Site icon News Gujarat

નાગિન-4ના દર્શકો આ સમાચાર વાંચીને થઇ જશે દુખી-દુખી, તેની પાછળનુ કારણ છે જોરદાર

એકતા કપૂરે નાગિન 4ના બંધ થવાની કરી જાહેરાત – નવી સીઝન ટૂંક જ સમયમાં જોવા મળશે

image source

લોકાડઉના કારણે આખુંએ મનોરંજન જગત સદંતર બંધ પડી ગયું છે. મનોરંજન ચેનલો પર છેલ્લા બે – અઢી મહિનાથી જૂની સીરીયલો તેમજ રીયાલીટી શોઝ બતાવવામાં આવી રહ્યા છે. અને હવે પછીની શું સ્થિતિ હશે તે બાબતે પણ કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો. આ બધા વચ્ચે નાગીન 4 બાબતે ઘણી બધી અટકળો છેલ્લા કેટલાક દિવસથી સાંભળવા મળી રહી છે. જેને લઈને એકતા કપૂરે એક વિડિયો શેર કરીને ખુલાસો કર્યો છે.

એકતાએ જણાવ્યું છે, ‘મને વારંવાર પુછવામાં આવી રહ્યું છે કે શું નાગિન 4 પૂરી થઈ રહી છે અથવા નાગિન 5 શરૂ થઈ રહી છે. તો હું તમને જણાવી દઉં કે અમે નાગિન 4નો અંત લાવી રહ્યા છીએ અને તરત જ નાગિન 5નું શૂટિંગ શરૂ કરી દઈશું. નાગિનની ચોથી સીઝન પર તેણી ફોકસ નહોતી કરી શકી, પણ હવે આવનારી સીઝનમાં અમે સારું પ્રદર્શન કરીશું અને તે બધાને પસંદ આવશે.’

image source

એકતાએ વધારામાં જણાવ્યું હતું, ‘એક્ટર્સની વાત કરીએ તો તમને જણાવી દઉં કે નિયા શર્મા, અનીતા, વિજેન્દ્ર જેવા બધા જ સ્ટાર્સે સારું કામ કર્યું છે. તમે લોકેએ ખૂબ સારું કામ કર્યું છે. હું આ એક્ટર્સ સાથે કંઈક નવું લઈને આવવાની છું.’ એકતાએ નાગિન સિરિઝની માહિતી આપતી આ વિડિયો શેર કરતાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું હતું. ‘શું તમે મારા નાગિનટાઇન બનશો ? રશ્મિ દેસાઈની વાત કરીઓ તો તેનો સ્પેશય એપિયરન્સ હતો. તેમણે બે એપિસોડમાં સુંદર કામ કર્યું હતું.’

લોકડાઉન બાદ નાગિન 4ના બાકીના એપિસોડ શૂટ કરવામાં આવશે. તો વળી મિડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો 15 જૂનથી ફિલ્મ સિટિ ખુલી જશે. તમને જણાવી દઈ કે બિગ બૉસ બાદ રશ્મીએ આ શોને જોઈન કર્યો હતો. આ શોમાં રશ્મિએ જૈસ્મિન ભસીનની જગ્યા લીધી હતી.

image source

થોડા દિવસો પહેલાં જ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ એકતા કપૂર તેમજ બાકી ટીવી ઇડસ્ટ્રીના કેટલાક લોકો સાથે વિડિયો મિટિંગ કરી હતી. એકતા કપૂરે મિટિંગ વિષે વાત કરતાં લખ્યુ હતું, ‘અમે સીએમને જણાવ્યું છે કે નવા એપિસોડ્સ નહીં હોવાથી લોકો જુના શોઝ જોઈ રહ્યા છે. અમે બધાએ સીએમને અપીલ કરી છે કે જલદી જ આ સમસ્યાને દૂર કરવામાં આવે. જો સરકદાર શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપશે તો અમે સેટ પર દરેક પ્રકારની સાવધાની રાખીશું. આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે જલદી જ એક ટીમ પણ બનાવીશું.’

Source: livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version