આ કારણે બચ્યો એક જ વ્યક્તિ, અને એક જ પરિવારના 11 લોકોની લાશ મળી ખેતરમાંથી….

રાજસ્થાનના જોધપુર જિલ્લાના દેચૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં રવિવારે એક જ પરિવારના 11 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તે બધા પાકિસ્તાનથી સ્થળાંતર કરી ભાડા પર ખેતર લઈને મજૂરી કરતા હતા.

ઝેરી પદાર્થ ખાવાને કારણે મોત થયાની આશંકા

image source

પ્રાથમિક માહિતી મુજબ મૃતક પરિવાર પાકિસ્તાનના વિસ્થાપિત ભીલ સમુદાયનો છે અને થોડા સમય પહેલા આ બધા લોકો પાકિસ્તાનથી જોધપુર આવ્યા હતા. આ બધા લોકો ગામના ખેતરમાં ટ્યુબવેલ પર કામ કરતા હતા અને નજીકની ઝૂંપડીમાં રહેતા હતા. પ્રથમ દૃષ્ટિએ દરેકના મોત ઝેર ખાવાથી અથવા જંતુનાશક ખાવાથી કારણે છે.

એક વ્યક્તિનો થયો ચમત્કારીક રીતે બચાવ

image source

પરિવારનો એકમાત્ર સભ્ય જીવતો રહ્યો. તે રાત્રે ઘરેથી દૂર જઈને સૂઈ ગયો હતો. સવારે તેણે ચીસો પાડતા આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળતાં ઘટના સ્થળે પહોંચી 11 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. તેમજ એક યુવાન ઘાયલ હાલતમાં જોવા મળ્યો હતો, જેને પોલીસે તેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે ઘરની આસપાસનો આખો વિસ્તાર સીલ કરી દીધો છે.

આ 1 જ વ્યક્તિ બચી ગયો

આખા પરિવારમાંથી ફક્ત કેવલરામ (37) જ બચી ગયો હતો. તેના માતા-પિતા ઉપરાંત 1 ભાઈ અને 3 બહેનો, 2 પુત્ર અને 1 પુત્રીનું અવસાન થયું છે. પોલીસ કેવલરામની પૂછપરછ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.

image source

જાણી લો મૃતકોની યાદી

મૃતકોમાં બુધારામ (75), બુધારામની પત્ની અંતરા દેવી (70), બુધારામની પુત્રીઓ લક્ષ્મી (40), પિયા (25), સુમન (22), પુત્ર રવિ (35), કેવલરામની પુત્રી દીયા (5), પુત્ર ડેનિશ(10), દયાલ (11), જ્યારે સુરજારામની પુત્રી તૈન (17) અને મુકુદશ (16) એ જીવ ગુમાવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,