એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં અભિનેત્રીઓએ જમાવ્યું જોરદાર આકર્ષણ, જુઓ એકથી એક ચડિયાતી તસવીરો

દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ સેબેલ્સે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું અને બધા સિતારાઓ એકસાથે સજીધજીને જોવા મળ્યા હતા. અહીં વાત છે ટીવી જગતની ક્વીન એકતા કપૂરની. એકતા કપૂરે ગુરુવારે રાત્રે તેમના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. કોરોના વાયરસ વચ્ચે, તેણે સંપૂર્ણ સલામતી સાથે તેના મિત્રો માટે એક પાર્ટીનું આયોજન કર્યું. જેમાં ટીવી જગતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. એકતા કપૂરની દિવાળી પાર્ટી, કોરોના વચ્ચે યોજાયેલી, અગાઉના વર્ષો કરતા ઓછા મહેમાનો હતા. પરંતુ આ બધા હોવા છતાં, એકતાની આ દિવાળી પાર્ટી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી હતી. તો અમે તમને જાણાવીએ કે આ દિવાળી પાર્ટીમાં કોણ કોણ શામેલ રહ્યું હતું અને કયા સેલેબ્સનો કેવો અંદાજ હતો.

મૌની રોય

મૌની રોય એકતા કપૂરની પાર્ટીમાં સફેદ લહેંગામાં જોવા મળી હતી. આ દરમિયાન મૌની ખૂબ જ સુંદર દેખાતી હતી.

શબ્બીર આહલુવાલિયા અને પત્ની કાંચી કોલ

શબ્બીર આહલુવાલિયા પત્ની કાંચી કોલ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. તે બંનેનો લૂક ખુબ જ સુંદર દેખાતો હતો.

કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ

પાર્ટીમાં ટીવી યુગલ કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ પણ હાજર રહ્યાં હતા. બંને એકબીજાના પૂરક લાગતા હતા.

હિના ખાન

image source

એકતા કપૂરની પાર્ટીમાં હિના ખાન ખૂબ જ સાદગીવાળા લુકમાં જોવા મળી હતી. દિવાળી પાર્ટીમાં હિના વ્હાઇટ સૂટમાં જોવા મળી હતી.

ઉર્વશી ધોળકિયા

શો કસૌટી જિંદગી કી કૌ મોલિકા ઉર્વશી ધોળકિયા પણ એકતની આ દિવાળી પાર્ટીમાં આનંદ લેતા જોવા મળી.

અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડી

અનિતા હસનંદાની પતિ રોહિત રેડ્ડી સાથે એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. બન્નેનો લૂક ખરેખર જોવા જેવો હતો.

Anita Hassanandani
image source

તેમજ મનીષ મલ્હોત્રા અને વિકાસ ગુપ્તા પણ જોવા મળ્યા હતા.

અભિષેકે કહ્યું હતું કે આવા માહોલમાં કોણ પાર્ટી કરશે

દર વર્ષે દિવાળીએ અમિતાભ બચ્ચન પોતાના ઘરે ગ્રાન્ડ પાર્ટી હોસ્ટ કરે છે, પરંતુ આ વર્ષે કોઈ પાર્ટી નહિ થાય. આ વાતની ચોખવટ અમિતાભના દીકરા અભિષેક બચ્ચને કરી છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, આ વર્ષે અમારા પરિવાર પરિવારમાં એક મેમ્બરનું મૃત્યુ થયું છે તે વાત સાચી છે. મારી બહેન શ્વેતાના સાસુ રિતુ નંદાનું નિધન થયું છે. આવા સમયે કોણ પાર્ટી કરશે? 14 જાન્યુઆરીએ રિતુ નંદાના મૃત્યુ પછી તેમના ભાઈ અને બિગ બીના ખાસ મિત્ર રિશી કપૂરે પણ 30 એપ્રિલે દુનિયાને અલવિદા કહ્યું હતું.

Karishma Tanna
image source

અભિષેકે સ્પોટબોય વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘હાલ સભ્યતા અત્યાર સુધીના સૌથી મોટા સંકટમાંથી પસાર થઇ રહી છે. આપણે શક્ય બને તેટલું સાવચેત રહેવાની જરૂર છે. સોશિયલ ડિસ્ટન્સ જ એકમાત્ર ઓપ્શન છે અને તમને ઇન્ફેક્શન નહિ થાય તે વાતની પણ કોઈ ગેરંટી નથી. દિવાળી પાર્ટી અને અન્ય ઈવેન્ટ્સ હવે દૂરના સપનાં બની ગયા છે.’

ઉલ્લેખનીય છે કે, જુલાઈ મહિનામાં બચ્ચન પરિવારના ચાર મેમ્બર અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા કોવિડ-19ની ઝપેટમાં આવી ગયા હતા. ચારેય મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. સૌથી પહેલા ઐશ્વર્યા અને આરાધ્યા રિકવર થયા એ પછી અભિષેક સ્વસ્થ થયો હતો. 78 વર્ષીય અમિતાભ અને 44 વર્ષીય અભિષેક 11 જુલાઈએ એકસાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા. 22 દિવસ સુધી આઈસોલેશન વોર્ડમાં રહ્યા પછી અમિતાભ 2 ઓગસ્ટે ડિસ્ચાર્જ થઇ ગયા હતા. અભિષેક 28 દિવસ પછી ઘરે આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત