રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન સામે આવ્યો ઈમોશનલ, જંગ પર જવા પહેલા સૈનિક પતિઓને જોઈ ધ્રૂસકે ધ્રુસકે રડી પડી પત્નીઓ

રશિયા અને યુક્રેન વચ્ચે સતત હુમલા દરમિયાન અનેક ચિંતાજનક વીડિયો સામે આવી રહ્યા છે. આમાંના કેટલાક વિડિયો હૃદયદ્રાવક છે, તો કેટલાક ભયાનક છે. આ દરમિયાન, એક અન્ય વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સૈનિકો યુદ્ધમાં જતા પહેલા તેમની પત્નીઓને અલવિદા કહી રહ્યા છે. જે ખૂબ જ લાગણીશીલ છે.

તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સૈનિકો યુદ્ધમાં જતા પહેલા પોતાની પત્નીઓને અલવિદા કહી રહ્યા છે. આ દરમિયાન તેમની પત્નીઓ રડી રહી છે. પત્નીઓની ભીની આંખોમાં ડર જોઈ શકાય છે કે તેઓ તેમના પતિને ગુમાવી શકે છે. તે જ સમયે, પતિઓ પણ ભારે હૃદય સાથે તેમના સમગ્ર પરિવારને અલવિદા કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પછી પત્નીઓ ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગે છે.

આ ખરેખર ખૂબ જ ઈમોશનલ વીડિયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે પોતાના આંસુ રોકી શક્યા નહીં. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો વારંવાર જુએ છે. આ વીડિયો પર લોકો ઉગ્રતાથી પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. તેમજ આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણા લોકોએ જોયો છે.

યુક્રેન અને રશિયા વચ્ચેની સ્થિતિ વિશે વાત કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દિમીર ઝેલેન્સકીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. રશિયન સૈનિકોએ યુક્રેનના મુખ્ય શહેરો પર સતત હુમલા કરીને તબાહી મચાવી છે. જેના કારણે સમગ્ર દેશમાં ભયનો માહોલ છે.