જાણો દુનિયાના આ 5 હીરાઓની કિંમત, જે એટલા બધા મોંઘા છે કે જેની કિંમત જાણીને તમને પણ લાગશે નવાઇ

હીરાને આપણે બદહ પ્રકારના રત્નોમાં શ્રેષ્ઠ માનીએ છીએ અને તેનું એક સ્પષ્ટ કારણ એ છે કે તેની કિંમત અન્ય રત્નો કરતા ક્યાંય વધુ હોય છે. વિશ્વભરમાં અનેક પ્રકારના હીરાઓ થાય છે અને તેની કિંમતો લાખો, કરોડો કે અબજો સુધીની પણ હોય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના સૌથી વધુ કિંમતી અને દુર્લભ હોય એવા હીરાઓ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જે માહિતી તમારા માટે જ્ઞાનસભર બની રહેશે.

Image Source

“પિન્ક સ્ટાર ” નામક આ હીરો દુનિયાના સૌથી દુર્લભ હીરાઓ પૈકી એક ગણાય છે. 59.6 કેરેટના આ હીરાનો આકાર ઈંડા જેવો છે. વર્ષ 2017 માં હોંગકોંગ થયેલી એક હરરાજીમાં ગુલાબી રંગનો આ હિતો 462 કરોડ રૂપિયામાં વેંચાયો હતો અને તે સૌથી મોંઘા વેંચાયેલા હીરાઓની શ્રેણીમાં એક રેકોર્ડ છે.

Image Source

આ હીરાનું નામ છે ” ઓપનહાઇમર બ્લુ ” અને તે પણ દુર્લભ હીરાઓ પૈકી એક છે. 14.62 કેરેટના આ હીરાને વર્ષ 2016 માં સ્વીત્ઝર્લેન્ડના શહેર જીનીવા ખાતે હરરાજી કરવામાં આવ્યો હતો જેમાં તે લગભગ 329 કરોડ રૂપિયામાં વેંચાયો હતો.

Image Source

“બ્લુ મૂન ” નામનો આ હીરો વર્ષ 2015 માં 315 કરોડ રૂપિયામાં વેંચાયો હતો. એક વીંટી પર જડવામાં આવેલા આ હીરાને હોંગકોંગમાં રહેતા જોસફ લૂ એ પોતાની દીકરી માટે ખરીદ્યો હતો. ત્યારબાદ તેણે આ હીરાનું નામ પોતાની દીકરીના નામ પરથી “બ્લુ મૂન ઓફ જોસેફાઇન” રાખી દીધું. આ હીરો 12.03 કેરેટનો છે.

Image Source

14.82 કેરેટનો આ હીરો દુનિયાનો સૌથી મોટા આકારનો નારંગી હીરો છે. વર્ષ 2013 માં જીનીવાના ક્રિસ્ટી હરરાજી કેન્દ્ર ખાતે આ હીરાની હરરાજી કરવામાં આવી હતી જેમાં તે 15.6 કરોડ રૂપિયા પ્રતિ કેરેટના ભાવથી વેંચાયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રતિ કેરેટના ભાવથી વેંચાયેલો આ હીરો તે સમયમાં સૌથી મોંઘી કિંમતનો હીરો હતો.

Image Source

વિશ્વના સૌથી મોટા હીરામાં ગણના પામતા “ગ્રાફ પિન્ક” ની હરરાજી વર્ષ 2010 માં થઇ હતી જેમાં તે લગભગ 300 કરોડ રૂપિયામાં વેંચાયો હતો. 27.78 કેરેટના અતિ ચમકદાર ગુલાબી રંગના આ હીરાને બ્રિટનના લોરેન્સ ગ્રાફ નામના વ્યક્તિએ ખરીદ્યો હતો અને બાદમાં તેના નામ પરથી જ આ હીરાનું નામ ગ્રાફ પિન્ક રાખવામાં આવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત