પરીવારના ચારેય સભ્યો છે ડોક્ટર, દેશના અલગ અલગ ખુણે એકબીજાથી દૂર રહી કરી રહ્યા છે કોરોનાના દર્દીઓની સારવાર

કોરોના વાયરસનો વ્યાપ દેશના દરેક રાજ્યમાં વધ્યો છે. જો કે સમયસર લેવાયેલા કેટલાક નિર્ણયોના કારણે દેશમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે દેશના આરોગ્ય વિભાગના ડોક્ટર્સ અને અન્ય તમામ મેડીકલ ટીમ.

image source

ડોક્ટર્સ કોરોના વાયરસના જોખમ વચ્ચે દર્દી અને મોત વચ્ચે ઢાલ બનીને ઊભા રહે છે. દેશના દરેક રાજ્યમાં કામ કરતાં ડોક્ટર અને મેડીકલ સ્ટાફ હાલ જાણે પોતાના ઘર-પરીવારને ભુલી ગયા છે તેવા દ્રશ્યો જોવા મળે છે. આવો જ એક પરીવાર છે જેના તમામ સભ્યો હાલ એકબીજાથી દૂર છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં પોતાની જાતને સમર્પિત કરી ચુક્યા છે.

આ પરીવાર છે બોકારોના સિવિલ સર્જન ડો. અશોક કુમાર પાઠકનો. આ પરીવારમાં ચાર સભ્યો છે અને તે ચારેય આ ક્ષેત્રમાં જ કાર્યરત છે. આ ચારેય સભ્યોએ જાણે જીદ પકડી છે તે દેશમાંથી કોરોનાને દૂર કરવો જ છે અને એટલા માટે જ તેઓ આ લડાઈમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ડો. પાઠકના પત્ની ડો અંજના ઝા કોલ ઈન્ડિયાની રાંચી સ્થિત ગાંધીનગર હોસ્પિટલમાં મુખ્ય આરોગ્ય અધિકારી અને કોરોના વોર્ડના ઈન્ચાર્જ છે. તેમની દીકરી મેજર ડો. અદિતિ અને તેનો પતિ મેજર ડો વિશાલ ઝા લેહની સૈનિક હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાં સેવા આપી રહ્યા છે.

image source

આ પરીવારના ચારેય સભ્યો પર ધુન સવાર છે કે કોરોનાને હરાવીને જ ઘરે પરત ફરશું. આ અંગે ડો પાઠકએ જણાવ્યું છે કે આ એવો ખતરનાક વાયરસ છે જે સંક્રમિત વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ જાય છે. જો કે તેઓ જે કામ કરી રહ્યા છે તેનો તેમને ખૂબ આનંદ છે. ડો પાઠક રોજના 20 કલાક કામ કરે છે. તેમની હોસ્પિટલમાં જ તેઓ રહે છે. ઘણીવાર એક જ સમય જમવાનો ટાઈમ મળે છે. પરંતુ આ તકલીફો તેને નડતી નથી.

ડો પાઠકના જણાવ્યાનુસાર લેહની સૈનિક હોસ્પિટલમાં પહેલો ઝારખંડનો કોરોનાનો દર્દી આવ્યો હતો. તેને પોતાના પિતાથી ચેપ લાગ્યો ગતો. પિતાની સેવા કરવા જતા જવાન અને તેની પત્ની તેમજ બાળકો પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આ જવાન જ્યાં છે તે લેહની સૈનિક હોસ્પિટલ આજે કોવિડ હોસ્પિટલ છે અને ત્યાં દીકરી અને જમાઈ તેની ફરજ નીભાવી રહ્યા છે.