જોઇ લો અંદરની એક તસવીર, જે છે સુશાંત સિંહનો ડુપ્લીકેટ

અમદાવાદમાં સુશાંત સિંહ રાજપૂતનો ડૂપ્લીકેટ મળી આવ્યો

image source

સુશાંત સિંહ રાજપુતના મૃત્યુથી સમગ્ર બોલીવૂડ તેમજ આખાએ દેશ પર જાણે ઉદાસીનું વાદળ છવાઈ ગયું હતું. અને હજું પણ એ વાદળ વિખેરાયું નથી. હાલ પણ તેની આત્મહત્યાને લઈને અવનવી અટકળો સોશિયલ મિડિયા તેમજ સામાન્ય મિડિયા પર ચાલી રહી છે. અમિતાભ, અક્ષય કુમાર, કરણ જોહર વિગેરે જેવી હસ્તીઓએ તેને લાંબી ઇમોશનલ નોટ લખીને શ્રદ્ધાંજલી આપી છે.

image source

તો બીજી બાજુ આ જ બોલીવૂડના પક્ષપાતના કારણે સુશાંતનો જીવ ગયો હોવાના આક્ષેપો ચાલુ થઈ ગયા છે. હકીકત શું છે તે કોઈ જ નથી જાણતું પણ નીત નવી ધારણાઓ બાંધવામાં આવી રહી છે. એક ખેડૂતની આત્મહત્યા પર કદાચ સોશિયલ મિડિયા પર આટલી ચર્ચા નહીં થઈ હોય જેટલી સુશાંતની આત્મહત્યા પર ચાલી રહી છે.

image source

તમને જણાવી દઈએ ભારતમાં આત્મહત્યાનો મૃત્યુદર દર એક લાખ વ્યક્તિએ 10.5નો છે. અને સમગ્ર વિશ્વની વાત કરીએ તો આ દર 11.6 સુધી પહોંચે છે. લોકો નિરાશાનો ભોગ બન્યા બાદ તેમને કોઈ રસ્તો ન દેખાયા કે ન મળ્યા બાદ આ અઘરો નિર્ણય લેતા હોય છે. કોઈ ગમે તેટલો પ્રયાસ કરી લે પણ તેઓ કેવી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તે સામે વાળી વ્યક્તિ ક્યારેય અનુભવી જ ન શકે. અને માનસિક સ્વાસ્થ્યને પણ હવે શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્ત્વ આપવાની જરૂર ઉભી થઈ છે. સુશાંતની આત્મહત્યાએ ફરી એકવાર આ મુદ્દા તરફ લોકોનું ધ્યાન દોર્યું છે. જો કે આજે અમે તમારા માટે ડીપ્રેશનની વાત નથી લાવ્યા પણ સુશાંતના એક ડુપ્લીકેટની વાત લઈને આવ્યા છીએ.

image source

કોઈ પણ એક્ટર કે એક્ટ્રેસ જેવા દેખાતા લોકો આપણા જોવામાં અવારનવાર આવતા હોય છે. અમદાવાદમાં સુશાંત સિંહ રાજપૂત જેવો દેખાતો એક યુવાન રહે છે. જેનું નામ સૈઝાન શેખ છે. તે અમદાવાદમાં પાનનો ગલ્લો ચલાવે છે અને તેનો ચહેરો ઘણા અંશે સુશાંત સિંહ રાજપુત સાથે મેચ થાય છે. લોકો તેના મૂળ નામે તેને ઓછા ઓળખે છે પણ તેના સુશાંત જેવા દેખાવના કારણે વધારે ઓળખે છે. જો કે તે માત્ર સુશાંત જેવો દેખાતો નથી પણ તે સુશાંતનો ફેન પણ છે. તે સુશાંતની દરેક મૂવી થિયેટરમાં જોવે છે. અને સુશાંતના મૃત્યુથી તેને ભારે દુઃખ પહોંચ્યું છે, તે પોતાની અધૂરી રહી ગયેલી ઇચ્છા વિષે દુઃખ વ્યક્ત કરતા જણાવે છે, ‘મારી હંમેશથી ફેન તેરીકે એક ઇચ્છા હતી કે હું તેને મારા હાથનું બનાવેલું પાન ખવડાવીશ, હવે આ ઇચ્છા ક્યારેય પુરી નહીં થાય.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત