એકવાર કોરોના થયા પછી બિન્દાસ ફરવાની જરૂર નથી, બસ આટલા દિવસ જ ટકશે તમારા શરીરમાં એન્ટીબોડી

એક નવી રિસર્ચમાં એ દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાને મ્હાત આપી ચૂકેલા લોકોમાં નવ મહિના સુધી જ એન્ટીબોડી રહે છે. યુનિવર્સિટી ઓફ પાદુઆ અને ઇમપિરિયલ કોલેજ લંડનના શોધકર્તાઓની રિસર્ચમાં આ વાત સામે આવી છે.

image source

SARS-COV 2 સંક્રમિત વ્યક્તિઓમાં નવ મહિના સુધી એન્ટીબોડીનું લેવલ રહે છે. એક નવી રિસર્ચમાં એ વાત સામે આવી છે. રિસર્ચ અનુસાર ભલે વ્યક્તિમાં લક્ષણ દેખાય કે ન દેખાય, જો એમ કોવિડ 19 સંક્રમણ થયું છે તો એના શરીરમાં નવ મહિના સુધી એન્ટીબોડી રહે છે. ઇટલીના યુનિવર્સિટી ઓફ પાડુઆ અને બ્રિટનની ઇમપિરિયલ કોલેજ લંડનના શોધકર્તાઓએ મળીને આ શોધ કરી છે.

image source

રિસર્ચમાં SARS COV 2 સંક્રમિત ઇટલી શહેરના 3000 લોકો સામેલ થયા હતા. એમાં ફેબ્રુઆરી અને માર્ચ 2020માં એન્ટીબોડીની તપાસ કરવામાં આવી હતી. એ પછી મે અને નવેમ્બરમાં આ લોકોની ફરી એન્ટીબોડીની તપાસ કરવામાં આવી. એન્ટીબોડી શરીરમાં રહેલા રોગપ્રતિકારક શક્તિ છે જે બીમારીને થવા નથી દેતી.

image source

રિસર્ચના પરિણામ ચોંકાવનારા હતા. રિસર્ચમાં મળ્યું કે જે લોકોને કોવિડનું સંક્રમણ થયું હતું એ લોકોમાંથી 98.8 ટકા લોકોમાં નવેમ્બરમાંથી એન્ટીબોડીનું લેવલ ઊંચું હતું. રિસર્ચમાં એ પણ મળ્યું હતું કે જે લોકોમાં કોવિડના ગંભીર લક્ષણો હતા અને જે લોકો લક્ષણ વગર કોવિડ પોઝિટિવ થયા હતા., બન્નેમાં એન્ટીબોડીનું લેવલ એકસરખું હતું આ રિસર્ચના પરિણામને નેચર કમ્યુનિકેશનના પ્રકાશિત કરવામાં આવ્યું છે શોધકર્તાઓએ એનું પણ વિશ્લેષણ કર્યું કે ઘરણ એક સભ્યના સંક્રમિત થવાની સ્થિતિમાં અન્ય કેટલા લોકો સંક્રમિત થયા. એમાં મળ્યું કે ચારમાંથી એક પરિવારમાં એકના સંક્રમિત થવાથી બીજા સભ્યો પણ સંક્રમિત થયા.

image source

રિસર્ચના મુખ્ય લેખક ઇમપિરિયલ કોલેજના ઇલરીયા દોરેગટીએ કહ્યું કે એમને એવું કોઈ પ્રમાણ નથી મળ્યું કે લક્ષણ વાળા અને લક્ષણ વગરના લોકોમાં એન્ટીબોડીનું લેવલ અલગ અલગ હોય. એનાથી સંકેત મળ્યો કે વાયરસથી એ ફરી સંક્રમિત થઈ હશે. યુનિવર્સિટી ઓફ પાડુંઆના પ્રોફેસર એનિરકો લાવેજોએ કહ્યું કે મેની તપાસમાં ખબર પડી કે એ શહેરની 3.5 ટકા વસ્તી સંક્રમિત થઈ. ઘણા લોકોને એ પણ ખબર નહોતી કે એ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા કારણ કે એમનામાં કોઈ લક્ષણો જ નહોતા..