Site icon News Gujarat

આખરે પુરુષોએ લીધી સ્ત્રીઓના કામની નોંધ, ગૃહિણીઓની આરતી ઉતારીને કર્યુ સન્માન

લોકડાઉનની હકારાત્મક અસર – નારીના સંમ્માનમાં પુરુષે ગૃહિણીની આરતી ઉતારી

image source

સમગ્ર વિશ્વની સાથે સાથે ભારત તેમજ ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીએ લોકોની ઉંઘ હરામ કરી મુકી છે. કોરોના વાયરસનો ચેપ વધારે ફેલાય નહીં તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જે 3જી મેના રોજ ખુલનાર હતું. પણ સ્થિતિમાં કોઈ જ સુધારો ન થતાં આ લોકડાઉનને સમગ્ર દેશમાં લંબાવીને 17મે સુધી કરી દેવામાં આવ્યું છે. અને ગુજરાતના અમદાવાદ શહેરમાં તો અત્યંત કડક રીતે લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક દિવસમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં અત્યંત વધારો થયો છે.

પણ આ લોકડાઉનની ઘણી બધી હકારાત્મક અસર તમને તમારી આસપાસ જોવા મળી હશે. એક તો પ્રદુષણ મુક્ત હવા થઈ છે, નદીઓ તેમજ સરોવરો નિર્મળ બન્યા છે તો ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 300 કી.મી દૂરથી હિમાલયની ગીરીમાળા દેખાવા લાગી છે. અને આ દરમિયાન આખુંએ કુટુંબ હળીમળીને એકબીજાને સપોર્ટ કરતું પણ જોવા મળ્યું છે. કામ ધંધાના કારણે હંમેશા વ્યસ્ત રહેતાં પુરુષોને ઘરે બેસવાનો વારો આવ્યો છે અને ઘરે રહીને તેમને ઘરની સ્ત્રીઓની સાચી કદર થઈ રહી છે.

image source

જે પુરુષો સામાન્ય દીવસોમાં આખો દીવસ ધંધા વ્યવસાયમાં વ્યસ્ત રહેતા તેમને લોકડાઉનના કારણે ઘરે બેસી રહેવાનો વારો આવ્યો છે અને તેઓ સંપૂર્ણ આરામ કરી રહ્યા છે. પણ બીજી બાજુ ઘરની ગૃહીણીના કામમાં ડબલ વધારો થઈ ગયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે ઘરનું કામ કરતાં લોકોને રજા આપી દેવામાં આવી છે. બાળકો આખો દિવસ ઘરમાં હોય છે, ઘરના સભ્યોની વિવિધ વેરાયટી ખાવાની ડીમાન્ડ પણ વધી ગઈ છે. અને તેના કારણે મહિલાઓને સામાન્ય દીવસો જેટલો પણ આરામ લોકડાઉન દરમિયાન નથી મળી રહ્યો અને તેમ છતાં પણ તેણી આખાએ ઘરનું સંચાલન સુવ્યવસ્થિત રીતે કરી રહી છે.

image source

હવે પુરુષોને સમજાઈ રહ્યું છે કે ઘરની સ્ત્રીઓ પર કેટ કેટલી જવાબદારીઓનો બોજો રહેલો હોય છે, ગૃહિણીએ ચોવીસે કલાક કુટુંબના સભ્યોને શું ગમે છે શું નથી ગમતું તે બધું જ ધ્યાનમાં રાખીને આખાએ ઘરમાં સંતુલન જાળવી રાખવાનું હોય છે અને આ જ સ્થિતિ ઘરમાં રહેતાં પુરુષના ધ્યાનમાં આવી રહી છે. તે વિષે સોશિયલ મિડિયા પર અવ નવી પોસ્ટ શેર કરીને સ્ત્રીઓને બિરદાવવામાં પણ આવી રહી છે. પણ સુરતમાં રહેતાં કેટલાક પુરુષો પોતાના ઘરની ગૃહીણીઓને કંઈક આ રીતે સમ્માનિત કરતાં જોવા મળ્યા છે.

image source

તેમણે પોતાની એક સાંજ ઘરની ગૃહિણીને નામ કરી હતી. અને તે સાંજે સ્ત્રીઓનું સમ્માન તેમની પુરુષો દ્વારા આરતી ઉતારીને કરવામાં આવ્યું હતું. આ ઘટના સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ગ્રીન એન્કલેવ સોસાયટીની છે. આ વિષે સોસાયટિના પ્રમુખ અમિતભાઈએ માહિતી આપી હતી કે, તેમની સોસાયટીના દરેક પુરુષે ઘરની ગૃહીણીઓને સમ્માનીત કરવાનું નક્કી કર્યું હતું. અને તે જ નિમિતે ગત રવિવારના રોજ સાંજે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને આ સમ્માન કાર્ય કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તો સોસાયટીની સ્ત્રીઓને આ બાબત વિષે જાણીને આશ્ચર્ય થયું હતું. પણ છેવટે બધા જ સમ્મત થયા અને સોસાયટીના પુરુષોએ પોતાના ઘરની ગૃહીણીઓને સમ્માનિત કરતાં આરતી ઉતારી હતી. માત્ર સુરતની આ સોસાયટી જ નહીં પણ દેશની દરેક ગૃહીણી આ સમ્માનને હકદાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version