એક જ મોબાઈલ નંબરથી આખા પરિવારનું બનાવી લો પીવીસી આધાર કાર્ડ, જાણો સરળ પ્રોસેસ

હવે સરકારે અનેક લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોલિવિનાઈલ ક્લોરાઈડ એટલે કે પીવીસી કાર્ડ પર આધાર પ્રિન્ટ કરાવવાની સુવિધા આપી છે. સાદા કાગળના કાર્ડ ફાટી જાય છે કે પછી ડેમેજ થઈ જાય છે તેના કારણે પણ ક્યારેક મુશ્કેલીમાં મૂકાવવું પડે છે. યૂઆઈડીએઆઈએ જ આ સુવિધા આપી છે.

image source

જ્યારે તમે એટીએમ કાર્ડની જેમ જ તમારા આધાર કાર્ડને પ્રિન્ટ કરાવી લો છો તો તેને સાચવવાનું સરળ રહે છે અને સાથે તે પાણીથી પણ ખરાબ થતું નથી અને સાથે તૂટશે પણ નહીં. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે તમે એક જ મોબાઈલ નંબરથી પરિવારના તમામ લોકોના પીવીસી કાર્ડ બનાવડાવી શકો છો. તો જાણી લો આ માટેની પ્રોસેસ.

આટલા રૂપિયા રહેશે ચાર્જ

image source

પીવીસી આધાર કાર્ડ બનાવડાવવા માટે તમારે કાર્ડ દીઠ 50 રૂપિયાનો ચાર્જ આપવાનો રહે છે. એટલે કે તમે પરિવારના જેટલા લોકોના પીવીસી આધાર કાર્ડ બનાવડાવો છો તેટલા લોકોના કાર્ડ દીઠ 50 રૂપિયા લેખે ફી જમા કરાવવાની રહે છે. જેમકે પરિવારમાં 5 લોકો છે તો તમારે 250 રૂપિયા ભરવાના રહે છે.

આ રીતે કરો ઓનલાઈન પ્રોસેસથી એપ્લાય

image source

પીવીસી આધાર કાર્ડ બનાવવા માટે તમે ઓનલાઈન પણ એપ્લાય કરી શકો છો. આ માટે તમારે https://residentpvc.uidai.gov.in/ofder-pvcreprint પર જઈને તમારે 12 અંકનો આધાર નંબર લખવનો રહે છે. અહીં સિક્યોરિટી કોડની પણ જરૂર રહે છે અને તે તમને તમારી સ્ક્રીન પર દેખાય છે. આ પછી અહીં તમને 2 વિકલ્પ મળે છે. જેમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ન હોવાથી અને ન હોવાના વિકલ્પ પણ સામેલ છે.

image source

તેમાંથી તમે કોઈ પણ વિકલ્પની પસંદગી કરી શકો છો. જો તમે પરિવારના અન્ય સભ્યોને માટે પીવીસી આધાર કાર્ડ બનાવવા ઈચ્છો છો તો તમારે તેમના આધાર નંબર અને તમે તમારા મોબાઈલ નંબર નાંખીને તેની પર ઓટીપી મંગાવીને ઓર્ડર કરી શકો છો.

આ રીતે કરી શકાશે પેમેન્ટ

image source

આધાર નંબર, સિક્યોરિટી કોડ અને ઓટીપી નાંખીને તમે આધાર કાર્ડની ડિટેલ ખોલી શકો છો. આ પછી તેને ચેક કરો અને પછી પેમેન્ટ કરો. પેમેન્ટ માટે તમે યૂપીઆઈ, ઈન્ટરનેટ બેંકિંગ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ કર્યા બાદ તમે રસીદ ડાઉનલોડ કરી શકો છો અને સાથે રસીદ પરના 28 અંકનો નંબર સાચવીને તમે ટ્રેક કરી શકો છો કે તમારા પીવીસી કાર્ડની પ્રોસેસ કેટલી ખતમ થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!