કોરોનાના સંક્રમણની સૌથી વધુ નજીક જઈ ઘરને સેનિટાઈઝ કરવાનું કામ કરતી ટીમનું કરાયું સન્માન
કોરોનાનો કહેર વધ્યો છે તેવા સમાચાર સતત સાંભળવા મળે છે.

આવી સ્થિતિમાં જે લોકો પોતાની પરવા કર્યા વિના લોકોની સુરક્ષા કરે છે તેવા પોલીસકર્મી, આરોગ્યકર્મીઓનો આભાર તો લોકો અલગ અલગ રીતે માને જ છે પરંતુ નૈનીતાલમાં લોકોના ઘરે ઘરે જઈ દવા છાંટતા કર્મચારીઓનું ખાસ રીતે સન્માન સ્થાનિક ધારાસભ્યએ કર્યું હતું. નૈનીતાલના ભીમતાલના ધારાસભ્ય રામ સિંહ કૌડાએ દવાનો છંટકાવ કરતી સ્થાનિક તંત્રની ટીમના સભ્યોનું ફૂલ હાર પહેરાવી સન્માન કર્યું હતું.
જ્યારથી કોરોનાના કેસ ભારતમાં પણ નોંધાવાની શરુઆત થઈ છે ત્યારથી પોલીસ, સ્વાસ્થ્ય કર્મી અને મીડિયના કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહી પોતાનું યોગદાન આપી કહ્યા છે. તેવામાં સંક્રમિત છે તેવા વિસ્તારોમાં અંદર જઈ અને જે મહત્વનું કામ એટલે કે સંક્રમિત જગ્યાને સેનિટાઈઝ કરવાનું કામ જે લોકો કરે છે તેમના યોગદાનને કેવી રીતે ભુલી શકાય. આ ભાવના સાથે રામ સિંહએ ઘરોને સેનિટાઈઝ કરતાં કર્મીઓનું સન્માન કર્યું હતું.
મહત્વપૂર્ણ છે કે નૈનીતાલમાં લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ રહે છે પરંતુ ઘરની બહારની સફાઈ અને સ્વચ્છતાનું ધ્યાન આ પર્યાવરણ મિત્રો રાખી રહ્યા છે. આ ટીમ ઘરે ઘરે જઈ ઘરોને સેનિટાઈઝ કરવાનું કામ કરે છે. આ સાથે જ તેઓ લોકોને સ્વસ્છતા પ્રત્યે જાગૃત પણ કરે છે.
સ્વચ્છતા અને સેનિટાઈઝ કરવાનું કામ કરતાં આ લોકોને આ કારણથી જ પર્યાવરણ મિત્ર નામ આપવામાં આવ્યું છે. જો તેઓ આ કામ પોતાની પરવા કર્યા વિના ન કરતાં હોત તો કોરોનાને તેનો આતંક વધારવા માટે તક મળી ગઈ હોય. આ ટીમનું કામ જોઈ સ્થાનિક નેતાઓએ સ્વાસ્થ્ય વિભાગને અનુરોધ કર્યો છે કે તેઓ આ પર્યાવરણ મિત્રોના પણ હેલ્થ ચેકઅપ કરાવે.