જોઈને આંખો ફાટી જાય એવો વીડિયો વાયરલ, પેરિસની સૌથી ઉંચી ઈમારત પર કોઈ જ દોરડા કે સાધન વગર ચઢી ગયો

સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થતાં રહે છે કે જે જોઈને આપણો શ્વાસ અધ્ધર થઈ જતો હોય છે. ઘણીવાર આપણે ફિલ્મલ જોતા હોઈએ તો એમાં લખેલું આવે કે, આ સ્ટંટ ઘરે કરવાનો પ્રયત્ન ન કરતાં. બસ કંઈક એવો જ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને ઘણાના જીવ તાળવે ચોંટી જાય એવું છે. સામાન્ય રીતે મોટાભાગના લોકોને ઉંચાઈથી ડર લાગતો હોય છે.

image source

જો તમને પણ ઉંચાઈથી ડર લાગતો હશે તો પછી તમે આ વીડિયો જોતી વખતે નર્વસ થઈ શકો છો. કારણ કે એક માણસ દોરડા વગર અને અન્ય કોઈ સલામતી ઉપકરણ વિના પેરિસની સૌથી ઉંચી ઇમારત પર ચઢ્યો હતો. જાણે કે તે પોતાને ‘સ્પાઇડર મેન’ માને છે. આ ઘટના શુક્રવારે બની હતી. જો કે આ વ્યક્તિના આવા ગેરસમજણ ભર્યા કારનામાં કારણે પોલીસે તેની ધરપકડ કરી છે.

રિપોર્ટ અનુસાર આ બિલ્ડિંગ જેના પર તે માણસ ચઢી રહ્યો હતો તેનું નામ ટૂર મોન્ટપાર્નેસ છે. તેની હાઈટ 690 ફૂટની આસપાસ હોવાનું કહેવાય છે! આ વ્યક્તિ સાંજે બિલ્ડિંગ પર ચઢવાનું શરુ કર્યું હતું અને પોલીસે રાત્રે 8 વાગ્યે તેની ધરપકડ કરી હતી. જો કે, બચાવ કાર્યકર્તાએ આ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને તે વ્યક્તિ સાથે જ બિલ્ડીંગમાં અધ્ધર લટકવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બિલ્ડીંગ એફિલ ટાવર જેટલી ઉંચી નથી પરંતુ તે શહેરની એકમાત્ર આટલી ઉંચી ઇમારત છે. જ્યારે તે વ્યક્તિ બિલ્ડીંગ પર ચઢી રહ્યો હતો, ત્યારે ઘણાએ આ ડરામણી પળને કેમેરામાં કેદ કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી, જેનો વીડિયો હવે ચોમેર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે લોકો આ વ્યક્તિની તુલના સુપરહીરો ‘સ્પાઇડર મેન’ સાથે કરી રહ્યા છે. પરંતુ આ માણસ માત્ર આમ જમના માટે સ્ટાઈર મેન છે, પરંતુ પોલીસ માટે તે અપરાધી છે અને હાલમાં તેની ધરપકડ પણ કરવામાં આવી છે.

વર્ષ 2015ની શરૂઆતમાં એક વ્યક્તિ નેપાળનો ધ્વજ લઇને આ બિલ્ડીંગમાં ચઢ્યો હતો. એવું કહેવાતું હતું કે આવું કરીને તે નેપાળમાં આવેલા ભૂકંપ અને તેમાં મૃત્યુ પામેલા લોકો માટે શ્રદ્ધાંજલિ આપવા માંગતો હતો. તમને જણાવી દઈએ કે, લેખ લખાય ત્યાં સુધી વાયરલ વીડિયોને 6 લાખ 34 હજારથી વધુ વ્યૂ અને 17 હજાર લાઈક્સ મળી છે. ત્યારે હજુ પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો શેર કરી રહ્યા છે. કોઈ લોકો તેની મજાક કરી રહ્યા છે તો કોઈ તેના આ ટેલેન્ટને વખાણીને સાબાશી આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત