માસીકમાંથી પસાર થતી હોય છે ત્યારે તેમના મોઢાનો સ્વાદ અસંતુલિત હોય છે. આ કરને આ સમય દરમિયાન ત્યાં જાપાનની પ્રખ્યાત વાનગી સુશી બનાવવી જોઈએ.

યુ.એસ.એ (અમેરિકા)

image source

અમેરિકામાં એવું માનવામાં આવે છે કે માસિક દરમિયાન સ્ત્રી અશુદ્ધ હોય છે, કારણ કે આ સમય દરમિયાન તે સ્નાન કરી સકતી નથી. જો કોઈ સ્ત્રી માસિકના સમયમાં પેડના બદલે ટેમ્પોનનો પ્રયોગ કરે છે, તો એનાથી એમનું હાઈમેન તૂટી જાય છે અને એમની વર્જીનીટી પણ ભંગ થાય છે. જ્યાં સુધી કોઈ સ્ત્રીને માસિક શરુ ન થાય ત્યાં સુધી એણે પોતાના વાળને પર્મ કરાવવા જોઈએ નહિ. ભારતની જેમ જ અમેરિકામાં પણ એવું માનવામાં આવે છે કે માસિક દરમિયાન કોઈ સ્ત્રી અથાણું બનાવવા વપરાયેલ શાકભાજી અથવા અથાણાને સ્પર્શે છે તો એ ખરાબ થઇ શકે છે.

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત