એક બ્લાસ્ટથી ઝગમગતું શહેર ફેરવાયું ખંડેરમાં, મન પોચું હોય તો ના જોતા આ દ્રશ્યો

લેબનોન દેશની રાજધાની બેરૂતમાં ૨૭૫૦ ટન એમોનિયમ નાઇટ્રેટથી થવા પામેલ જોરદાર વિસ્ફોટથી બેરુત પોર્ટ ખંડેરમાં બદલાઈ ગયું છે. બેરુત પોર્ટ પર આપ જ્યાં જોવો ત્યાં લાશ જ જોવા મળી રહી હોય છે. આખા બેરુત શહેરની ગલીઓ હવે ધુમાડાથી અને ધૂળથી ભરાઈ ગયા છે. બેરુત શહેરના ઘરની બારીઓ ચકનાચૂર થઈને તૂટી ગઈ છે.

image source

બેરુત શહેરમાં આપ જ્યાં જોશો ત્યાં જબરદસ્ત તબાહીના દ્રશ્યો જોવા મળે છે. બેરુત શહેરમાં બનેલ આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ૭૮ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે જયારે ચાર હજાર કરતા વધુ વ્યક્તિઓ ઘાયલ થઈ ગયા છે. બેરુત શહેરમાં આ બ્લાસ્ટ થઈ જવાના લીધે લોકોને પરમાણુ બોમ્બ હુમલાના સ્મરણ તાજા થઈ ગયા હતા.

image source

લેબનોનના બેરુત શહેરના પોર્ટ વિસ્તાર નજીક એક ભયંકર વિસ્ફોટ થયો છે આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, ત્યાં રહેલ વ્યક્તિઓને એવું લાગવા લાગ્યું કે, કોઈએ પરમાણુ બોમ્બ ફેકી દીધો છે. આ વિસ્ફોટના લીધે બેરુત પોર્ટની ધરતી પણ હલી ગઈ હતી. જયારે ધરતી હલવા લાગી તો બેરુત શહેરના લોકોને એવું લાગ્યું કે ધરતીકંપ આવ્યો હોવાનો અનુભવ થયો હતો.

Image source

લેબનોનની રાજધાની બેરુત શહેરમાં થયેલ ભયંકર વિસ્ફોટનો વિડીયો જોઈને આ વિડીયો જોનાર વ્યક્તિઓ એટલા ભયભીત થઈ જાય છે કે, તેમના રુંવાડા ઉભા થઈ જાય છે. બેરુત પોર્ટ પર વિસ્ફોટ થયો ત્યારે તેની આજુબાજુના વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળે છે.

બેરુત પોર્ટ નજીક જ્યાં વિસ્ફોટ થયો છે તેની આસપાસની બધે જ લાશો લાશ દેખાઈ રહી હતી વિસ્ફોટ થયા પછી દર્દથી પીડાતા વ્યક્તિઓની દર્દનાક ચીસો અને ભયથી પોતાનો જીવ બચાવવા ભાગી રહેલા લોકોની બુમાબુમ કરતા લોકો રસ્તા પર ભાગી રહ્યા હતા.

Image source

લોહીથી ખરડાયેલા વ્યક્તિઓ અને એ જ લોહીથી ખરડાયેલ રસ્તા સાથે ખુબ ભયાનક દ્રશ્ય સર્જાયું હતું. વિસ્ફોટમાં ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સની દોડાદોડ અને સાયરનના સતત અવાજો સહિત ફાયરબ્રિગેડની ગાડીઓ પણ બેરુત પોર્ટ પણ લાગેલ આગને ઓલવવાના કામમાં લાગી હતી.

image source

બેરુત શહેરમાં ત્યારે ચારે તરફ માત્ર સાયરનના જ અવાજ સાંભળવા મળ્યા હતા. કેટલાક લોકોને કયામત આવી હોય તેવો એહસાસ થવા લાગ્યો હતો.

દુનિયામાં પહેલી વાર બનેલ આવી ભયંકર દુર્ઘટનાથી ખુદ લેબનોનના પીએમ, ભારતના પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે અને તેમણે આ ઘટના બાબતે પોતાનો ખેદ વ્યક્ત કર્યો છે. બેરૂતમાં વિસ્ફોટ થવાના લીધે બેરુત શહેરની બધી જ હોસ્પિટલ્સ હાલમાં દર્દીઓથી ભરાઈ ગઈ છે.

Image source

ઉપરાંત ઘણા બધા દર્દીઓને હોસ્પિટલની બહાર જ સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત બેરુત શહેરના નિવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, જો જરૂરી ના હોય તો કોઈએ હોસ્પિટલ સુધી આવવું નહી. જો ખુબ જરૂરિયાત હોય તો જ હોસ્પિટલની મુલાકાત લેવી તેવી વિનંતી પણ કરવામાં આવી છે.

ધ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, આ ભયંકર વિસ્ફોટ એમોનિયમ નાઇટ્રેટના કારણે થયો છે. આ એમોનિયમ નાઇટ્રેટને ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું.

image source

એવું જણાવાઈ રહ્યું છે કે, ગોડાઉનમાં આ એમોનિયમ નાઈટ્રેટને છેલ્લા છ વર્ષથી ૨૭૫૦ ટન જેટલો એમોનિયમ નાઈટ્રેટના જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત