સુરત: એકાંતનો લાભ લઈ પ્રેમિકાને મળવા ગયો પ્રેમી, અચાનક પ્રેમિકાનો પતિ રૂમ સુધી આવી ગયો, પછી થયું ન થવાનું

લગ્ન પછી પણ લોકોના ઘર બહાર પ્રેમ પ્રકરણો અવાર નવાર સામે આવતા હોય છે. ક્યારેક કોઈ પકડાઈ જાય છે તો ક્યારેક કોઈને જાહેરમાં જ બેઈજ્જતી થાય છે. પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે તેમાં કંઈક અલગ જ ઘટના બની છે અને પ્રેમીએ ન ભરવાનું પગલું ભરી લીધું છે. આા વાત છે સુરત જિલ્લાની. વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરની ગાંધીવાડી સોસાયટીના પ્રેમીએ ફ્લેટના સાતમા માળેથી કુદકો મારતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રેમી બીકના લીધે સાતમાં માળેથી કુદી ગયો

image source

આ યુવક તેના ફ્લેટમાં તેની પ્રેમિકાને મળવા ગયો હતો, પરંતુ આ દરમિયાન પ્રેમિકાનો પતિ આવી ગયો અને પ્રેમી બીકના લીધે સાતમાં માળેથી કુદી ગયો. આ ઘટનાને પગલે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. અને તાત્કાલિક જ સ્થાનિકોએ પોલીસને જાણ કરી દીધી હતી.

લાંબા સમયથી પરિણીત મહિલા સાથે હતાં પ્રેમ સંબંધો

image source

પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ રાજુભાઇ દુબલા તરીકે થઈ છે. જ્યારે તેના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે રાજુના ગાંધીવાડી સોસાયટીમાં લાંબા સમયથી રહેતી એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધો હતા. પરણિત બે બાળકોની માતા પણ છે.

હત્યા ગર્લફ્રેન્ડના પતિ દ્વારા કરવામાં આવી

રાજુ તેણીને અવારનવાર મળતો. શુક્રવારે સાંજે પણ ગર્લફ્રેન્ડને મળવા માટે ફોન કરીને તે મળવા ગયો હતો. રાજુના પરિવારજનોનું કહેવું છે કે તેની હત્યા ગર્લફ્રેન્ડના પતિ દ્વારા કરવામાં આવી છે. તે જ સમયે ગર્લફ્રેન્ડ તેને અકસ્માત તરીકે વર્ણવી રહી છે. હાલ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

image source

રાજુ ફ્લેટ પરથી નીચે પડ્યો ત્યારે કોઈએ તેને જોયો નહીં

રાજુના મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી બંને પ્રેમમાં હતા. બંને નોકરી દરમિયાન મળ્યા હતા. કેટલાક મિત્રોએ જણાવ્યું હતું કે ગર્લફ્રેન્ડના પતિને તેમના ગેરકાયદેસર સંબંધો અંગે શંકા ગઈ હતી. રાજુ ફ્લેટ પરથી નીચે પડ્યો ત્યારે કોઈએ તેને જોયો નહીં.

ગર્લફ્રેન્ડ નીચે આવી અને મૃતદેહ જોઈને પાછી જતી રહી હતી

image source

જ્યારે ઘટના સ્થળે સ્થાનિક લોકો એકઠા થયા હતા, ત્યારે ગર્લફ્રેન્ડ ફ્લેટ પરથી નીચે આવી હતી અને તેનો મૃતદેહ જોઈને પાછી જતી રહી હતી. આખો મામલો બહાર આવ્યો અને ગર્લફ્રેન્ડનું નામ જાહેર થયા બાદ સ્થાનિક લોકોએ જ આ વાત જણાવી અને પોલીસ સુધી મામલો પહોંચી ગયો. હાલમાં આ વિસ્તારમાં માહોલ ગરમાયો છે અને પોલીસ કેસમાં વધારે તપાસ કરી રહી છે.

દિલ્હીમાં પણ બની હતી આવી જ ઘટના

image source

રાજધાનીના સાઉથ દિલ્હી વિસ્તારમાં એક પત્ની તેના પ્રેમી સાથે ઘર પર સંબંધ બાધી રહી હતી. ત્યારે જ અચાનક તેનો પતિ આવી પહોંચ્યો. બન્નેને આપત્તિજનક સ્થિતિમાં જોયા બાદ તેણે ગુસ્સામાં બન્ને એક રૂમમાં લોક કરી દીધા. મહિલાના પતિથી બચવા માટે પ્રેમી 5માં માળેથી કૂદી ગયો અને તેનું મોત થઈ ગયું. આ મામલે ડીસીપી વિજય કુમારે જણાવ્યું કે પતિ દરરોજની જેમ કામ પર ગયો હતો. પરંતુ એ દિવસે તે કોઈ કામને લઈને વહેલો ઘરે આવી ગયો હતો. તેણે ઘરે આવીને જોયું તો પત્ની અન્ય પુરુષ સાથે વાંધાજનક સ્થિતિમાં હતી. પછી આ સમગ્ર ઘટના ઘટી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત