ચીખલીના ખુંધ ગામે કપડા સૂકવવા ગયેલી મહિલાને કરંટ લાગતા બચાવવા ગયેલા સસરા અને દાદી સાસુનું પણ મોત, વાત છે બહુ કરુણ

વહુને બચાવવા જતા, સસરા અને દાદી સાસુને પણ કરંટ લાગ્યો, ઘટના સ્થળે ત્રણેયના મોત

image source

અત્યારે એક તરફ કોરોનાનો કહેર આખાય વિશ્વમાં ફેલાયેલો છે, ત્યાં બીજી તરફ ભૂકંપની ઘટનાઓ પણ સામે આવી રહી છે, અને હવે ગુજરાતમાં શરુ થયેલા વિધિવત ચોમાસા પછી હવામાન ખાતાએ આવનારા પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે. આ સમયે અનેક કુદરતી આફતોનો સામનો પણ દેશ કરી રહ્યો છે. એક તરફ પ્રાકૃતિક આફતો છે તો બીજી તરફ માનવસર્જિત સમસ્યાઓનો પણ કોઈ અંત નથી.

એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત

image source

ચોમાસાની સીઝન શરૂ થતા જ આપણા દેશમાં થયેલા ભૂલભરેલા કામોના કારણે અથવા અસાવાધાનીના કારણે વીજળી પડવાના, કરંટ લાગવાના, પૂરમાં વહી જવાના બનાવો પણ વધી રહ્યાં છે. આ સમયે આવો જ એક બનાવ નવસારીના ચીખલી ગામમાંથી સામે આવ્યો છે. ચીખલી ગામમાં જે ઘટના ઘટી છે તે દુખદ છે. નવસારીના ચીખલી વિસ્તારના ગામે મામલો સામે આવ્યો છે, ત્યાં કરંટ લાગવાના કારણે એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યાં છે.

પરિવારના ત્રણેય મૃતકોના નામ

• લલીબેન રવજીભાઈ પટેલ (દાદી સાસુ – ઉંમર 80 વર્ષ)

• બચુભાઇ ઉર્ફે સુમનભાઈ રવજીભાઈ પટેલ (સસરા – ઉંમર 60 વર્ષ)

• કલ્પનાબેન શૈલેષભાઇ પટેલ (વહુ – ઉંમર 35 વર્ષ)

કપડા સુકવવા ગયેલી વહુને લાગ્યો કરંટ

image source

આ ઘટના ખુંધ ગામની છે. જ્યાં ચોમાસાના સમયમાં ખુંધ ગામના પટેલ પરિવારની વહુ કલ્પના પટેલ ઘરની બહાર કપડા સૂકવવા માટે ગઈ હતી. આ દરમિયાન કપડા સુકવતા એમને કરંટ લાગ્યો હતો. જો કે એમને કરંટ લાગતા જ સસરા અને દાદી સાસુ પણ એમને બચાવવા દોડી ગયા હતા.

સસરા અને દાદી સાસુને પણ લાગ્યો કરંટ

image source

મળતી માહિતી મુજબ ખુધ ગામમાં એક પટેલ પરિવારની વહુ કપડા સુકવતા સમયે કોઈ કરંટ વાળા તારના સંપર્કમાં આવી હતી. જેના કારણે એને પણ કરંટ લાગ્યો હતો. આ બાબતની જાણ સસરાને થતા વહુને બચાવવા એમણે પ્રયત્ન કર્યો હતો અને આ દરમિયાન એમને પણ કરંટ લાગ્યો હતો. જો કે આ બાદ સસરાની માતા એટલે કે કલ્પના પટેલની દાદી સાસુ પણ એમને બચાવવા જતા કરંટની ઝપટમાં આવ્યા હતા.

કરંટ લાગવાથી ત્રણેયના ઘટના સ્થળે મોત

image source

મળતી માહિતી મુજબ, ખૂંધ ગામમાં પટેલ પરિવારની વહુ કલ્પના પટેલ કપડા સૂકવવા ગયા અને એમને કરંટ લાગ્યો હતો. એમને બચાવવા આવેલ સસરા અને પછી સસરાને બચાવવા આવેલ એમના માતા પણ આ કરંટની ચપેટમાં આવ્યા હતા. આમ, એક સાથે ત્રણેય જણને કરંટ લાગતા ઘટના સ્થળે જ ત્રણેયના મોત નિપજ્યા હતા. તમામના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને આ અંગે ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત