Site icon News Gujarat

જો તમારી પાસે પણ હોય ઇલેક્ટ્રિક વાહન તો જરૂર અજમાવો આ ડ્રાઇવિંગ પદ્ધતિ, બેટરીની થશે બચત

દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવો અને વાયુ પ્રદૂષણને કારણે ખરાબ થઈ રહેલા વાતાવરણ ને લીધે આજના સમયમાં ઇલેક્ટ્રિક વાહનો ચલણમાં આવે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે કોમર્શિયલ ઉપયોગ અને સાવર્જનિક પરિવહન માટે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. એ સિવાય લોકો અંગત ઉપયોગ માટે પણ ઇલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રીક સ્કૂટર તરફ વળી રહ્યા છે. જો કે આ વાહનોમાં થઈ રહેલી તમામ દુર્ઘટનાઓને કારણે લોકોમાં ઇલેક્ટ્રિક વાહનો બાબતે પણ શંકા છે કે શું ઇલેક્ટ્રિક વાહન દ્વારા ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ કે કરંટ જેવી દુર્ઘટનાઓ થઈ શકે કે કેમ ?

image source

આ બાબતે એક પ્રખ્યાત ન્યૂઝ ચેનલ દ્વારા અલગ અલગ નિષ્ણાંત લોકો સાથે વાત કરવામાં આવી હતી. CSIR, સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ના સિનિયર પ્રિન્સિપાલ વૈજ્ઞાનિક અને પ્રોફેસર ACSIR transportation પ્લાનિંગ એન્ડ ઇન્વરાયમેન્ટ, ડોક્ટર રવિન્દ્ર કુમાર કહે છે કે, ઈલેક્ટ્રીક વાહનોમાં ઇલેક્ટ્રિક કરંટ કે શોર્ટ સર્કિટ થવાનું જોખમ નથી. અન્ય ઈંધણના વાહનોની સરખામણીએ ઈલેક્ટ્રીક વાહનમાં કમ્પોનેન્ટ ઘણા ઓછા હોય છે. બેટરી દ્વારા સંચાલિત સિસ્ટમને પણ સારી રીતે કવર કરીને રાખી શકાય છે. આ સિસ્ટમ સર્કિટ પર આધારિત હોય છે જેથી તેમાં કોઈ પ્રકારનું જોખમ હોતું નથી.

image socure

એ સિવાય દિલ્હી સ્થિત પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, કાઉન્સિલ ઓન એનર્જી, ઇન્વાયરમેન્ટ એન્ડ વોટર મા સિનિયર પ્રોગ્રામ લીડ, હિમાની જૈન કહે છે કે, ઇલેક્ટ્રિકલ વાહનો ડ્રાઇવર કે તેની સવારી માં બેઠેલા લોકો માટે શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાના જોખમથી મુક્ત છે. અને તે ડ્રાઇવર તેમજ સવાર માટે સંપૂર્ણ સુરક્ષિત છે. એ સિવાય જો બેટરી બેકઅપ કે પાવર બેક અપ મોડ ના સવાલ પર હિમાની જૈન એ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો માં હજુ પાવર સેવિંગ મોડ ની સુવિધા નથી. પરંતુ એ સિવાય અમુક ચીજો વધારે ખાસ છે.

image source

હિમાની જૈન કહે છે કે ઈલેક્ટ્રીક વાહનોમાં આધુનિક ફ્યુલ ઇકોનોમી સિસ્ટમ ની સંભાવના છે. આ એ રીતે જ છે જે રીતે પેટ્રોલ કે ડિઝલના વાહનો માં હોય છે. આ રીતે ઇલેક્ટ્રિક વાહનો પણ એ એનર્જી ઈંફિશિયન્ટ મોડ માં સંચાલિત થઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો માં રિજેનરેટીવ બ્રેકિંગ ટેકનોલોજી એટલે કે વાહનની ગતિ ઓછી કરવાની પ્રક્રિયા મા બેટરી ને ચાર્જ કરવાની વ્યવસ્થા લગાવીને બ્રેક લગાવવા, સ્પીડ વધારવા અને ઘટાડવા જેવી અમુક સ્થિતિઓમાં ખાસ કરીને શહેરી પરિસ્થિતિઓ માં ઊર્જા દક્ષતા વધારવામાં આવે છે.

ઇલેક્ટ્રિક વાહનોમાં પણ કામ કરે છે ઇકો ડ્રાઇવિંગ

image soucre

ડોક્ટર રવિન્દ્રકુમાર જણાવે છે કે, જ્યાં સુધી પાવર કે બેટરી સેવિંગ ની વાત છે તો પેટ્રોલ-ડીઝલ વાહનોની જેમ ઈલેક્ટ્રીક વાહનોમાં પણ ઇકો ડ્રાઇવિંગ કે ગ્રીન ડ્રાઇવિંગ પધ્ધતિ કારગર હોય છે. જે રીતે પેટ્રોલ તથા ડીઝલના વાહનોમાં ઇકો ડ્રાઇવિંગ કરવાથી 11 થી 50 ટકા સુધી ઈંધણની બચત થઈ શકે છે. એ જ રીતે ઈલેક્ટ્રીક વાહનોમાં પણ આ ડ્રાઇવિંગ પધ્ધતિના માધ્યમથી બેટરી પાવર ની બચત કરી શકાય છે. એ સિવાય સૌથી ખાસ વાત તો એ છે કે આ ડ્રાઇવિંગ પદ્ધતિથી બેટરીની રેંજ વધે છે. અને તે વધારે દિવસ સુધી ચાલે છે. ઇકો ડ્રાઇવિંગ પદ્ધતિથી તેની ઉંમર પણ 10 થી 15 ટકા સુધી વધારી શકાય છે. કોઈપણ વાહન માટે ડ્રાઇવિંગ ની પદ્ધતિ બહુ મહત્વ રાખે છે. અને તેને મેનેજ કરવું બહુ જરૂરી છે.

Exit mobile version