દુશ્મન દેશ હવે ભારત પર હુમલો કરવાનાં ખાલી સપના જ જોશે, દેશમાં બનશે એવું યુદ્ધ હથિયાર કે આકાશમાંથી જ..

દુશ્મન દેશ હવે ભારત પર હુમલો કરવાનાં ખાલી સપના જ જોશે, દેશમાં બનશે એવું યુદ્ધ હથિયાર કે આકાશમાંથી જ..

ભારત પાસે હવે યુદ્ધના ઘણા સાધનો વિકસી રહ્યા છે. હાલમાં જ રાફેલ વિમાન હવે ભારતની સેનામાં શામેલ થઈ ચૂક્યું છે. ત્યારે ફરી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે કોઈ નવા હથિયારની પણ જરૂર પડશે, કારણ કે હાલના સમયમાં યુદ્ધની રીત અને હથિયારો પણ બદલાયા છે. હવે પારંપરિક શસ્ત્રોની જગ્યાએ દૂરથી હુમલો કરવામાં સક્ષમ હથિયારો વિકસિત કરાઈ રહ્યાં છે, ભવિષ્યમાં યુદ્ધ અત્યાધુનિક હથિયારોની સાથે થઈ શકે તો કોઈ નવી નવાઈ નહીં, જો કે આવા સીન આપણે હોલિવૂડ અને બોલિવૂડમાં અવાર નવાર જોતા જ હોઈએ છીએ. હવે ભારત પણ આવાં હથિયારો બનાવવા જઈ રહ્યું છે, એવા હથિયાર કે જેના હુમલાથી પાડોશી દુશ્મન દેશ થરથરી ઉઠે.

કમ્યુનિકેશન સિસ્ટમ નષ્ટ કરીને દુશ્મનને પાડી દેશે નબળો

image source

દેશ માટે લેસર દ્વારા હુમલો કરવામાં સક્ષમ હથિયારો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) બનાવી રહ્યું છે. આ શસ્ત્રોને ડાયરેક્ટ એનર્જી વેપન કહેવામાં આવે છે. આ ઉપરાંત એવાં શસ્ત્રો પણ બનાવવામાં આવી રહ્યાં છે કે જે માઇક્રોવેવ કિરણોને છોડીને દુશ્મનના ઇલેક્ટ્રોનિક્સ, રેડિયો સિસ્ટમ, કમ્યુનિકેશન સિસ્ટમ, વગેરેનો નાશ કરી શકે અને માહિતી મેળવી શકે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે વાતચીતનો અભાવ અને કમાન્ડ ન મળવાની સ્થિતિમાં દુશ્મન અત્યંત નબળો પડી જાય છે, જેને કારણે તેના પર હુમલો કરવો સરળ બને છે. DEWમાં હાઈ એનર્જી લેસર અને હાઈ પાવર માઇક્રોવેવ્સ પણ સામેલ છે.

કોઈ ધૂમ ધડાકા વગર જ દુશ્મોનોનો થશે સફાયો

image source

આ હથિયારોને બનાવવા માટે ભારત સરકારે એક રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ બનાવ્યો છે, જેમાં અલગ-અલગ પ્રકારનાં DEW હથિયારો હશે, જેમની ક્ષમતા 100 કિલોવોટ પાવર હશે, એટલે એનો મતલબ એવો થયો કે આ હથિયારો દેશ માટે આશીર્વાદ સાબિત થશે. કારણ કે દુશ્મન દેશ તરફથી જો કોઈ મિસાઈલ કે ફાઈટર પ્લેન કે ડ્રોન આવતું હશે તો આ હથિયાર તેને આકાશમાં જ ભૂક્કા બોલાવી દેશે. આ પ્રોજેક્ટનું નામ ‘કાલી’ બીમ રાખવામાં આવ્યું છે. આ લેસર બીમ હુમલામાં ન તો અવાજ આવે છે કે ન કોઈ પ્રકારના ધડાકા. સાંભળવા મળે છે.ચૂપચાપ પોતાના દુશ્મન પર હુમલો કરી શકે છે અથવા તો તેને સળગાવીને નષ્ટ કરી નાખે છે.

