દ્વારકાના ધ્રેવાડ નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકે અલ્ટો કારને ટક્કર મારતા 3ના ઘટનાસ્થળે મોત, 1 યુવતીનું સારવારમાં મોત, કરુણ તસવીરો જોઇ શકો તો જ જોજો

દ્વારકાના ધ્રેવાડની પાસે એક ટ્રક દ્વારા અલ્ટો કારને ટક્કર મારી દેતા ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જયારે એક યુવતીનું
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી છે. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે દ્વારકા હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી પરંતુ આ
યુવતીનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન જ મૃત્યુ થઈ ગયું હતું.

image source

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ દ્વારકાની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના મૃતદેહને હોસ્પિટલમાં પીએમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અલ્ટો કારમાં મુસાફરી કરી રહેલ વ્યક્તિઓ દ્વારકાધીશના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા, જ્યાં તેમનો અકસ્માત થયો હતો. અલ્ટો કારમાં મુસાફરી કરી રહેલ વ્યક્તિઓ દ્વારકાથી દ્વારકાધીશના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા.

image source

મૃતકના નામની લિસ્ટ.:

-જૈમિન ઠાકોર (ઉ. વ. ૧૫)

-પવન સિંહ ભૂપત સિંહ

-મયુર સિંહ

-સોનલબેન રાજપૂત

ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવતા અલ્ટો કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

image source

GJ-02-BD 8462 નંબરની અલ્ટો કાર દ્વારકાથી પાછી ફરી રહી હતી ત્યારે જ ધ્રેવાડની પાસે એક ટ્રક દ્વારા જબરદસ્ત ટક્કર માતા અલ્ટો
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આસપાસના લોકો દ્વારા કારમાં ફસાયેલ લોકોને કારની બહાર કાઢવામાં આવ્યા હતા. તેમ છતાં ત્રણ
વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું, જયારે એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાના લીધે યુવતીને સારવાર માટે દ્વારકા
હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી. પરંતુ આ યુવતીનું સારવાર દરમિયાન જ મૃત્યુ થઈ ગયું હતું.

ગમખ્વાર અકસ્માત થવાના લીધે હાઇવે થયો લોહીલુહાણ.

image source

હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થવાના લીધે હાઇવે લોહીલુહાણ થઈ ગયો હતો. અલ્ટો કારમાં મુસાફરી કરી રહેલ તમામ
વ્યક્તિઓ એક જ પરિવારની હોવાનું પણ સામે આવ્યું છે. હાઇવે પર અકસ્માત થવાના લીધે હાઇવે પર ટ્રાફિક જામ થયાના દ્રશ્યો જોવા
મળ્યા હતા. જો કે, ઘટનાસ્થળે હાજર પોલીસ દ્વારા ટ્રાફિકને ક્લિયર કરાવવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં અલ્ટો કારને ઘણું બધું
નુકસાન થયું છે.

image source

હાઈ વે પર થયેલ આ અકસ્માતમાં ટ્રકની ટક્કર મારી દેવાના કારણે એક પરિવારના તમામ સભ્યોને પોતાના જીવ ગુમાવી દેવા પડ્યા હતા.
તેમજ હાઈ વે પર વેહિકલ ચલાવતા સમયે સામેથી આવી રહેલ વાહનોનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત