ભારતનો એક અનોખો રાજા, જેના મહેલમાં માત્ર કપડા વગરના લોકોને જ મળતી એન્ટ્રી

ભારતમાં અનેક રાજા રજવાડાઓ થઈ ગયા. જે તેમની બહાદુરી અને ધન દોલતના કારણે ચર્ચામાં રહ્યા. પરંતુ ઘણા રાજાઓ એવા હતા જેમના અજીબો ગરીબ શોખના કારણે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા હતા. આવા એક રાજા છે પટિયાલના ભુપિન્દર સિંહ. ભુપિન્દર સિંહ પટિયાલા રજવાડાનાં રાજા હતા અને તેમણે અંદાજે 38 વર્ષો સુધી પટિયાલા રજવાડા પર રાજ કર્યું હતું. તેઓ તેમની ભોગવિલાસી જીંદગી માટે હંમેશા ચર્ચામાં રહ્યા હતા.તેમની પાંચ પત્નીઓ હતી અને પત્નીઓ સિવાય તેમના 300 થી વધારે મહિલાઓ સાથે સંબંધ હતા. આ મહિલાઓને તેમણે રાણીનો દરજ્જો આપી રાખ્યો હતો. તે સિવાય રાજા ભુપિન્દરસિંહ એક ખાસ મહેલ બનાવી રાખ્યો હતો, જ્યાં ફક્ત તે લોકોને આવવાની પરવાનગી આપવામાં આવતી હતી, જે લોકો વસ્ત્ર વગરના હોય. આ મહેલમાં આવતા પહેલા વ્યક્તિએ પોતાના વસ્ત્રો ઉતારવા પડતા હતા.

image source

આ પુસ્તકમાં મહારાજાનાં રંગીન મિજાજ વિશે લખવામાં આવ્યું છે

ભુપિન્દર સિંહ વિશે અનેક વાતો સામે આવી ચુકી છે. ભુપિન્દર સિંહનાં જીવન સાથે જોડાયેલી આ વાતોનો ઉલ્લેખ એક પુસ્તકમાં કરવામાં આવ્યો હતો, જે તેમના જીવન પર લખવામાં આવી હતી. ભુપિન્દર સિંહનાં જીવન પર લખવામાં આવેલા પુસ્તક તેમના દિવાન જરમની દાસે લખી છે. આ પુસ્તકમાં મહારાજાનાં રંગીન મિજાજ સાથે જોડાયેલા સનસનીખેજ ખુલાસાઓ કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ એ રંગીન મીજાજી રાજાની કેટલીક વિશેષ વાતો.

image source

૯ વર્ષની ઉમરમાં બન્યા રાજા

આ પુસ્તકમાં જણાવ્યા મુજબ મહારાજા રજીન્દર સિંહના મૃત્યુ બાદ ભુપિન્દર સિંહ માથે પટિયાલા રજવાડાની જવાબદારી આવી, તે સમયે તેમને રાજા બનાવવામાં આવ્યા અને તે સમયે તેમની ઉંમર ફક્ત ૯ વર્ષની હતી. જોકે તેમને રાજ્યની જવાબદારી ઔપચારિક રૂપથી ૧૮ વર્ષની ઉંમરમાં આપી દેવામાં આવી હતી.

image source

કપડા વગરના લોકોને જ મળતી એન્ટ્રી

ભુપિન્દર સિંહ પાર્ટી અને ભવ્ય મહેલમાં રહેવાના શોખીન હતા. તેમણે એક ખાસ મહેલનું નિર્માણ કરાવ્યુ હતું અને આ મહેલને તેઓ પ્રેમ મંદિર કહેતા હતા. આ પ્રેમ મંદિરમાં ફક્ત કપડા વગરના લોકોને જ અંદર આવવાની પરવાનગી આપવામાં આવતી હતી. રાજાના આ શોખ વિશે Freedom At Midnight માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પુસ્તકના લેખક Dominique Lapierre અને Larry Collins નાં જણાવ્યા અનુસાર રાજા એક એન્યુઅ રિચ્યુઅલ કરતા હતા. જેમાં રાજા કપડાં વગર ફક્ત એક હીરાનો હાર પહેરીને પરેડ કરતા હતા.

image source

રાણીઓની સુંદરતા માટે પ્લાસ્ટિક સર્જનો બોલાવવામાં આવતા

પુસ્તકમાં જણાવ્યા મુજબ રાજાનાં કુલ 82 બાળકો હતા, જે તેમની પાંચ પત્નીઓથી હતા. આ બાળકોમાંથી ફક્ત 53 બાળકો જીવીત બચી શક્યા હતા. મહારાજે પોતાના રાણીઓ માટે પટિયાલામાં એક ભવ્ય મહેલ બનાવી રાખ્યો હતો. આ મહેલમાં રાણીઓને દરેક સુવિધા આપવામાં આવી હતી. આ મહેલ ખૂબ જ સુંદર હતો અને રાણીઓ માટે આ મહેલમાં ડોક્ટર પણ રાખવામાં આવેલ હતા. જે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હતા. તે સિવાય મહારાજાએ રાણીઓ માટે હેર સ્ટાઇલિસ્ટ પણ રાખેલ હતા. આ રાજા સુદરતાના કેટલા શોખીન હતા તે એ વાત પરથી સાબિત થાય છે કે તેમણે રાણીઓની સુંદરતા જળવાઇ રહે તેના માટે પ્લાસ્ટિક સર્જનોને પણ રાખવામાં આવ્યા હતા.

image source

તેમની પાસે ઘણી બધી ધન-દૌલત હતી.

રાજા પાસે ધન દોલતની કોઈ કમી ન હતી. The Automobiles of the Maharajas નામથી લખવામાં આવેલ પુસ્તક અનુસાર જ્યારે મહારાજા વર્ષ ૧૯૩૫માં જર્મની ગયા હતા, તો તેમણે Maybach કાર હિટલરને ગિફ્ટમાં આપી હતી. આ રાજા ખૂબ જ અમીર હતા અને તેમની પાસે ઘણી બધી ધન-દૌલત હતી. જેનમા કારણે તે વૈભવી જીંદગી જીવતા હતા.

image source

રાણી પસંદ કરવા માટે હતી અનોખી રીત

આ રાજા ઘણી રંગીન મિજાજના હતા. તેઓ દરરોજ નવી રાણી સાથે સાંજ પસાર કરતા હતા અને રાણીની પસંદગી ફાનસની મદદથી કરતા હતા. રાજાના મહેલમાં 364 રાણી હતી અને દરરોજ એક રાણીનાં નામનું ફાનસ પ્રગટાવવામાં આવતું હતું. જે ફાનસ સૌથી પહેલાં બુજાઈ જતું રાજા તે રાણીની સાથે પોતાની સાંજ પસાર કરતા હતા.

image source

પાર્ટીના પણ હતા મોટા શોખીન

ભુપિન્દર સિંહ પાર્ટીના પણ ઘણા શોખીન હતા. તેમણે એક ખાસ મહેલ બનાવી રાખ્યો હતો, જે પુલ પાર્ટી માટે રાખવામાં આવતો. આ મહેલમાં રાજા પોતાના રાણીઓની સાથે પુલ પાર્ટી કરતા હતા અને ફક્ત ખાસ લોકો અને તેમની રાણીઓને જ બોલાવતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત