ફિલ્મજગતના આ સિતારાઓ માત્ર એક અપીસોડમાં દેખાવાના વસુલે છે અધધ કરોડ રૂપિયા સુધીની ફી

મિત્રો, ‘બિગ બોસ’ તથા ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા શો ને હોસ્ટ કરીને સલમાન ખાન અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો આ રીયાલીટી શો મા જાન ફૂંકી દે છે. શો મા અમિતાભ બચ્ચનનુ દેવીઓ અને સજ્જનો બોલવુ તથા સલમાનનુ તેની પોતાની શૈલીમા શો હોસ્ટ કરવુ આ એક ચોક્કસ વાત છે કે, આ કલાકારોની હાજરી એ આ શો ને ખુબ જ લોકપ્રિય બનાવે છે. આવી સ્થિતિમા હવે સવાલ એ ઉભો થાય છે કે, આ કલાકાર આ શો હોસ્ટ કરવા કેટલા પૈસા લે છે? તો ચાલો જાણીએ.

સલમાન ખાન :

image source

આ અભિનેતા હાલ બોલીવૂડ ફિલ્મજગતનો સૌથી વધુ વેતન મેળવતો અભિનેતા જ નથી પરંતુ, તે કદાચ ટેલીવિઝન ક્ષેત્રે સૌથી મોંઘો હોસ્ટ પણ છે. મીડિયાના અહેવાલો મુજબ આ કલાકાર બિગ બોસની ૧૪મી સીઝનમા દરેક એપિસોડ માટે લગભગ ૧૬ કરોડ રૂપિયા વસુલે છે.

અમિતાભ બચ્ચન :

image source

આ અભિનેતા “કૌન બનેગા કરોડપતિ” ને હોસ્ટ કરતા સમયે જે અંદાજમા ‘લેડિઝ એન્ડ જેન્ટલમેન’ બોલીને પ્રેક્ષકોને ખૂબ જ અનોખી રીતે આવકાર આપે છે, તે દર્શકોને ખુબ જ પસંદ પડે છે અને તેના કારણે જ કેબીસીની ઘણી બધી સીઝન આવી ચુકી છે અને આજે પણ આ શો ને હોસ્ટ કરવા માટે આ અભિનેતાનો કોઈ અન્ય વિકલ્પ મળતો નથી. મીડિયાના અહેવાલ મુજબ અમિતાભ કે.બી.સી. માટે એપિસોડ દીઠ ૩ થી ૫ કરોડ લે છે.

આમિર ખાન :

image source

બોલીવૂડ ફિલ્મજગતમા મિસ્ટર પરફેકશનીસ્ટ તરીકે ઓળખાતા આ કલાકારે વર્ષ ૨૦૧૨મા ‘સત્યમેવ જયતે’ શો હોસ્ટ કર્યો હતો. ત્યારે તે આ શો ના એક એપિસોડના ૩ કરોડ રૂપિયા વસૂલતો હતો.

શાહરૂખ ખાન :

image source

કિંગ ખાને ટીવી પર અનેકવિધ શો હોસ્ટ કર્યા છે જેમકે, કે.બી.સી. સીઝન-૩, ક્યા આપ પાંચવી પાસ સે તેઝ હે, ઝોર ક જટકા : ટોટલ વાઈપઆઉટ ઔર ડેડ ટોક જેવા શો ને તેમણે હોસ્ટ કર્યા છે. મીડિયાના અહેવાલો મુજબ તે એક એપિસોડના ૨.૫ કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો.

અક્ષય કુમાર :

image source

આ અભિનેતા ‘ખતરો કે ખિલાડી’, ‘ડેર ટૂ ડાન્સ’,અને ‘માસ્ટર શેફ ઈન્ડિયા’ જેવા લોકપ્રિય શો હોસ્ટ કરી ચુક્યો છે અને તેના માટે તેણે સારી એવી રકમ પણ વસુલી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ શો ની પાંચમી સિઝનને હોસ્ટ કરવા માટે આ કલાકાર એક એપિસોડના ૧.૬૫ કરોડ રૂપિયા મળ્યા છે. તો આ છે અમુક એવા કલાકારો કે જે ટેલીવિઝન શો હોસ્ટ કરીને કરોડો રૂપિયા વસુલે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત