જોઇ લો આ દુર્લભ તસવીરો, જેને જોવી એ ખરેખર એક લાહવો છે…

વિશ્વની આ ઐતિહાસિક તસ્વીરો તમે ક્યારેય નહી જોઈ હોય – આ ઐતિહાસિક તસ્વીર જોવાનો ઉઠાવો લાહવો

તસ્વીરો માત્ર યાદોને જ સાંચવી નથી રાખતી, પણ તે ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરપાઓને પણ વર્ષો સુધી સાંચવી રાખે છે. આજે અમે તમને તેવી જ કેટલીકે દુર્લભ તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોવી એ ખરેખર એક લાહવો છે.

image source

1. આ તસ્વિર બે ભારતીયોને બ્રીટીશ દ્વારા 1857માં થયેલી સ્વતંત્રતાની પ્રથમ લડતમાં ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા હતા તેની છે.

image source

2. આ તસ્વીરમાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન નેહરુજી અને અમેરિકાના પ્રથમ મહિલા જેકલીન કેનેડી છે. તેઓ સપેરાને ખેલ જોઈ રહ્યા છે.

image source

3. આ તસ્વીરમાં ડો. બી.આર આંબેડકર પોતાના કુટુંબ તેમજ સાથીઓ સાથે જોઈ શકાય છે.

image source

4. રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગંધીની આ છેલ્લી તસવીર છે. તેમની સ્મશાન યાત્રા શરૂ થયા પહેલાની આ તસ્વીર છે. તમને જણાવી દઈએ કે ગાંધીજીની સ્મશાન યાત્રામાં હજારો લોકોના ટોળા તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા.

image source

5. આ એક અનમોલ તસ્વીર છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો તેમ આલ્બર્ટ આઇનસ્ટાઇન અને મહાન લેખક, કવિ તેવા નોબેલ પારિતોષના વિજેતા એવા રવિન્દ્રનાથ ટાગોર છે.

image source

6. આ તસ્વિર છે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની.

image source

7. ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની આ દુર્લભ તસ્વીર તમે જોઈ રહ્યા છો.

image source

8. આપણા માટે આલ્બર્ટ આઇન્સ્ટાઇન દંતકથાના કોઈ હીરો સમાન લાગે છે. કારણ કે તેમને આપણે ક્યારેય નરી આંખે જોઈ નથી શક્યા, તેમની ગણી ગાંઠી તસ્વીરો જ ઉપલબ્ધ છે અને હંમેશા તેમના વિષે પુસ્તકોમાં જ વાંચ્યુ છે. પણ નેહરુજીને તેમને 1949માં યુએસએના પ્રીન્સેટનમાં મળવાનો મોકો મળ્યો હતો. આ તસ્વીરમાં તમે તેમને ગોષ્ટી કરતા જોઈ શકો છો.

image source

9. ભારતના અદ ઉંચેરા સ્વતંત્રતા સેનાની કે જેમણે સમ ખાધા હતા કે તેઓ જીવતે જીવ તો બ્રીટીશરાજના હાથમાં નહીં જ આવે તેવા ચંદ્રશેખર આઝાદની આ તસ્વીર છે. આ તસ્વીર ચંદ્રશેખર આઝાદના મૃતદેહની છે.

image source

10. આ છે અત્યંત દુર્લભ તસ્વીર. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે સુભાષચંદ્ર બોઝ તાનાશાહ હીટલર સાથે હસ્તધૂનન કરી રહ્યા છે.

image source

11. આ તસ્વીર અત્યંત દુર્લભ છે. તસ્વીર છે બેન્ડિટ ક્વિન ફુલન દેવીની.

image source

12. વિતેલા જમાના દીગ્ગજ સુપરસ્ટાર્સ અને અત્યંત નજીકના મિત્રો એવા દેવ આનંદ, દીલીપકુમાર અને રાજ કપૂર એક જ ફ્રેમમાં.

image source

13. આ તસ્વીરમાં ઇન્દિરા ગાંધી પોતાના પિતા જવાહરલાલ નેહરુ અને મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લીન સાથે જોઈ શકાય છે. આ તસ્વીર 1953માં સ્વિત્ઝરલેન્ડમાં લેવામાં આવી હતી.

image source

14. આ તસ્વીર છે ઝિન્નત અમાનની જ્યારે તેણી 1970માં મિસ ઇન્ડિયાની પ્રથમ રનરઅપ બની હતી.

image source

15. આ તસ્વીર છે ભારતના પરાક્રમી સ્વતંત્ર સેનાની તેવા ભગત સિંઘ, સુખદેવ, રાજગુરુ અને તેમના સાથીઓના મૃત્યુની સજા ફરમાવતા પોસ્ટરની. જે 1930નું છે.

image source

16. ભારતની પ્રથમ ક્રિકદેટ ટીમ. 1886માં આ તસ્વિર ત્યારે લેવામાં આવી હતી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડની ટુઅર પર ગઈ હતી. આ તસ્વીરને ચોક્કસ દુર્લભ ગણાવી શકાય. તમે ભારતીય ટીમનો તે સમયનો યુનિફોર્મ પણ જોઈ શકો છો.

image source

17. આ તસ્વીરમાં સર સીવી રમન રમન ઇફેક્ટ સમજાવી રહ્યા છે. સર સીવી રમન ભારતના અને વિશ્વના જાણીતા ભૌતિકશાસ્ત્રી હતા. તેમને ભારત રત્નના ખિતાબથી પણ નવાજવામાં આવ્યા હતા.

image source

18. આ તસ્વીર બ્રીટીશ રાજમાં મુંબઈ ખાતે આવેલા રોલ્સ રોય્સ કારના શોરૂમ કે પછી ડેપોની. આજમાં અને તે વખતના ડેપો તેમજ શોરૂમ્સ વચ્ચે જમીન આકાશનો ફરક સ્પષ્ટ જોઈ શકાય છે.

image source

19. આ તસ્વીર દરેક ભારતિયને ગર્વ અપાવે તેવી છે. આ તસ્વીરમાં જે મહિલાને તમે જોઈ રહ્યા છો તે છે સરલા ઠાકરા. તેણી ભારતની પ્રથમ મહિલા પાયલટ હતા. તેણીએ માત્ર 21 વર્ષની ઉંમરમાં વિમાન ઉડાવીને પ્રથમ ભારતિય મહિલા પાયલટનો રેકોર્ડ બનાવ્યો હતો.

image source

20. 1948માં જ્યારે લેડી માઉન્ટબેટન ભારત છોડીને જઈ રહ્યા હતા તે વખતની આ તસ્વીર છે. જેમાં દેશના પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી તેમને વિદાઈ આપી રહ્યા છે.

image source

21. ઓક્સફોર્ડ યુનિવર્સિટિના કોન્વોકેશન સમારંભમાં દુનિયાની અત્યંત પ્રભાવશાળી વ્યક્તિઓ એવા રવીન્દ્રનાથ ટાગોર, ડો. સર્વપલ્લી રાધાક્રીશ્નન અને સર મોરીસ ગ્વેયર એક સાથે એક જ ફ્રેમમાં. આવી તસ્વીર ભાગ્યે જ જોવામાં આવે છે.

image source

22. અમેરિકામાં જ્યારે સ્વામિ વિવેકાદનંદ ગયા હતા તે વખતની પ્રથમ તસ્વીરોમાંની એક તસ્વીર.

image source

23. આ તસ્વીરમાં તમે સુભાષ ચંદ્ર બોઝને તેમના માતાપિતા સાથે જોઈ શકો છો.

image source

24. આ તસ્વીર છે સિકન્દરાબાદની. 1858માં અહીં 2000 બળવાખોરોના કતલ કરી નાખવામાં આવ્યા હતા. તમે તસ્વીરમાં જોઈ શકો છો અસંખ્ય હાડપીંજર આમતેમ વિખેરાયેલા પડ્યા છે.

image source

25. આ તસ્વીર તો તમારા જોવામાં ક્યારેય નહીં આવી હોય. આ ગ્લુકોઝ ડી બિસ્કિટનું પોસ્ટર છે જેમાં જાણીતા અભિનેતા ગબ્બર સિંહ એટલે કે અમઝદ ખાના હાથમાં ગ્લુકોઝ ડી બિસ્કિટનું પેકેટ લઈ તેને પ્રમોટ કરી રહ્યા છે. બ્રિટાનીયા કંપનીની આ પ્રોડક્ટ હતી.

image source

26. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની આ તસ્વીર છે, તેઓ લગભગ 30 વર્ષના હતા ત્યારે લેવામાં આવી હતી.

image source

27. આ તસ્વિરમાં તમે જોઈ શકો છો તેમ શૂટ દરમિયાન ફિલ્મ એક્ટર અનિલ કપૂર અને શ્રીદેવી ડીરેક્ટર યશ ચોપરા સાથે નિરાતની પળો પસાર કરી રહ્યા છે. આ તસ્વીર ફિલ્મ લમ્હેના શૂટિંગ દરમિયાન લેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

image source

28. આપણેને હંમેશા આપણા મોટાઓ અથવા ઘણીવાર તો આપણે પોતે પણ એક્ઝામ ટાઇમ આવે એટલે બોલતા હોઈએ છીએ કે ‘હવે તો ચોટલી બાંધીને વાંચવા બેસી જવું પડશે !’ તો આ તસ્વીર આજ વાક્યને સાર્થક બનાવી રહી છે. આ તસ્વીર 1948માં લેવામાં આવી હતી. મદ્રાસ યુનિવર્સિટિમાં એક વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો છે અને તે સુઈ ન જાય તે માટે તેણે પોતાના વાળની ચોટલીનો છેડો દિવાલ સાથેના ખૂંટા સાથે બાંધી રાખ્યો છે.

image source

29. કલકત્તાની આ તસ્વીર 1870માં લેવામાં આવી હતી. તમે જોઈ શકો છો તેમ કલકત્તા કેવું સૌમ્ય, નિર્મળ, અને લગભગ નિર્જન લાગી રહ્યું છે. આ તસ્વીર પરથી 1870 દરમિયાનના ભારતના બાકીના ભાગોની પણ કલ્પના કરી શકાય છે.

image source

30. આ તસ્વીર તે સમયની છે જ્યારે બ્રીટીશર્સ દ્વારા સુભાષ ચંદ્ર બોઝની છેલ્લી વાર ધરપકડ કરવામાં આવી હતી.

image source

31. આ તસ્વિર બહુ જુની તો નથી પણ ભાગ્યે જ જોવા મળે તેવી છે. તસ્વીરમાં શાહરુખ ખાન, સોહૈલ ખાન અને જાણીતા ક્રીકેટર કપિલ દેવ ફૂટબોલ રમી રહ્યા છે.

image source

32. 1960માં જ્યારે ભારતે પોતાનું પ્રથમ ડીજીટલ કમ્પ્યુટર (TIFRAC) લોન્ચ થયું તે સમયની આ તસ્વીર છે. તસ્વીરમાં પ્રોફેસર, આર. નરસિમ્હા અને જવાહરલાલ નેહરુને જોઈ શકાય છે.

image source

33. આ તસ્વીરમાં તમે સ્ટુડિયોમાં બેઠેલા યુવાન એ. આર. રેહમાનને જોઈ શકો છો. તેમની સાથે બોલીવૂડના જાણીતા ગાયક યસુદાસ પણ છે.

 

image source

34. ઇન્દીરા ગાંધીની આ તસ્વીર તમે ભાગ્યે જ ક્યારેય જોઈ હશે. અને તેમનો આ અવતાર પણ તમે ક્યારેય નહીં જોયો હોય. તમે આ તસ્વીરમાં ઇન્દીરા ગાંધીને ભારતીય ટ્રેડિશનલ વસ્ત્રોમાં જોઈ શકો છો. તેમણે માથે બેડુ પણ ઉચક્યું છે.

 

image source

35. ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધ ફાટી નીકળ્યું હતુ તે વખતની આ તસ્વીર છે. પાકિસ્તાનના હૂમલાથી તાજમહેલને બચાવવા માટે તાજમહેલને જ્યૂટથી ઢાંકવામાં આવ્યો હતો.

image source

36. ભારતનું ગર્વ એવા આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપી જે અબ્દુલ કલામની યુવાનીની આ તસ્વીર છે. તેમના કોલેજકાળ દરમિયાન આ તસ્વીર લેવામાં આવી હતી.

image source

37. 1970ના દાયકાની આ તસ્વીર છે. તમે જોઈ શકો છો તસ્વીરમાં યુવાન અમિતાભ અને જયા બચ્ચન છે તો તેમના માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશ રાય બચ્ચન પણ છે.

image source

38. આ તસ્વિર ક્રિકેટ ગોડ સચીન તેંડુલકરની શાળા સમયની છે. તમે આ તસ્વિરમાં બાળ સચિન તેમજ ક્રીકેટર વિનોદ કાંબલીને જોઈ શકો છો.

image source

39. આ તસ્વિર છે ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણની. તેઓને તમે આ તસ્વીરમાં એનસીસીના યુનિફોર્મમાં જોઈ શકો છો.

image source

40. 1970માં આ તસ્વીર લેવામાં આવી હતી. તસ્વીરમાં તમે રાજ કપૂર, તેમના દીકરા રણધીર કપૂર અને અભિનેત્રી રેખાને જોઈ શકો છો.

image source

41. 1980માં આ તસ્વીર લેવામાં આવી હતી. જેમાં તમે અટલ બીહારી બાજપેઈ, લાલ કૃષ્ણ અડવાણી અને એનટીઆરને અન્ય બિનકોંગ્રેસી નેતાઓ સાથે જોઈ શકો છો.

image source

42. ટાટા એમ્પાયરની ત્રણ પેઢીને તમે આ તસ્વીરમાં જોઈ શકો છો. નવલ ટાટા, રતન ટાટા અને નોએલ ટાટા.

image source

43. શાહરુખ ખાનની યુવાની અથવા કહો કે કીશોરાવસ્થાની આ તસ્વીર છે જેમાં તે પત્ની ગૌરી સાથે જોઈ શકાય છે. આ તસ્વીરમાં બન્નેએ જાણે હાલમાં જ યુવાનીના ઉંબરે પગ મુક્યો હોય તેવા લાગી રહ્યા છે.

image source

44. આ તસ્વીરમાં ઇન્દીરા ગાંધી એનટી આરને મળી રહ્યા છે. અને એનટીઆર તેમને પ્રણામ કરી રહ્યા છે અને ઇન્દીરા ગાંધી તેમને સ્મિત આપતા જોઈ શકાય છે.

image source

45. 1880ની આ તસ્વીર છે મુંબઈના ફ્લોરા ફાઉન્ટેનની. જો આ તસ્વીરની આજની તસ્વીર સાથે સરખામણી કરવા જઈએ તો ફ્લોરા ફાઉન્ટેન તો પછી જોવા મળે પહેલાં આસપાસની બહુમાળી ઇમારતો તેમજ કિડિયારાની જેમ ઉભરાતા માણસો જ જોવા મળે.

image source

46. આ તસ્વીર છે ભારતીય ક્રીકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન (કેપ્ટન કૂલ) મહેન્દ્ર સિંહ ધોનીની હાઇસ્કુલ સમયની. આ તસ્વીર સમયે ધોની 15-17 વર્ષના હશે.

image source

47. આ તસ્વીરની મધ્ચયમાં દેખાતા કીશોરને તમે ચોક્કસ ઓળખી ગયા હશો. તે છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા. આ તેમની શાળા સમયની તસ્વીર છે જે તેમણે પોતાની બાસ્કેટ બોલ ટીમ સાથે પડાવી હતી. તે વખતે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેઓ ભવિષ્યમાં વિશ્વની મહાસત્તાના રાષ્ટ્રપતિ બનવાના છે.

image source

48. આવી તસ્વીર આપણને ભાગ્યે જ જોવા મળે છે. આ તસ્વીર છે તો નજીકના ભૂતકાળની જ પણ તેને રેર કહી શકાય. આ તસ્વીરમાં ક્રીકેટર સચિન તેંડુલકર, ઝાહીર ખાન, સેહવાગ અને અન્ય ક્રીકેટર્સ કોઈ પ્રાઇવેટ ફંક્શનમાં નાચી રહ્યા છે.

image source

49. આ તસ્વીર જાણવા અને માણવા જેવી છે. તસ્વીરમાં દેખાતો કીશોર આજનો સૌથી ધનવાન વ્યક્તિ એટલે કે બીલ ગેટ્સ છે. આ તસ્વીર તેમની જ્યારે ધરપકડ કરવામાં આવી તે વખતે લેવામાં આવી હતી. 1977માં તેમને ડ્રાઇવીંગ લાયસન્સ વગર કાર ચલાવતા ઝડપી લેવામાં આવ્યા હતા. અને તેઓ તસ્વીરમાં જરા પણ ઉદાસ નથી લાગતા પણ સ્મિત આપી રહ્યા છે.

image source

50. આ તસ્વિરમાં એનટીઆર પ્રજાને ચૈતન્ય યાત્રા દરમિયાન સંબોધી રહ્યા છે. તેઓ એક વાહન પર ચડ્યા છે અને તેમના હાથમાં માઇક છે. તેમની આસપાસ સેંકડો લોકોના ટોળા જોઈ શકાય છે.

image source

51. દાયકાઓથી બાળકોને હસાવતા, મનરોજંન પુરું પાડતા મિકી માઉઝ કેરેક્ટરને આ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. તમે તેનો પ્રથમ સ્કેચ આ તસ્વીરમાં જોઈ શકો છો.

image source

52. જ્યારે દેશને જરૂર પડે છે ત્યારે દેશની રાણી પણ દેશની સેવા કરવામાં પાછી નથી રહેતી. આ તસ્વીર ક્વિન એલિઝાબેથ જ્યારે બીજા વિશ્વ યુદ્ધમાં સેવા આપી રહ્યા હતા તે સમયની છે.

image source

53. 1991માં લેવાયેલી આ દુર્લભ તસ્વીર છે. બે યુવાનની તેઓ બિઝનેસ પર ચર્ચા કરી રહ્યા છે. અને આ બે યુવાન છે એપલના સ્ટીવ જોબ્સ અને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ. તેઓ કમ્પ્યુટરના ભવિષ્ય વિષે ચર્ચા કરી રહ્યા છે.

image source

54. આ તસ્વીર છે યુવાન કુસ્તીબાજ ધી ગ્રેટ ખલીની.

image source

55. ભારતીય ક્રીકેટ કપ્તાન કપિલ દેવ અને તેમની સાથે ભારતના પૂર્વ મહિલા વડાપ્રથાન ઇન્દીરા ગાંધી. તેમના હાથમાં કપ છે.

image source

56. 1880માં જ્યારે એફિલ ટાવરનું નિર્માણ થઈ રહ્યું હતું તે વખતની આ તસ્વીર છે. તમે જોઈ શકો છો તેમ હજુ તો તેના પાયાનું જ નિર્માણ થયું હતું. આજે ઘણા બધા લોકોના બકેટ લીસ્ટમાં એફિલ ટાવરની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.

image source

57. અમેરિકાને હચમચાવી નાખનાર ઓસામા બિન લાદેનની આ તસ્વીર છે. એક જુડો પ્રેક્ટિસ બાદ આ તસ્વીર લેવામાં આવી હતી.

image source

58. ભારતીય ક્રીકેટ ટીમની આ તસ્વીર 1994માં લેવામાં આવી હતી. ક્રીકેટર કપિલ દેવ અને અઝરુદ્દીન ટેબલ પર ચડીને નાચી રહ્યા છે જ્યારે બીજા બધા ક્રીકેટર્સ તેમને ચીયર કરી રહ્યા છે.

image source

59. આ તસ્વીર 1970ના દાયકામાં લેવામાં આવી હતી. આ તસ્વીરમાં ઓસામા બીન લાદેન પોતાના ફેમિલિ સાથે છે. જમણેથી બીજી વ્યક્તિ જે ગ્રીન શર્ટમાં જોઈ શકાય છે તે ઓસામા બિન લાદેન છે. આ તસ્વીર પડાવતી વખતે તસ્વીરમાંની કોઈ વ્યક્તિને તેમના ભવિષ્યમાં શું ધરબાયેલું છે તેનો અંદાજો નહીં હોય.

image source

60. 1910માં આ તસ્વીર લેવામાંઆવી હતી. આ એક શાહિ લગ્ન દરમિયાન લેવામાં આવેલી તસ્વીર છે. એચ.એચ યુવરાજ શ્રી શ્રી કાન્તીરાવ નરસીંહરાજા વોડિયારના યુવારાણી કેમ્પુ ચેલુવમ્મન્નીયોવરુ ઉર્સના મૈસુર ખાતે યોજાયેલા ભવ્ય લગ્નની આ દુર્લભ તસ્વીર છે.

source : wirally

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત