કેન્દ્ર સરકારએ ઈમરજન્સી રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજ કર્યું જાહેર, જાણો પેકેજની કુલ રકમ કેટલી?

કેન્દ્ર સરકારએ ઈમરજન્સી રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજ કર્યું જાહેર, જાણો પેકેજની કુલ રકમ કેટલી?

image source

કોરોના વાયરસ ભારત પર પણ પોતાનો પ્રકોપ દર્શાવી રહ્યો છે. કેરળમાં પહેલો કેસ નોંધાયા બાદ આજે 1 મહિના જેટલા સમયમાં દેશભરના દરેક રાજ્યમાં કોરોનાના કેસ સતત વધતાં જોવા મળે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કોરોના સામે બાથ ભીડવા સજ્જ થઈ ચુકી છે. લોકો માટે રાહત પેકેજ, કોવિડ-19 હોસ્પિટલ, વેન્ટીલેટર, દવા સહિતની તૈયારીઓ કર્યા બાદ હવે કેન્દ્ર સરકારએ ઈમરજન્સી રિસપોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજ જાહેર કર્યું છે.

આ પેકેજની જાહેરાત કેન્દ્ર સરકારએ રાજ્યોની અને કેન્દ્ર શાસિત પ્રદેશોની હેલ્થ સિસ્ટમને મજબૂત કરવા કરી છે. આ પેકેજ 15,000 કરોડ રુપિયાનું છે. આ અંગે નેશનલ હેલ્થ મિશનના ડિરેક્ટર વંદના ગુરુનાનીએ સત્તાવાર રીતે કહ્યું હતું કે, સેન્ટ્રલ પ્રોજેક્ટને ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે. આ તબક્કા જાન્યુઆરી 2020થી માર્ચ 2024 સુધીમાં હશે.

image source

આ પ્રોજેક્ટ હેઠળ જે ફંડ ફાળવવામાં આવશે તે કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા ઓછી થાય તે માટેની હેલ્થ સિસ્ટમને મજબૂત કરવામાં ઉપયોગી થશે. આ ફંડથી રાજ્ય સરકારો મેડિકલ ઉપકરણ, દવા, લેબ બનાવવી જેવા કામો કરશે.

કેન્દ્રની સત્તાવાર જાહેરાત બાદ આ અંગેનો સરક્યુલર પણ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલી દેવામાં આવ્યો છે. પહેલા તબક્કામાં કોવિડ-19 માટે હોસ્પિટલ વધારવી અને અન્ય હોસ્પિટલનો વિકાસ કરવો. સાથે જ આઈસોલેશન વોર્ડ, વેન્ટીલેટર સહિતના સંસાધનોની આપૂર્તિ કરવામાં આવશે. હાલ આ પેકેજથી રાજ્યોમાં સુરક્ષા ઉપકરણ, એન95 માસ્ક અને વેન્ટીલેટર ખરીદવામાં સહાય કરવામાં આવશે.