10 વર્ષ માટે ઘડ્યો પ્લાન

image source

આ હથિયારોને તૈયાર થવામાં કેટલો સમય લાગશે એ બતાવવું હાલ ચોક્કસ માહિતી મળી રહી નથી. કેટલાક દિવસો પહેલાં ભારતે બે એન્ટી ડ્રોન બનાવ્યાં હતાં, જેની ટાર્ગેટ રેન્જ એકથી બે કિલોમીટર હતી. પરંતુ આ સ્વદેશી હથિયાર અમેરિકા, રશિયા, ચીન, જર્મની, ઇઝરાયેલની સરખામણીએ ખુબ નાનું છે. આની મદદથી એક કરતાં વધારે ડ્રોન, વાહન અથવા બોટનો નાશ કરી શકાય છે. DRDOએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી 10 વર્ષ માટે એક પ્લાન ઘડ્યો છે. પ્રથમ ફેઝમાં આ હથિયારોની રેન્જને 6-8 કિલોમીટર, પછી બીજા ફેઝમાં 20 કિલોમીટર સુધી વધારવાની તૈયારી છે.

એકલું હથિયાર જ બધા પર પડશે ભારી

image source

આ હથિયારોની વિશેષતા છે કે આનાથી દુશ્મનનું બચવું મુશ્કેલ છે. આ હથિયાર અત્યંત પાક્કું નિશાન લગાવી શકે છે. ફાયદાની વાત એ છે કે, અન્ય હથિયારોની સરખામણીએ એનો ઓપરેશન કોસ્ટ પણ ઓછો છે. એકસાથે હુમલો કરનાર અનેક લક્ષ્યાંકને એકલું એક જ લેસર હથિયાર સંભાળી શકે છે. જો વીજળીનો સપ્લાય યોગ્ય રીતે મળી રહે છે તો એને અનેક વખત ઉપયોગ કરી શકાય છે. અમેરિકાએ ઘણાં વર્ષો પહેલાં 33 કિલોવોટની લેસર ગનથી ડ્રોનને નાશ કર્યું હતું. અમેરિકાએ 300થી 500 કિલોવોટ સુધીના ડાયરેક્ટ એનર્જી વેપન્સ બનાવેલાં છે, જે ક્રૂઝ મિસાઇલો પર પણ હુમલો કરી શકે છે.

દુશ્મન દેશને ખબર પણ નહીં પડે કે હુમલો થઈ ગયો

image source

ભારતીય સેના માટે પ્રથમ ફેઝમાં 20 હાઈ પાવર ઈલેક્ટ્રોમેગ્નેટિક વેપન્સ સિસ્ટમની જરૂરિયાત થશે, જે 6થી 8 કિલોમીટર રેન્જની થશે. બીજા ફેઝમાં 15 કિલોમીટર રેન્જ ધરાવતી હાઈ પાવર ઈલેક્ટ્રોમેગ્નેટિક વેપન્સ સિસ્ટમની જરૂરિયાત પડશે. ડાયરેક્ટ એનર્જી વેપન્સ એક જ જગ્યાએ તહેનાત કરીને ઘણા કિલોમીટર દૂર સુધી હુમલો કરી શકાય છે. જેમાંથી નીકળનારાં કિરણ એ પછી લેસર હોય કે ઈલેક્ટ્રોમેગ્નેટિક કિરણો દુશ્મન પર ક્ષણભરમાં જ હુમલો કરી શકે છે. હથિયારમાંથી લેસર કિરણો નીકળતાં કોઈ અવાજ કે ધડાકો પણ થતો નથી, જેથી દુશ્મનને હુમલો થવાની ખબર પણ પડતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત