અચાનક ધરતી ધ્રુજવા લાગતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો

આજે રાત્રે 8 કલાક અને 12 મિનિટે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર, મોરબી સહિતના શહેરો ઉપરાંત ગુજરાતમાં પાટણ, અમદાવાદ સહિત અનેક જગ્યાઓએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.5 નોંધાઈ હતી.

image source

રાત્રિના સમયે ધરતી ધ્રુજવા લાગતા લોકોના ઘરના બારી દરવાજા ખખડી ઊઠ્યા હતા અને સાથે જ લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. અચાનક ધરતી ધ્રુજવા લાગતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે આ ભૂકંપમાં કોઈ મોટી નુકસાની કે જાનહાનિ નોંધાઈ નથી.

મહત્વપૂર્ણ છે કે વર્ષ 2001 પછી ફરી એકવાર રાજ્યભરના શહેરોમાં ધરા ધ્રુજી હતી. સાથે જ 19 વર્ષે ફરી એકવાર ભૂકંપનું કેન્દ્રબિંદૂ કચ્છના ભચાઉ નજીક આવેલા વોંઢ ગામમાં નોંધાયું હતું. કચ્છમાં આવેલો વિનાશકારી ભૂકંપ વર્ષ 2001ની 26મી જાન્યુઆરીએ સવારે 8.26 મિનિટે નોંધાયો હતો જ્યારે આજે રાત્રેના 8.12 મિનિટે ભૂકંપ આવ્યો છે. આજે આવેલા ભૂકંપથી લોકોમાં ભારે ડર જોવા મળ્યો હતો. ભૂકંપ આવી ગયા બાદ પણ લોકો થોડા સમય સુધી બહાર જ રહ્યા હતા.

image source

આજે આવેલા ભૂકંપની સૌથી વધુ અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી છે. રાજકોટ જિલ્લાના જેતપુર, વિરપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણામાં પણ આંચકા અનુભવાયા હતા. ઠેર ઠેર ભૂકંપની વાત સામે આવતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. રાજકોટ જિલ્લામાં રાત્રે 8.14 મિનિટે ભૂકંપના બે આંચકા આવ્યા હતા. જ્યારે મોરબીમાં 7થી 8 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી. જ્યારે ઉપલેટામાં એક દિવાલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

image source

રાજ્યભરના મુખ્ય શહેરોમાં નોંધાયેલા ભૂકંપની નોંધ મુખ્યમંત્રીએ લેતા ત્વરિત મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ, કચ્છ અને પાટણના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોન વાતચીત કરી સતર્ક રહેવા તાકીદ કરી હતી. આ ઉપરાંત લોકોની પરિસ્થતિની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ કલેક્ટરો સાથે વાત કરી અને જાણકારી મેળવી હતી કે આ ભૂકંપના કારણે કોઈ નુક્સાન થયું હોય તો તેની વિગતો મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે. મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલ રૂમને પણ કાર્યરત કરવા સુચના આપી હતી.

image source

રાજકોટ સિવાય જામનગર,જૂનાગઢ, ભાવનગર, મોરબીમાં પણ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. અહીં પણ બહુમાળી બિલ્ડિંગો ધ્રુજી ઊઠ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત