જન્મના 20 મિનિટ બાદ નૃત્ય કરતા આ બાળ હાથીનો વીડિયો થઇ રહ્યો છે ખૂબ વાયરલ, જોઇ લો જલદી તમે પણ

જન્મના 20 મિનિટ બાદ નૃત્ય કરતા એક બાળ હાથીનો વીડિયો

ખુબ જ વાયરલ થઇ રહ્યો છે

image source

આખાય દેશમાં સગર્ભા હાથણના મૃત્યુનો રોષ હજુ સમ્યો નથી ત્યારે આનંદ આપનારી એક વિડીયો કલીપ સામે આવી છે. કહેવાય છે કે ખુશી અને દુખ બંને આપણા જીવનનો એક ભાગ છે. જેમ સારા માણસો હોય છે એમ ખરાબ માણસો પણ હોય છે. આવું જ કઈક વર્તમાન સમયમાં આપણને જોવા મળી રહ્યું છે. મે મહિનામાં કેરળના પલ્લકડમાંથી જે સમાચાર આવ્યા હતા, એ પછી આખાય દેશમાં એનો રોષ જોવા મળ્યો હતો.

કેરળમાં સગર્ભા હાથણ સાથે ઘટી હતી અમાનવીય ઘટના

સગર્ભા હાથણના મોમાં વિસ્ફોટક ભરીને અનાનસ ખવડાવી દીધા બાદ એ હાથણના જડબામાં ગંભીર ઈજાઓ થઇ હતી. આવી અમાનવીય ઘટના પોતાના સાથે બન્યા પછી આ હાથણએ ગામમાં અનેક આંટા માર્યા હોવા છતાં કોઈને પણ નુકશાન પહોચાડ્યું ન હતું. જો કે અંતે એના મોમાં થયેલી ગંભીર ઈજાના કારણે તે લાંબો સમય કાઈ પણ ખાઈ શકી ન હતી. પરિણામે એનું મૃત્યુ નદીમાં જ થયું હતું. પાછળથી સમજમાં આવ્યું હતુ કે અ હાથણ સગર્ભા હતી. અને એનું મૃત્યુ થતા પહેલા ૧૪ દિવસથી એ જમી ન હતી.

મદનીયું માતા સાથે નૃત્ય કરી રહ્યું હતું

image source

કેરળની આ સગર્ભા હાથીને અનાનસમાં વિસ્ફોટક ભરીને ખવડાવવાની ઘટનાએ આખાય દેશને હચમચાવી નાંખ્યો હતો. આ ઘટનાનો ઠેર ઠેર વિરોધ થયો હતો. આ દરમિયાન હાલમાં જ સોશિયલ મીડિયા પર એક હાથીના બચ્ચાનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાથણે એક બચ્ચાને જન્મ આપ્યો છે અને આ પછીની 20 જ મિનિટ બાદ તે મદનીયું પોતાની માતાની સાથે નૃત્ય કરી રહ્યું હતું.

જન્મ પછીની 20 જ મિનિટમાં ઉભું થયું હતું

image source

સોશિયલ મીડિયા પર આ હાથી અને તેના મદનિયાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોવાની મજા બધાને એટલા માટે પણ આવે છે. કારણ કે, આ મદનિયું તેના જન્મ પછીની 20 જ મિનિટમાં ઉભું થયું હતું અને નૃત્ય કરવા લાગ્યું હતું. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ હાથીનું બચ્ચુ જમીન પર સરખી રીતે ઉભું પણ નથી થઈ શકતું, તેમ છતાં તે ખુશીથી ઝૂમી રહ્યું છે.

આ વિડીયો ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસરે કર્યો હતો

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં આ વીડિયોને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો હતો. આ સાથે એમણે કેપ્શનમાં લખ્યુ હતું કે, આ બાળ હાથી 20 મિનિટ પહેલા જ જન્મ્યુ હતું. અને તેમ છતાં તે કેટલું ઉત્સાહ સાથે જન્મની ખુશી મનાવી રહ્યુ હતું. હવે આ જ પગથી એણે જીવનભર મુસાફરી કરવાની થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત