Site icon News Gujarat

કંઇક આ બાબતે એકતા કપૂરને અઠવાડિયા પહેલા સુશાંત સિંહ સાથે થઇ હતી વાત, જોઇ લો એકતાએ શેર કરેલા આ સ્ક્રીનશોટ્સ

સુશાંત સિંહ સાથેની અઠવાડિયા પહેલાની વાતચીતના સ્ક્રીનશોટ્સ શેર કર્યા એકતા કપૂરે કહ્યું ‘નોટ ફેર, માય બેબી’

‘એક અઠવાડિયામાં કેટલુંબધું બદલાઈ ગયું’ એકતા કપૂરે સુશાંતના મૃત્યુ પર વ્યક્ત કર્યું દુઃખ

સુશાંત સિંહ તેના મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં આવેલા ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે માત્ર 34 વર્ષનો હતો. અહેવાલ પ્રમાણે અભિનેતા ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેના નોકરને મળ્યો હતો જેણે તરત જ પોલીસને તે વિષે જાણ કરી હતી.

image source

એકતા કપૂરે થોડા દિવસ પહેલાં પોતાના શો પવિત્ર રિશ્તાની એક અજાણી વાત પોતાના ફેન્સ સાથે શેર કરી હતી જેમાં નાના શહેરમાંથી આવેલા પ્રતિભાવાન સુશાંત સિંહ વિષે તેણે વાત કહી હતી. કે તેને કેવી રીતે આ સિરિયલ દ્વારા રાતોરાત પ્રસિદ્ધિ મળી ગઈ હતી.

સુશાંતે આ દુનિયાને અલવિદા કહી દીધી હોવાથી એકતાએ પોતાના ટ્વીટર પર શેર કરેલી કેટલીક યાદો ફરી શેર કરી હતી. આ ટ્વીટરમાં સુશાંતે તેણીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમેન્ટ કરી હતી તેનો પણ સમાવેશ થાય છે. એકતાની ઇન્સ્ટાગ્રામની આ પોસ્ટમાં તેની સિરિયલ પવિત્ર રિશ્તાની એક રોમેન્ટિક ક્લીપ શેર કરવામાં આવી હતી જેમાં સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ સહ અભિનેત્રી અંકિતા લોખંડે હતી.

આ પોસ્ટમાં એકતાએ શરૂઆતમાં ઉલ્લેખ કર્યો છે કે આ ફિલ્મના નિર્માતાઓ કાઈપો છેના આ સ્ટારને સિરિયલમા મુખ્ય પાત્ર તરીકે કાસ્ટ કરવા નહોતા માગતા. અને તેણીએ તે બધાને સુશાંતને લીડ રોલ આપવા માટે કન્વીસ કર્યા હતા.

અને સુશાંતે જરા પણ મોડું કર્યા વગર તેણીની આ પોસ્ટ પર જવાબ આપતા લખ્યુ હતું, ‘અને તે માટે હું હંમેશા તમારો આભારી રહીશ મેમ.’ હાલ એકતાએ સુશાંતની આ કમેન્ટનો સ્ક્રીન શોટ શેર કર્યો છે અને તેને ટ્વીટ કર્યો છે અને સાથે તેના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે, ‘બીલકુલ બરાબર નથી કર્યું સુશી ! એક અઠવાડિયામાં બધું જ બદલાઈ ગયું ! નોટ ફેર માય બેબી !’

તમને જણાવી દઈએ કે કે 2008માં સુશાંત સિંહ રાજપૂતે પોતાની એક્ટિંગ કેરિયર શરૂ કરી હતી. તેણે 2008માં આવતા કિસ દેશમેં હે મેરા દીલ નામની રોમેન્ટિક સિરિયલ કે જે સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ રહી હતી તેમાં પ્રથમવાર અભિનેતા તરીકે કામ કર્યુ હતું. ત્યાર બાદ તેણે 2009થી 2011 સુધી ઝીટીવી પર આવતી એકતા કપૂર નિર્મિત સિરિયલ પવિત્ર રિશ્તામાં કામ કર્યુ હતું અને તેના માસુમ ચહેરાએ તેને ખૂબ લોકપ્રિયતા અપાવી હતી.

image source

તેણે 2013માં મિત્રતા પર આધારિત ફિલ્મ કાઈપો છેથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. જેના માટે તેને ફિલ્મફેર અવોર્ડ ફોર બેસ્ટ મેલ ડેબ્યુ માટે નોમિનેશન પણ મળ્યુ હતું. ત્યાર બાદ તેણે પરિણિતિ ચોપરા સાથે 2013માં જ શુદ્ધ દેસી રોમાન્સ ફિલ્મ કરી હતી જે એક રોમેન્ટિક કોમેડી હતી. ત્યાર બાદ તેણે 2015માં ડીટેક્ટિવ બ્યોમકેશ બક્ષીમાં ટાઈટલ રોલ કર્યો હતો.

image source

2016માં આવેલી ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર આધારી ફિલ્મમાં તેણે ધોનીનું પાત્ર ભજવ્યું હતું. અને તે ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટર માટે ફિલ્મફેર અવોર્ડનું નોમિનેશન પણ મળ્યું હતું. તેની છેલ્લી ફિલ્મ છીછોરે સુપર હીટ રહી હતી. આ ફિલ્મે 100 કરોડ કરતા પણ વધારે વ્યવસાય કર્યો હતો.

Source : News18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version