૮૮ સંતાનોના પિતા હતા ભારતના આ નામચીન રાજા, વિદેશમા પણ થતી હતી તેમની ઠાઠમાઠ ની ચર્ચા…

મિત્રો, સ્વતંત્રતા મળી તે પહેલા આપણા દેશમા રાજા-મહારાજાઓનુ શાસન ચાલતુ હતુ. રાજાઓના શાસન હેઠળ પ્રજા સુખીપૂર્વક જીવન વ્યતીત કરતી હતી. ત્યારે તે સમયે આ રાજવીઓનુ જીવન ખુબ જ ભવ્ય હતુ. વિદેશના લોકો પણ આ રાજવીઓના જીવનને જોઇને ખુબ જ પ્રભાવિત થતા હતા.

IMAGE SOUCRE

સ્વતંત્રતા પહેલા આપણો દેશ એ અનેકવિધ પ્રકારના નાના રાજ્યોમા વહેંચાયેલ હતો. “પટિયાલા હાઉસ” પણ તેમાથી એક હતું. તમને જણાવી દઈએ કે, આ સમયે પટિયાલા પણ ધનિક રાજ્યોમાથી એક ગણાતુ હતુ. આ દેશના મહારાજા ભૂપીન્દરસિંહ તે સમયના એક એવા વ્યક્તિ હતા કે, જેમની પાસે તેમનુ પોતાનુ ખાનગી જેટ હતુ.

IMAGE SOUCRE

વિદેશના લોકો પણ મહારાજા ભૂપીન્દરસિંહની ભવ્ય જીવનશૈલી જોઈને એકદમ ચકિત થઇ ગયા હતા. તે જ્યારે પણ વિદેશ યાત્રા માટે જતા ત્યારે તે જ્યા પણ રોકાવાના હોય તે આખી હોટલ ભાડે લઈ લેતા હતા. તેમની પાસે ૪૪ જેટલી તો ફક્ત રોલ્સ રોયલ કાર હતી. આ ગાડીઓમાંથી ૨૦ જેટલી ગાડીઓના કાફલાઓનો ઉપયોગ તો રાજાની દૈનિક રાજ્ય મુલાકાત માટે ઉપયોગ થતો હતો.

IMAGE SOUCRE

રાજા ભૂપેન્દ્રસિંહ પટિયાલા એ રાજવી પરિવારના એક શાસક હતા. આ ઉપરાંત તે એક સમયના ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન પણ રહી ચૂક્યા છે. તેમના વિશેની અનેકવિધ વાર્તાઓ આજે પણ ખુબ જ પ્રખ્યાત છે. તેમણે આપણા દેશમા ક્રિકેટ બોર્ડ ઓફ કન્ટ્રોલ સ્થાપવા માટે પણ ઘણા બધા નાણા ખર્ચ કર્યા હતા.

IMAGE SOUCRE

આ સિવાય જ્યારે પણ ભારતીય ટીમ ૪૦ ના દશકામા વિદેશ જતા હતા ત્યારે તેઓ સામાન્ય રીતે અકાહી ટીમનો ખર્ચ પણ ઉઠાવતા હતા. દિવાન જરામાની દાસે પોતાની પુસ્તક “મહારાજા” મા રાજા ભૂપેન્દ્રસિંહ વિશે અનેકવિધ બાબતો જણાવી છે. આ પુસ્તક મુજબ રાજા ભુપેન્દ્રની ૧૦ જેટલી પત્નીઓ અને ૮૮ જેટલા બાળકો હતા.

IMAGE SOUCRE

મહારાજા દ્વારા કરવામા આવતા દરેક કાર્યોને લીધે તે સમગ્ર વિશ્વમા ખુબ જ વધારે પડતા પ્રખ્યાત થયા હતા. તે વર્ષ ૧૯૩૫ મા બર્લિનની મુલાકાતે હિટલરને મળ્યા હતા. એવુ પણ કહેવામા આવી રહ્યુ છે કે, હિટલર મહારાજા ભૂપેન્દ્રસિંહથી તે એટલા બધા પ્રભાવિત થયા હતા કે, તેમણે તેમની એક કાર આ રાજાને ભેટમા આપી હતી. હિટલર અને મહારાજા વચ્ચેની મિત્રતા ખુબ જ લાંબા સમય માટે ટકી હતી. ત્યારે આજના સમયમા આ રાજવી વિશે સાંભળીને થોડુ વિચિત્ર અવશ્ય લાગે પરંતુ, આ જ વાસ્તવિકતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *