આ ગે કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ, જ્યારે રસિકરણ કેન્દ્રમાં જ કર્યું…

વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસથી બચાવવા માટે વિશ્વના ઘણા દેશોમાં રસીકરણની શરૂઆત થઈ છે. દરમિયાન રસી લેવા માટે અમેરિકા આવેલા એક વ્યક્તિએ પુરૂષ નર્સને એક અનોખું સરપ્રાઈઝ આપ્યું હતું. હકીકતમાં 31 વર્ષીય તબીબી સહાયક રોબી વર્ગાસ કોર્ટેસ અને વ્યવસાયે નર્સ એરિક વર્ડરલી પાંચ વર્ષથી સંબંધમાં હતા. આ રસી મૂકવામાં આવે તે પહેલાં જ કોર્ટીસે રસીકરણ કેન્દ્રમાં લગ્ન માટે વર્ડરલીને સામે પ્રસ્તાવ મૂક્યો હતો.

image source

વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

આ ગે કપલની પ્રપોઝલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અમેરિકાના સાઉથ ડકોટાની એક હોસ્પિટલમાં કોર્ટેસને રસી લેવાની અપોઈમેન્ટ મળી હતી. કોર્ટેસને ખબર હતી કે તેનો સાથી પણ આ હોસ્પિટલમાં રસી લગાવવાનું કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, તેણે રસીકરણના દિવસે જ તેના પાર્ટનરને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું.

image source

રસીકરણ કેન્દ્રમાં જ પ્રપોઝ

સીએનએનના અહેવાલ મુજબ, પુરુષ નર્સ એરિક વર્ડરલીને આ વાતનો કોઈ ખ્યાલ નહોતો કે તેનો બોયફ્રેન્ડ તેને રસીકરણ કેન્દ્રમાં પ્રપોઝ કરશે. એરિક વર્ડરલીએ પાર્ટનરના પ્રપોઝ બાદ તુરંત જ લગ્ન માટે હા પાડી દીધી હતી. ત્યાર બાદ વર્ડેરીએ બોયફ્રેન્ડથી મંગેતર બનેલા રોબી વર્ગાસ કોર્ટેસને કોરોનાની રસી લગાવી.

image source

કોરોના મહામારી સમાપ્ત થયા બાદ લગ્ન કરશે

સેનફોર્ડ હેલ્થ સેંન્ટરે આ ગે કપલના લગ્ન પ્રસ્તાવનો એક વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બોયફ્રેન્ડને પ્રપોઝ કરવા અને કોરોનાને રસી લગાવ્યાના ઠીક 10 મિનિટ બાદ કોર્ટેસને ડ્યુટી પર પણ જવું પડ્યું કેમ કે અચાનક એમ્બ્યુંલન્સ કોલ આવી ગયો. રોબી વર્ગાસ કોર્ટેસે જણાવ્યું હતું કે તેણે ત્રણ વર્ષ પહેલા પોતાના જીવનસાથીને પ્રપોઝ કરવા માટે આ રિંગ લીધી હતી, પરંતુ તે એક ખાસ તકની શોધમાં હતો. હવે આ યુગલ કોરોના મહામારી સમાપ્ત થયા બાદ લગ્ન કરશે.

image source

દર્દીએ હોસ્પિટલમાં કર્યા લગ્ન

અમેરિકામાં કોરોના વાયરસના કારણે ગંભીર રૂપથી બીમાર એક વ્યક્તિએ હોસ્પિટલમાં પોતાની વાગદત્તા સાથે લગ્ન કર્યા હતા. હોસ્પિટલની નર્સોએ દર્દીના લગ્નની વ્યવસ્થા કરી હતી. આ ઘટના અમેરિકાના ટેક્સાસના સેન એન્ટોનિયોની છે. કાર્લોસ મુનિજ નામના વ્યક્તિ કોરોના વાયરસથી ગંભીર રૂપથી બીમાર હતો. તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે કાર્લોસના લગ્ન ટેક્સાસના મેથોડિસ્ટ હોસ્પિટલમાં 11 ઓગસ્ટે થયા હતા. અસલમાં જ્યારે ગ્રેસ સાથે તેના લગ્ન નક્કી થયા હતા. ત્યારે કેટલાક દિવસ બાદ કાર્લોસ બીમાર પડ્યો હતો.

હાલત ખરાબર થયા બાદ આઈસીયુમાં પણ રાખવો પડ્યો હતો. ગ્રેસે જણાવ્યું હતું કે, જ્યારે તેના બંને ફેફસાં કોલેપ્સ થયા હતા ત્યારે એક સમય એવું લાગતું હતું કે તેણે કાર્લોસને ખોઈ દીધો છે. ગ્રેસે નર્સને જણાવ્યું હતું કે, કોરોનાના કારણે તેના લગ્ન સ્થગિત થયા હતા. તો નર્સે હોસ્પિટલમાં જ લગ્ન કરવાનો આઈડિયા આપ્યો જેથી કાર્લોસને હિંમત મળે. નર્સોનું કહેવું છે કે લગ્ન બાદ કાર્લોસમાં પોઝિટિવ બદલાવ જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત