Site icon News Gujarat

ઈકો ફ્રેન્ડલી લગ્ન’, ઈલેક્ટ્રિક સાયકલ ઉપર જાન લઈને આવ્યો વરરાજા, માળામાં પણ રાખી તુલસીની માળા

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે લોકો લગ્નની અવનવી યાદો સાથે રાખતા હોય છે. એવામાં હાલમાં એક એવા લગ્ન યોજાયા કે જે આખા યાદ રાખવા પડશે. લગ્નની બદલતી થીમમાં આજકાલ ઈકો ફ્રેન્ડલી થીમ ઈન ફેશન ગણાવા લાગી છે. યુગલો આ થીમ પ્રમાણે લગ્ન કરીને પર્યાવરણના બચાવ માટે સહયોગ આપી રહ્યા છે. પહેલા આ ટ્રેન્ડ વિદેશમાં જ જોવા મળતો હતો. પણ હવે ધીરે ધીરે ભારતમાં પણ લોકો આ થીમ અનુસરવા લાગ્યા છે. લોકો આમંત્રણ પત્રિકાની જગ્યાએ હવે ઈ-મેલ દ્વારા આમંત્રણ આપી રહ્યા છે, લગ્નમાં ફટાકડા નથી ફોડવામાં આવતા. એમાં પણ હાલમાં કોરોના મહામારીમાં જાહેર મેળાવડા અને પ્રસંગો ઉપર કેટલાક પ્રતિબંધ મૂકી દેવાયા છે. છતાં કેટલાક યુગલો મોટા પ્રમાણમાં મહેમાનો એકઠા કરી લગ્ન કરે છે અને નિયમોને તોડે છે.

image soucre

આ બધા લોકો સામે દિલ્હીના યુગલે સમાજને નવી રાહ ચીંધી છે. વર્તમાન સમયે કલાઈમેન્ટ ચેન્જને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. લોકો આ બાબત સારી સમજી ગયા છે. જેથી દિલ્હીના કપલે ઇકો ફ્રેન્ડલી લગ્ન સમારંભ કરીને પર્યાવરણ તરફ પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો અને આ જોઈને લોકો પણ કપલના વખાણ કરી રહ્યા છે. તેમજ બધે તેની વાતો થવા લાગી છે. આદિત્ય અગ્રવાલ અને માધુરી બાલોડીનો લગ્ન સમારંભ અદ્ભુત રહ્યો હતો.

जब दूल्हा घोड़े या कार में नहीं , इलेक्ट्रिक बाइक पर आया और

જો આ કપલ વિશે વિગતે વાત કરવામાં આવે તો 32 વર્ષના વરરાજા કાર અથવા રથને બદલે યુલુ બાઇકથી જાન લઈને ગયા હતા. આ પ્રકારના લગ્ન સમારોહનો વિચાર કન્યા પક્ષ તરફથી આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. સામેનો પક્ષ સામાજિક કાર્યકર છે. બન્ટિંગ્સ અને પંડાલ સહિતની સજાવટની વસ્તુઓ પણ રિસાઇકલ અથવા ઇકો ફ્રેન્ડલી સામગ્રીમાંથી બનાવવામાં આવી હતી. સમારોહમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ પણ ટાળવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે. માત્ર ગણતરીના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તેમજ જો વિગતે વાત કરીએ તો લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. યુગલ માટે વરમાળા તુલસીના પાનથી તૈયાર થઈ હતી. સમારંભ માટે કંકોત્રી છપાવાની જગ્યાએ વોટ્સએપથી મેસેજ કરી દઈને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં ઉપસ્થિત મહેમાનોને મીઠાઈ કે ગિફ્ટના સ્થાને ફૂલ છોડના પ્લાન્ટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ પ્લાન્ટ છાપામાં વીંટીને અપાયા હતા. સામાન્ય રીતે લગ્ન પાછળ સરેરાશ 50 લાખ જેટલો ખર્ચ થાય છે, ત્યારે આ ઇકો ફ્રેન્ડલી લગ્ન માત્ર રૂ. 2 લાખમાં પૂર્ણ થઈ ગયા હતા.

પરણતી કન્યા માધુરીએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, લગ્ન એ સુખની ઉજવણી છે અને ખુશી માટે પૈસાની જરૂર હોતી નથી. મોંઘા લગ્ન એ પૈસાનો બગાડ છે. પ્રકૃતિને અનુરૂપ લગ્ન પાછળ કારણ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, અમે સાચા પ્રકૃતિપ્રેમી છીએ. વસ્તુઓ ખરીદવાને બદલે ફરીથી ઉપયોગ કરવામાં માનીએ છીએ. લગ્નનો મૂળ વિચાર એ છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ઓછો ખર્ચ કરવો અને વધુ આનંદ માણવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version