દુબઈમાં એક પાકિસ્તાની દ્વારા ભારતીય યુગલની હત્યા, આરોપીએ લૂંટફાટના ઈરાદાથી કરી હત્યા, થઇ ધરપકડ

દુબઈમાં ઓઈલ કંપનીના ડાયરેક્ટર ગુજરાતી દંપતીની હત્યા, લૂંટના ઈરાદે ઘરમાં ઘુસી પાકિસ્તાનીએ ચાકુથી હુમલો કર્યો

વિદેશમાં રહેતા ભારતના નાગરિકો સાથે પણ અવાર નવાર ઘણા બનાવો બનતા હોય છે. હાલમાં જ આવી એક ઘટના દુબઈથી સામે આવી છે, ત્યાં રહેતા મૂળ ગુજરાતી દંપતીની પાકિસ્તાનના એક નાગરિક દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ બનાવ ૧૮ જૂનનો છે, જો કે પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી દુબઈના પૉશ વિસ્તાર એરેબિયન રેન્ચેસમાં ગુજરાતી દંપતીના ઘરમાં ચોરી અને લૂંટના ઈરાદે ઘૂસ્યો હતો.

image source

આ દરમિયાન દંપતીની ઊંઘ ઉડી જતા આરોપી અને દંપતી વચ્ચે હાથાપાઈ થઇ હતી. વિરોધ કરતા સમયે આરોપીએ પતિ-પત્ની બંનેની હત્યા કરી હતી અને નાસવાનો પ્રયત્ન કરતા દીકરીએ એને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ દીકરી પર ચાકુથી હુમલો કરીને આરોપી નાસી છૂટ્યો હતો. દીકરીએ ફોન કરીને પોલીસને બોલાવી હતી, અને એને હોસ્પીટલમાં દાખલ કરાઈ હતી. જો કે આરોપી મેન્ટેનન્સ માટે પહેલા પણ આ ઘરમાં આવી ચુક્યો હતો.

હિરેન અઢિયા ઓઈલ કંપનીમાં ડિરેક્ટર હતા

image source

આ ઘટના અંગે યુએઈના અખબાર ખલિલ ટાઈમ્સ અનુસાર હિરેન અઢિયા અને એમના પત્ની વિધિ અઢિયાની ઉંમર લગભગ 40 વર્ષ જેટલી હતી. એમને બે સંતાન છે જેમાં 18 વર્ષની એક દીકરી અને 13 વર્ષનો એક દીકરો છે. જો કે મૃત હિરેન અઢિયા એ શારજાહની એક મોટી ઓઈલ કંપનીમાં ડિરેક્ટર પદ પર હતા.

ઘરની દીવાલ કુદીને ઘરમાં આવ્યો હતો

image source

આ ઘટના ૧૮ જુનના દિવસે રાત્રે ઘટી હતી. રાત્રી દરમિયાન જ્યારે પરિવાર ઊંઘ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. આ સમયે આરોપી ઘરની દીવાલ કુદીને ઘરમાં આવ્યો હતો. જો કે આરોપીએ સૌપ્રથમ હિરેનના બેડરૂમમાં જઈને એના પર્સમાંથી પૈસા કાઢ્યા હતા. પૈસા કાઢ્યા પછી પણ એણે અન્ય કીમતી ચીઝ-વસ્તુઓની શોધ શરુ કરી હતી અને આ દરમિયાન હિરેનની આંખ ઉગડી ગઈ હતી. હિરેને જ્યારે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો તો બદલામાં એણે ચાકુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન હિરેનની ચીસ સાંભળીને પત્ની વિધિ પણ જાગી ગઈ હતી. વિધિ અને હિરેન બંને આરોપી સાથેની લડાઈમાં ચાકુથી ઘવાયા હતા. ચાકુના આ ઘાવથી બાદમાં બંનેનું મોત નિપજ્યું હતું.

આરોપીને પકડવાના પ્રયાસમાં દીકરી ઘાયલ

image source

ચાકુ દ્વારા હત્યા કરવામાં આવી એ દરમિયાન હિરેન અને વિધિની ચીસ સાંભળીને આરોપી ઉપરના માળ તરફ ભાગ્યો હતો, જ્યાં સુતેલી દીકીરીએ પણ આ ચોરને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, આ દરમિયાન ભાગી છૂટવા માટે ચોરે દીકરી પર પણ હમલો કરીને નાસી છૂટ્યો હતો. આ હમલામાં ઘવાયેલ દીકરીએ આ અંગે પોલીસને ફોન કરીને જાણકારી આપી હતી, જો કે ચોર દ્વારા કરાયેલા હમલામાં ઘાયલ થયેલી દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

આરોપી પાકિસ્તાની નાગરિકની ધરપકડ

image source

હિરેન અને વિધિની હત્યા દરમિયાન આરોપીને એમની પુત્રી જોઈ ગઈ હતી. જો કે તેણે જોયેલ બધું જ પોલીસને જણાવ્યું હતી. દીકરી દ્વારા આપાયેલી માહિતીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી પાકિસ્તાની નાગરિક છે અને બે વર્ષ પહેલા પણ તે મેન્ટેનન્સ માટે ઘરમાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે અત્યારે તે બેરોજગાર છે. માટે ચોરીના ઈરાદાથી તે આ ઘરમાં આવ્યો હતો, કારણ કે એ જાણતો હતો અઢિયા પરિવાર પૈસાદાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત