માસ્ક પહેરવામાં નહીં આવે તો થશે હેલમેટ વાળી, ઘરે ફોટા સાથે મોકલવામાં આવી રહ્યા છે ઇ મેમો

માસ્ક પહેરવામાં નહીં આવે તો થશે હેલમેટ વાળી – ઘરે ફોટા સાથે મોકલવામાં આવી રહ્યા છે ઇ મેમો

હવે રસ્તા પર માસ્ક પહેર્યા વગર જો વાહન ચલાવતા જોવા મળશો તો ઘરે આવશે ઇ-મેમો

image source

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તે સંજોગોમાં ઘણા બધા દેશોમાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે અને ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં પણ માસ્ક પહેરવા પર ભાર મુકવામાં આવ્યો છે અને રાજ્ય સરકારોએ પણ તેને ફરજિયાત બનાવ્યું છે. તેમ છતાં ઘણા બધા વિસ્તારોમાં લોકો માસ્ક પહેર્યા વગર જ નીકળી પડતા જોવા મળ્યા છે. અને તેમને સજા માટે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. અને રાજ્ય સરકારે તે માટે 200 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે.

રાજકોટની મહાનગર પાલીકા થોડા સમય પહેલાં માસ્ક પહેર્યા વગર ફરતી વ્યક્તિઓ પાસેથી 1000 રૂપિયા દંડ પેટે વસુલતી હતી પણ ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી જોગવાઈ પ્રમાણે હાલ તેઓ 200 રૂપિયાનો દંડ વસુલી રહ્યા છે. પણ તેના માટે અધિકારીઓએ લોકો સાથે ખૂબ માથાકૂટ કરવી પડે છે. પણ આ બધી માથાકૂટ ન થાય તે માટે રાજકોટ મનપાએ એક નવો ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે હવે તેના માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. રાજકોટ મનપાના અધિકારીઓએ હવે માસ્ક વગર બહાર નીકળતા લોકોના ફોટા પાડીને તેમના ઘરે જ ઇ મેમો મોકલી આપવાનું નક્કી કર્યું છે.

image source

આ બાબત વિષે મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલે 12મી એપ્રિલના રોજ માસ્ક બાબતેનું એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું અને તેમના માટે ચોક્કસ દંડ તરીકે 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. પણ ત્યાર બાદ સરકાર દ્વારા 200 રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો હતો માટે રાજકોટ મનપા દ્વારા 200 રૂપિયાનો દંડ માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પાસેથી વસુલવામાં આવી રહ્યો છે. મળેલી માહિતી પ્રમાણે રોજના સરેરાશ 100 લોકો માસ્ક પહેર્યા વગર પકડાય છે. આંકડાઓ પ્રમાણે 26મી મેના રોજ રાજકોટના ઇસ્ટ ઝોનમાં 32, વેસ્ટ ઝોનમાં 63 તેમજ સેન્ટ્રલ ઝોનમાં 56 લોકો માસ્ક વગર રસ્તા પર ફરતા પકડાયા હતા.

image source

પણ જ્યારે આ લોકો પાસેથી દંડ વસુલવામાં આવે છે ત્યારે તેઓ દંડ આપતા આનાકાની કરે છે. અને માથાકૂટ પણ કરે છે તો વળી ક્યારેક તો વાહન ચાલકો પાસે તેમના ખીસ્સામાં દંડ ભરવા પૂરતી રકમ પણ નહીં હોવાથી તેમને છોડી દેવા પડે છે. અને માટે જ તેમણે ઇ મેમો દ્વારા દંડ વસુલવાનું નક્કી કર્યું છે. અને આ વાતનો અમલ કરીને અત્યાર સુધીમાં માસ્ક નહીં પહેરવા બદલ 397 લોકો ના ઘરે ઇ મેમો મોકલવામાં આવ્યા છે.

સામાન્ય રીતે રાજકોટ પોલીસ સીસીટીવી કેમેરા દ્વારા તેમજ પોતાના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકનો નિયમ ભંગ કરતા વાહનચાલકો પાસેથી હેલમેટ તેમજ અન્ય બીજા દંડની વસૂલી ઇ મેમો દ્વારા કરે છે. પણ અહીં તકલીફ એ છે કે મનપાનું રાજકોટ આરટીઓ સાથે ટાઈઅપ ન હોવાથી, જે વ્યક્તિના નામે ઇ-મેમો બોલતો હોય તે વ્યક્તિ વગર વિઘ્ને પોતાનું વાહન ઇ મેમો ભર્યા વગર પણ વેચી શકે છે. માટે શક્ય છે કે લોકોને ઇ મેમોની કોઈ ખાસ અસર નથી થતી અને તે નિયમોનો ભંગ કરતા રહે છે અને ઇ મેમો આવતા રહે છે.

image source

જાહેરમાં થૂંકવા બદલ પણ ઇમેમો મોકલવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને જાહેરમાં થૂંકવા બદલ પણ દંડ નક્કી કરવામાં આવ્યો છે. તેના માટે થૂંકનાર વ્યક્તિએ 250 રૂપિયાનો દંડ ભરવો પડે છે. આ નિયમ રાજકોટના તાત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ બનાવ્યો હતો. પણ ત્યાર બાદ કોરોના વાયરસની મહામારીના કારણે હાલના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે આ દંડ વધારીને 500 કરી દીધો હતો. જોકે ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે હવે નગરપાલિક 200 રૂપિયા દંડ વસુલે છે.

image source

અત્યાર સુધીમાં રાજકોટમાં થૂંકવા બદલ લગભગ 23 લોકોને ઇ મેમો રજિસ્ટર એડીથી મોકલવામાં આવ્યા છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે થૂંક દ્વારા કોરોના વાયરસ કે બીજા અન્ય વાયરસ પણ સરળ રીતે હવામાં ભળીને બીજી વ્યક્તિને લાગી શકે છે. જો આટલી ગંભીરતા પણ લોકને ન સમજાતી હોય અને તેઓ રસ્તા પર થૂંકતા હોય તો તે ખરેખર શરમજનક બાબત કહેવાય. દંડ ફટકારીને રાજ્ય સરકારનો કે મનપાનો ઉદ્દેશ તીજોરી ભરવાનો નથી હોતો પણ લોકોને તે કૃત્ય કરતા રોકવાનો હોય છે. હવે આ ઉદ્દેશ કેટલા અંશે પૂરો થાય છે તે જોવાનું રહ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત